જાણો ખાટ્ટી મીઠ્ઠી આંબલી ખાવાના ચમત્કારિક ફાયદા, જે કબજિયાત થી લઈ ને કેન્સર સુધી ની બીમારી કરે છે દૂર

Image Source

આંબલી નું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જાય છે. એવું દરેક ભારતીય માં જોવા મળે છે. આંબલીનો ખાટો-મીઠો સ્વાદ ઘણીવાર આપણો મૂડ સારો કરે છે. તેનો સૌથી વધુ ઉપયોગ પાણીપુરી ના પાણી માટે અને ચટણી બનાવવા માટે કરવામાં આવે છે. તે ખાવામાં સ્વાદ તો વધારે છે પરંતુ તેની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ તે લાભકારી છે.

હા, આંબલી માં ઉપસ્થિત તત્વો આપણા શરીરમાં વિટામિન ની ખામી અથવા અન્ય તત્વોની ખામી ને પૂરી કરે છે. તો આવો જાણીએ આંબલીના ચમત્કારિક ફાયદા.

શરદી ખાંસીમાં રાહત

આંબલીમાં વિટામિન સી અને વિટામિન ‘એ’ ભરપૂર માત્રામાં હોય છે તેના સેવનથી આંખોની સમસ્યા અને શરદી ખાંસીમાં રાહત મળે છે અને તેની સાથે જ વજન ઓછું કરવા માટે પણ મદદરૂપ થાય છે.

પાચનતંત્રને યોગ્ય રાખી શકે છે

પાચન તંત્ર યોગ્ય રહેવાની સાથે આપણી સેહત પણ હંમેશા સારી રહે છે. આમ,આમલી પાચનતંત્રને મજબૂત કરે છે અને તેની સમસ્યાઓ માં સુધારો લાવે છે. તેના સેવનથી અપચાની સમસ્યા પણ દૂર થઈ જાય છે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન,  પોટેશિયમ, ફાઇબર અને મેંગેનીઝ જેવા તત્વો આંબલી માં જોવા મળે છે.

હૃદય સંબંધિત બીમારી માં આરામ મળી શકે છે.

આંબલી ના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ની સમસ્યા ઘણી હદ સુધી ઓછી કરવા માટે મદદ મળે છે. તેમાં ઉપસ્થિત તત્વ એન્ટિ-ઓક્સિડન્ટ લેવલ વધારી શકે છે. આંબલી માં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે તેનાથી હ્રદય સંબંધિત બીમારી માં આરામ મળી શકે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ

આંબલીના સેવનથી ફાઇબરનું સ્તર વધે છે જેના લીધે આપણ ને ભૂખ ઓછી લાગે છે.તેથી આંબલી વજન ઓછું કરવા માટે પણ મદદરૂપ છે.

શરીરમાં હિમોગ્લોબીન ની માત્રા વધારે

આંબલી માં ઉપસ્થિત આયર્ન લોહીની કમીને પૂરી કરે છે,જેના લીધે આપણા શરીરમાં હિમોગ્લોબીન વધે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ 

આંબલી નું સેવન કરવાથી આપણી ઇમ્યુનિટી નું સ્તર વધે છે, તેમાં વિટામિન સી અને પોલીસેકેરાઈડ તત્વ હોય છે. જેનાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ મળે છે.

ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી 

આંબલીને ગર્ભવતી મહિલાઓ માટે લાભકારક માનવામાં આવે છે. તેને ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી અને કબજિયાતની સમસ્યા થતી નથી. આંબલી નું સેવન કરવાથી ગર્ભ માં વિકસી રહેલા બાળકના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.

શરીરના સોજા કરે દૂર 

આંબલી સાંધામાં અને માંસપેશીઓમાં આવેલ સોજો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આંબલી અલ્સર અને એસિડ રિફ્લક્સ જે સોજા નું મુખ્ય કારણ હોય છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે. આવું થવાથી સોજા દૂર થઈ જાય છે.

સુગર લેવલ ને બરાબર કરે

આંબલી વાળુ એક ગ્લાસ પાણી દરરોજ પીવાથી શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ દૂર થાય છે જેથી ડાયાબિટીસ ના દર્દીઓને સુગર કંટ્રોલમાં રહે છે. આમલીના પાણીના સેવનથી નવા રેડ બ્લડ સેલ્સ પણ બને છે તથા તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ડાયાબીટીસના દર્દીને રાહત આપે છે.

ખીલ અને તેના ડાઘ દૂર કરી શકે છે 

આંબલી ખીલના ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે અને તેને ડાઘ પર લગાવવાથી ડાઘ  હળવા થાય છે. જો તમારા ચહેરા પર ડાઘ છે, તો તમારા ચહેરા પર આમલી લગાવો. તેને લગાવવાથી ડાઘ દૂર થાય છે.

વાળ સાથે સંબંધિત આંબલી ના ફાયદા 

આંબલીના ફાયદા વાળ માટે પણ છે અને તેની સહાયથી સુંદર વાળ થઇ શકે છે. આમલીમાં વિટામિન સી, રિબોફ્લેવિન હોય છે, જે વાળ માટે સારું માનવામાં આવે છે અને આમલી ખાવાથી વાળના મૂળિયા વધુ મજબૂત બને છે અને વાળ ખરતા અટકે છે. તેથી જે લોકોના વાળ પાતળા છે તેને આમલી ખાવી જોઈએ.

આંબલી નું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે,પરંતુ તેની સાથે તેના ગેરફાયદા પણ છે. ઘણીવાર તે શરીરના જુદા જુદા પ્રકાર અનુસાર પ્રતિક્રિયા આપે છે તેથી ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment