પરિવારજનોના પ્રેમ અને દબાણ, મિત્રોની દેખાદેખી, શિક્ષણનું દબાણ ચિંતા અને આંચકો વગેરેને કારણે આહારની ખોટી આદતો પડે છે. લગભગ ૧/૩ બાળકો પોતાની કિશોરાવસ્થા સુધી મેદસ્વી બની જાય છે. લગભગ ૭૦ ટકા મેદસ્વી બાળકો વધુ વજનવાળા પુખ્ત વયે મેદસ્વી થાય તેવી સંભાવના છે.
વિશ્વભરના બાળકોમા ૩૦ વર્ષ દરમિયાન બાળપણની મેદસ્વિતા લગભગ ત્રણ ગણી થઈ જાય છે. આ પ્રકારના વ્યસનથી હૃદયરોગ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને કેન્સરનું જોખમ વધી રહ્યું છે. વિકાસશીલ વિશ્વમાં હાઈ સ્કૂલ જતા ૨/૩ કિશોરો દિવસ દરમિયાન ઓછામાં ઓછી એક સોડા કે તેને મળતું આવતું પીણું પીવે છે.
ઉપાય છે તમારા હાથનો ‘સ્વસ્થ પરિવાર’ -સુખી કૌટુંબિક મંત્રને આહારની દરેક બાબતો સાથે જોડો. શરૂઆતમાં તે વિચિત્ર અને કંટાળાજનક લાગશે પરંતુ તેને અપનાવવાથી તમારું ભવિષ્ય સુધરશે. શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન એક વાર બાળકોની તમારી સાથે ભોજન કરાવો. ભોજનમાં આખું અનાજ, ફળો, શાકભાજી ની માત્રા વધારે રાખો.
બાળકોને ક્રિયાશીલ બનાવો-
ઓછામાં ઓછી ટીવી જોવા દો. દિવસ દરમિયાન ૬૦ મિનિટનો શારીરિક વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પછી ભલે ગમે તે સ્વરૂપે હોય. બાળકોને તડકો, બગીચો, ધૂળ માટી, સાઈકલ, દોડાદોડી અને રમત ગમત મા પણ રમવા દો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team