જો તમને પૂછવામાં આવે કે આયુર્વેદ થી જોડાયેલા અમુક એવા તથ્યો વિશે તમે કેટલું જાણો છો? તો પછી તમારો શું જવાબ હોઈ શકે છે? કદાચ તમારી પાસે આ સવાલનો કોઇ સટીક જવાબ હોય નહીં, પરંતુ આજથી નહીં પરંતુ પ્રાચીનકાળથી માનવામાં આવે છે કે આયુર્વેદના અમુક એવા તથ્યો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોઈ શકે છે, અને તે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
જો તમને આયુર્વેદિક થી જોડાયેલા અમુક તથ્યો વિશે જાણકારી નથી તો આજે આ લેખમાં આયુર્વેદના ડોક્ટરો રેખા રાધારાણી અમુક એવા તથ્યો જણાવવા જઈ રહ્યા છે જેના વિશે આપણે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય.
એકસાથે ઘણી બધી ઔષધિઓ નો સમાવેશ
હા, આજથી નહીં પરંતુ પ્રાચીનકાળથી એક નહીં પરંતુ અલગ અલગ આયુર્વેદિક વસ્તુઓને એકસાથે ઉમેરીને એક ખૂબ જ સારી ઔષધી તૈયાર કરવામાં આવે છે. ડોક્ટર રેખા પણ જણાવે છે કે લગભગ 98% આયુર્વેદિક ઔષધી ને ઘણી બધી જડીબુટ્ટીઓ ને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. એવા ઘણા બધા લોકો માને છે કે કોઈ એક છોડ અથવા ઝાડમાંથી ઔષધી તૈયાર કરવામાં આવે છે પરંતુ એવું નથી.
જેમકે શતાવરી વિશે ડોક્ટરે રેખાનું માનવું છે કે માત્ર સતાવરીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી પરંતુ તેની સાથે ઘણી બધી ઔષધીઓને ઉમેરીને ઔષધી તૈયાર કરવામાં આવે છે.
શું સાઇડ ઇફેક્ટ પણ થાય છે?
આ સવાલ વિશે ડોક્ટરે ખાનનું માનવું છે કે આયુર્વેદિક હર્બ પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેમના અનુસાર જો કોઈ પણ ઔષધિનો ઉપયોગ ઉચિત માત્રા અને યોગ્ય સમય પર કરવામાં આવતો નથી, તો તેની સાઇડ ઇફેક્ટ થવાનો ભય રહે છે જેમ કે દૂધમાં તજનો ઉપયોગ કેટલો કરવો જોઈએ અને ક્યારેય સેવન કરવું જોઈએ તે વિશે જાણકારી રાખવી ખૂબ જ જરૂરી હોય છે.
જાતે ડોક્ટર ન બનો
ડોક્ટર રેખા જણાવે છે કે આયુર્વેદિક ને લઈને કોઈ દિવસ પોતે ડોક્ટર બનવું જોઈએ ને ઘણા લોકોનું માનવું છે કે દુધી, તુલસી, લીમડો વગેરે વસ્તુઓનું નિયમિત સમય પર સેવન કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. પરંતુ ઘણી વખત તેનું નુકસાન પણ થઈ શકે છે, તેથી જ અમુક આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરતા પહેલા એક વખત ડોક્ટર પાસે જરૂર સલાહ લેવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team