ભારત ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો વિશાળ કર્ણક છે, જે દક્ષિણમાં હિંદ મહાસાગર, પશ્ચિમમાં અરબ સાગર અને પૂર્વમાં બંગાળાની ખાડીથી ઘેરાયેલું છે. ભારત દેશ ઊંઝા શિખરો, વિશાળ પર્વતો, રણ પ્રદેશ, સુંદર તળાવો, નદીઓ, પ્રાચીન ઇમારતો અને અન્ય પ્રખ્યાત પ્રવાસ સ્થળોની સાથે તેના મુખ્ય સમુદ્ર માટે વિશ્વભરમાં જાણીતું છે. ભારતના સુંદર સમુદ્રકિનારા તેના શાંત વાતાવરણ, કુદરતી સૌંદર્ય, વોટર સ્પોર્ટ્સ તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ભારતના સમુદ્ર કિનારે આવેલા રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે. જ્યારે ચાર તટીય કેન્દ્રશાસિત પ્રદેશો પોંડિચેરી, લક્ષદ્વીપ, દમણ અને દીવ અને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ છે.
જો તમે તમારા પરિવાર સાથે,મિત્રો સાથે કે પછી તમારા જીવનસાથી સાથે હનીમૂન માટે ભારતના સૌથી સુંદર સમુદ્ર કિનારાની શોધમાં છો, તો તેના માટે તમારે અમારા આ લેખને સંપૂર્ણ વાંચવો જરૂરી છે. જ્યાં અમે તમારા માટે ભારતના સૌથી સુંદર સમુદ્ર કિનારાની યાદી તૈયાર કરી છે, જે ગોવાથી લઈને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ સુધી ફેલાયેલું છે. તો ચાલો ભારતમાં કેટલા સમુદ્ર છે તેમના નામ અને ફરવાની જાણકારી વિશે જાણીએ.
ભારત રાજ્યોના મુખ્ય સમુદ્ર કિનારાઓ:
સામાન્ય રીતે જોવામાં આવેતો ભારતમાં નાનાથી લઈને મોટા સો સમુદ્ર કિનારાઓ છે, પરંતુ અહીં આપણે બધા જ સમુદ્ર કિનારાઓ વિશે વાત કરતાં નથી. નીચે ભારતના સમુદ્ર કિનારાના રાજ્યોના મુખ્ય સમુદ્ર કિનારાઓ વિશે જાણીશું.
અંદમાનનો સમુદ્રકિનારો:
રાધાનગર બીચ:
અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના હૈવલોક ટાપુમાં આવેલો રાધાનગર બીચ ભારતના સૌથી સુંદર સમુદ્ર કિનારામાંથી એક છે. આ આશ્ચર્યજનક સમુદ્ર કિનારો તેના શાંત વાતાવરણ અને રોમાંચક પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. રાધાનગર બીચનું વાદળી પાણી અને સફેદ રેતી એક વિશેષ અનુભવ છે, જ્યાં તમે આરામ કરી શકો છો અને તમારા સાથી કે પરિવાર સાથે શાંતિથી સમય વિતાવી શકો છો. આ બીચ પર સૂર્યાસ્તના મનોહર દૃશ્યો તમને તમારી આંદામાનના પ્રવાસની કેટલીક શ્રેષ્ઠ યાદોને કેપ્ચર કરવા મજબૂર કરશે.
રોસ એન્ડ સ્મીથ આઇલેન્ડ બીચ:
રોસ એન્ડ સ્મીથ આઇલેન્ડ બીચ ભારતના મુખ્ય સમુદ્ર કિનારાઓ માંથી એક છે જે અંદમાનમાં અવિશ્વસનીય તરણ અને સ્નોર્કલિંગનો અનુભવ કરાવે છે. તમને જણાવી દઈએ કે આ સમુદ્રકિનારાને અંદમાનના જોડીયા ટાપુ રૂપે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં આ જુદા જુદા ટાપુઓ છે જે સમુદ્રની મધ્યમાં એક કુદરતી સેન્ડબાર દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. રોસ અને સ્મિથ આઇલેન્ડ બીચને આંદામાનનો સૌથી સુંદર બીચ માનવામાં આવે છે, જે તેની મનોહર સુંદરતા અને વોટરસ્પોર્ટને લીધે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું રહે છે.
વંદુર બીચ:
અંદમાનનો દક્ષિણ ભાગ પોર્ટ બ્લેયરમાં આવેલો વંદુર બીચ એક પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે, જે પોતાની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય બનેલું છે. જણાવી દઈએ કે વંદૂર બીચ હનીમૂન માટે ભારતના સૌથી શ્રેષ્ઠ સમુદ્રકિનારાઓ માંથી એક છે જે હનીમૂન કપલ્સ વચ્ચે ખૂબ પ્રિય છે. વંદૂર બીચના પ્રવાસ દરમિયાન સમુદ્રકિનારા પર ચાલતા બીચના અદભૂત નજારાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત તમે વંદૂર બીચની નજીક આવેલા મહાત્મા ગાંધી નેશનલ મરીન પાર્કમાં પણ ફરવા જઈ શકો છો.
કાલા પથ્થર બીચ:
કાલા પથ્થર બીચ હૈવલોક ટાપુ પર આવેલો ભારતના સૌથી નાના સમુદ્રકિનારા માંથી એક છે જે તેના એક્વા ગ્રીન વોટરના ઉત્કૃષ્ટ નઝારા માટે ઓળખાય છે. કાલા પથ્થર બીચ કાલા પઢાર ગામમાં આવેલું છે, જે આશ્ચર્યજનક પ્રાકૃતિક દ્રશ્યો દર્શાવે છે. આ બીચના પ્રવાસ દરમિયાન તમે સમુદ્ર કિનારા પર ચાલતા ઠંડી ઠંડી હવાનો આનંદ માણી શકો છો કે હીંચકાને એક વૃક્ષ સાથે બાંધીને આરામ કરતા સૂર્યાસ્ત કે સૂર્યોદયનો અદભુત નઝારો જોઇ શકો છો.
જોકે, આ બીચ સ્નોર્કલ અથવા તરવા માટેનો આદર્શ બીચ નથી, પરંતુ તેના આકર્ષણ અને સુંદરતાને ધ્યાનમાં રાખીને તેને ભારતના સૌથી સુંદર સમુદ્રકિનારોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યો છે.
એલિફન્ટ બીચ:
અંદમાનના સૌથી મુખ્ય સમુદ્રકિનારામાથી એક એલિફન્ટ બીચ હૈવલોક ટાપુ પર આવેલો ભવ્ય બીચ છે. આ સમુદ્રકિનારો વાદળી પાણી, આસપાસની હરિયાળી અને ચમકતી સફેદ રેતી માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત આ બીચ સાહસિક ટ્રેકર્સ અને યુગલો વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય છે. સમુદ્રકિનારે નૌકાસવારી કે 30 મિનિટના જંગલ ટ્રેક દ્વારા પહોંચી શકાય છે.
ગોવાના મુખ્ય સમુદ્રકિનારાઓ:
બાગા બીચ:
બાગા બીચ ગોવાના સૌથી પ્રખ્યાત સમુદ્રકિનારોમાંનો એક છે, જે તેની નાઇટ લાઇફ, પાર્ટીઝ, સ્વાદિષ્ટ સી ફૂડ, ટીટો, મેબોસ નાઈટક્લબ અને મક્કીની સેટરડે નાઇટ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત, અહી ખૂબ શાંત અને મનોરમ વાતાવરણ પણ જોવા મળે છે જે તમને સોનેરી રેતીમાં આનંદ માણવાનો અવસર પ્રદાન કરે છે. જો તમે બાગા બીચ ફરવા જઇ રહ્યા છો તો તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે અહીં વોટરસ્પોર્ટની મજા માણી શકો છો.
કોલવા બીચ:
ગોવાના માર્ગાઓ શહેરથી છ કિલોમીટરના અંતરે આવેલું કોલવા બીચ ભારતનો મુખ્ય સમુદ્રકિનારો માનવામાં આવે છે. કોલવા બીચ ૨૫ કિલોમીટરના લાંબા ક્ષેત્રમાં ફેલાયેલો છે. જે ઉત્તરમાં બોગામલોથી લઈને દક્ષિણમાં કાબો ડી રામ સુધીનો છે. કોલવા બીચ પર સફેદ રેતી તેની સુંદરતામાં વધુ વધારો કરે છે અને અહીં નાળિયેરનાં વૃક્ષોને લહેરાતા જોવા એ પોતાનો એક અનોખો અનુભવ છે. કોલવા બીચ નોન અનલેન્ટ વાતાવરણની સાથે અનંત સમુદ્રકિનારા અને ઉત્સાહી લોકોને પોતાના આકર્ષણથી મંત્રમુગ્ધ કરી દે છે.
પાલોલેમ બીચ:
ઘણીવાર ગોવાના સૌથી શ્રેષ્ઠ સમુદ્ર કિનારા તરીકે ઓળખાતા પાલોલેમ બીચ પર જોવાલાયક ઘણું બધું છે. પાલોલેમ બીચ પામ-ફ્રિંજ રેતીના લાંબા કિનારાની સાથે સાથે ગોવામાં સૌથી સુરક્ષિત ,તરણ વિસ્તારોમાંથી એક છે. જોકે, સમુદ્ર કિનારો પાછલા વર્ષોની જેમ અવિકસિત નથી, તેમ છતાં અહીંનું આકર્ષણ અહીંની સુંદર બીચની ઝુપડીઓ છે જે સ્થાનિય ભોજન આપે છે. પાલોલેમ બીચ દક્ષિણ ભારતમાં સફેદ રેતીની ખાડીનો એક ખંડ છે. તે પોતાના શાંત પાણી માટે અને નાઇટલાઇફ માટે જાણીતું છે, જેમાં “સાઇલેન્ટ ડિસ્કો” પણ શામેલ છે, જ્યાં પાર્ટીવાળાઓ હેડફોન પહેરીને નાચે છે.
વાગાતોર બીચ:
ભારતના સૌથી મુખ્ય સમુદ્ર કિનારાઓની યાદીમાં સૂચિબદ્ધ વાગાતોર બીચ ઉત્તર હોવામાં આવેલું છે. અહીં દરિયાની રેતાળ પટ્ટી પાછળ લાલ રંગના ખડકોનું નાટકીય દ્રશ્ય જોવા મળે છે. વાગાતોર બીચ ક્રેઝી ટ્રાન્સ પાર્ટીઓ માટે જાણીતું છે જ્યાં મોટા ભાગે યુવા યુરોપિયન અને ભારતીય પ્રવાસીઓ જોવા મળે છે. નિશ્ચિતરૂપે તે ગોવાના શ્રેષ્ઠ સમુદ્રકિનારા માંથી એક છે, જે તેને ખાસ કરીને કઠોર ખડકોને કારણે તેને ગોવાના મોટાભાગના અન્ય કિનારાથી અલગ બનાવે છે.
કેન્ડોલીમ અને કલંગૂટ બીચ:
કલંગૂટ બીચને “સમુદ્ર કિનારાની રાણી” અને ગોવાના સૌથી મુખ્ય કિનારા રૂપે ઓળખવામાં આવે છે. બ્રિટિશ પ્રવાસીઓને લાંબી રજાઓ વિતાવવા માટે સૌથી લોકપ્રિય સમુદ્ર કિનારાઓમાં કેન્ડોલીમ અને કલંગૂટ બીચ પ્રખ્યાત છે. અહીંના રિસોર્ટઝમાં ખૂબ જ અનુકૂળ વાતાવરણ છે અને અહીં સ્વાદિષ્ટ ગોવા કરી પ્રવાસીઓનું મનપસંદ છે. કલંગૂટ બીચ તેની સોનેરી ચમકતી રેતી માટે પ્રખ્યાત છે અને ઉત્તર ગોવામાં સૌથી મોટો સમુદ્ર કિનારો છે. તે ગોવામાં ફરવા માટેના સૌથી શ્રેષ્ઠ પ્રવાસ સ્થળોમાંનું એક છે. આ સમુદ્ર કિનારો નરમ રેતીની સાથે થોડો પહોળો છે પરંતુ સમુદ્રના તરંગો અહીં ઘણા ઝડપી છે. આ ઉપરાંત તમે અહીં, પેરાસેલિંગ અને વોટર સ્કૂટર રાઇડસ જેવી ઘણી ઉત્તમ વોટર-સ્પોર્ટ્સ પણ કરી શકો છો.
મોરજિમ બીચ:
મોરજિમ બીચ ગોવાના સૌથી લોકપ્રિય બીચો માંથી એક છે, જે ખૂબ જ ઝડપથી પ્રવાસીઓ અને હનીમુન કપલ્સ વચ્ચે લોકપ્રિય બની રહ્યું છે. જો તમે અને તમારા જીવનસાથીને વર્લ્ડ વોચિંગમાં રુચિ છે, તો તેમ કરવા માટે આ ગોવાનો સૌથી સારો સમુદ્રકિનારો છે. આ ઉપરાંત, આ બીચ શાંત અને મનમોહક દ્રશ્યો પણ રજૂ કરે છે.
જ્યાં તમે તમારા જીવનસાથી સાથે ગીચ અને ઘોંઘાટથી દૂર થોડો સમય એકાંતમાં વિતાવી શકો છો.
અંગોડા બીચ:
ભારતના સુંદર બીચોમાંથી એક અંગોડા બીચ ગોવા રાજ્યમાં આવેલો એક આકર્ષિત બીચ છે, જે ગોવાના દક્ષિણ જિલ્લા કાનાકોનામા અંગોડા નામના એક ગામ પાસે આવેલું છે. અંગોડા બીચ પર આવનારા પ્રવાસીઓની સંખ્યા વધારે હોય છે જે એક શાંત સ્થળની શોધમાં હોય છે અને આરામ કરવા ઈચ્છતાં હોય. અંગોડા બીચના કિનારે સ્પષ્ટ વાદળી પાણીની સુંદરતા વચ્ચે સમય પસાર કરવો પ્રવાસીઓ માટે ખૂબ પ્રિય છે. જોકે, આ બીચ પ્રવાસીઓ વચ્ચે વધારે લોકપ્રિય નથી, તેથી ગીચતાથી દુર અને શાંત સમુદ્રકિનારા રૂપે જાણવામાં આવે છે.
મંડરેમ બીચ:
મંડરેમ બીચ ગોવાના મુખ્ય સમુદ્રકિનારા માંથી એક છે. તે હનીમૂનસૅ દ્વારા વધારે પસંદ કરવામાં આવતો સમુદ્રકિનારો છે. જ્યાં તમે સફેદ રેતીથી બનેલા કિનારા અને ડોલ્ફિન સ્પોટિંગ ટ્રીપ પર જઈ શકે છે. આ ઉપરાંત અહી જુનસ અને એશ્વે ઉથલે બે મુખ્ય સમુદ્રકિનારા છે જે તેને તરવા માટે શાનદાર સ્થળ બનાવે છે. સાથે જ તમે મંડરેમ બીચની યાત્રામાં વ્હાઈટ બેલ્લિડ, ફિશ ઇંગલ્સ અને ઓલિવ રીડલે કાચબા જેવા પ્રાણીઓને પણ જોઈ શકો છો.
કેરળના સુંદર સમુદ્રકિનારા:
વર્કલા બીચ:
વર્કલા બીચ દક્ષિણી કેરળના એકમાત્ર સમુદ્રકિનારો છે જ્યાં ખડકો સમુદ્રને અડીને છે. જણાવી દઈએ કે વર્કલા બીચને પાપનાશમ બીચ રૂપે પણ જાણવામાં આવે છે, જેનો અર્થ છે કે પાપોને ધોવા. વર્કલા બીચ કેરળના અન્ય વાણિજ્યિક સમુદ્રકિનારાથી વિપરીત પોતાના શાંત અને એકાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે જે પ્રવાસીઓની મોટી સંખ્યાને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઘણા યાત્રીઓનું કેહવું છે કે આ સમુદ્રકિનારા પર સૌથી વધારે લોભામણું દ્રશ્ય સૂર્યાસ્ત જોવાનું છે. આ સમુદ્ર કિનારાની આસપાસ ઘણી ઐષધીય જડીબુટ્ટીઓ મળી આવે છે. તેથી આ સમુદ્રના પાણીમાં પણ ઔષધીય ગુણોની અસર જોવા મળે છે. આ આકર્ષણોને જોતા વર્કલા બીચ ને ભારતના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક કેહવુ કંઈ ખોટું નથી.
અલાપ્પુઝા બીચ અલ્લેપી:
કેરળના સૌથી સુંદર સમુદ્ર કિનારામાંથી એક અલાપ્પુઝા બીચ અલ્લેપીમા આવેલું છે જેને અલ્લેપી બીચના નામે પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે આ બીચ ૧૫૦ વર્ષથી પણ વધારે જૂનો છે અને પોતાની સુંદરતા માટે પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે જ્યાં પ્રવાસીઓ માટે તાડના વૃક્ષો નીચે વિશ્રામ કરવાનો એક શાનદાર વિકલ્પ છે. અલ્લેપી બીચ તેના સેન્ડ આર્ટ ફેસ્ટિવલ અને અલાપ્પૂઝા બીચ ફેસ્ટિવલ માટે ઓળખાય છે. આ ઉપરાંત દર વર્ષે ઓગસ્ટ દરમિયાન નહેરુ બોટ રેસ ટ્રોફીનું આયોજન અલેપ્પી બીચ પર કરવામાં આવે છે, જે કેરળ રાજ્યનું મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત, અલ્લેપી બીચ અમુક બીજી રોમાંચક પ્રવૃત્તિઓ, વિજ્યા બીચ પાર્કમાં થતી મસ્તી અને એક પ્રાચીન પ્રકાશ સ્તંભ માટે પણ પ્રખ્યાત છે.
લાઈટ હાઉસ બીચ કોવાલમ:
દક્ષિણ કેરળના કોવાલમમાં આવેલો લાઈટહાઉસ બીચ ભારતના સૌથી પ્રખ્યાત બીચોમાંથી એક છે. આ સમુદ્ર કિનારો મુખ્ય રૂપે ૩૫ મીટર લાંબો વિઝિંજામ લાઇટહાઉસ માટે જાણીતો છે જે કુરુમક્કલ ટેકરીની ટોચ પર આવેલો છે. આ બિચની યાત્રામાં, લાઇટ હાઉસ ઉપરથી ફોટાઓ ક્લિક કરવાનું પ્રવાસીઓ માટે ખરેખર યાદગાર અનુભવ હોય છે. પેરાસેલિંગ અને પેરાગ્લાઇડિંગ તેવી જ પ્રવૃત્તિઓ અને રમતોનો આનંદ માણવા માટે લાઇટ હાઉસ એક યોગ્ય સ્થળ છે. ઉપરાંત, આ બીચ તેના લીલાછમ તાડના વૃક્ષો અને ઝાડ માટે પણ જાણીતો છે જે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
પુવર બીચ:
પૂવર બીચ એ કેરળનો એક ખૂબ જ અસામાન્ય, ન સાંભળેલો અને આકર્ષક સમુદ્રકિનારો છે જે ભારતના સુંદર સમુદ્રકિનારામાંથી એક માનવામાં આવે છે. આ સમુદ્રકિનારો શાંત બેકવોટર્સથી ઘેરાયેલું છે, જે તેની સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે. પુવર બીચ એક એવી અદ્ભુત જગ્યા છે જ્યાં પૃથ્વી, સમુદ્ર અને નદીનો સંગમ થાય છે અને આ અહીંનું કુદરતી આશ્ચર્ય છે. પૂવર બીચ પર માઈલો સુધી ફેલાયેલા સ્વચ્છ અને સોનેરી ટાપુઓ આ સ્થાનની ભવ્ય સુંદરતાને પ્રદર્શિત કરે છે જે તેને વિશ્વના સૌથી શ્રેષ્ઠ વેકેશન સ્થળોમાંનું એક બનાવે છે.
ચેરાઈ બીચ કોચી:
કેરળમાં કોચીથી લગભગ ૩૦ કિલોમીટરના અંતરે આવેલો ચેરાઇ બીચ કેરળનો એક મુખ્ય સમુદ્રકિનારો છે. ચેરાઇ બીચને મસ્તી કરવા માટે એક આદર્શ સ્થળ માનવામાં આવે છે. અહીં બાળકો માટે એક સુંદર પાર્ક, સ્પીડબોટ, વોટર સ્કૂટર ઉપલબ્ધ છે જેમાં તમે તમારા બાળકો સાથે ખૂબ આનંદ માણી શકો છો. સાથે બીચની આસપાસ રેતી ઉપરાંત હરિયાળી પણ જોવા મળે છે. આ ઉપરાંત, જો તમે માછલી પકડવાના શોખીન હોય તો ચેરાઈ બીચ પર તમે માછલી પકડવાનો આનંદ પણ લઈ શકો છો.
કોઝિકોડ બીચ:
કોઝિકોડ બીચ કોઝિકોડ શહેરની પશ્ચિમ કિનારે આવેલું છે જેને કાલિકટ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઝિકોડ બીચ એ શહેરનું મુખ્ય પ્રવાસસ્થળ છે જે તેની વિવિધ પ્રવૃત્તિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત, આ બીચ નારંગી સૂર્યાસ્તના આકર્ષક દ્રશ્યો માટે પણ એક આદર્શ સ્થળ છે. જણાવી દઈએ કે કોઝિકોડ બીચની યાત્રામાં દક્ષિણમાં બેયપોરથી ઉત્તરમાં કપ્પડ સુધીની એક લાંબી ડ્રાઈવની મજા પણ માણી શકાય છે. આ ઉપરાંત બીચ પાસે એક મોટું શોપિંગ સ્પોટ પણ છે જે ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખતા કોઝિકોડ બીચને ભારતનો મુખ્ય બીચ કહેવું ખોટું નથી.
3
મુઝપ્પિલગઢ સમુદ્રકિનારો:
કુન્નર અને થાલાસ્સરીની વચ્ચે આવેલો મુઝપ્પિલગઢ સમુદ્રકિનારો ભારતના ગણ્યાગાંઠ્યા ડ્રાઈવ ઈન સમુદ્ર કિનારાઓમાંથી એક છે, જે તેને ભારતના સૌથી પ્રખ્યાત સમુદ્ર કિનારાઓમાંથી એક બનાવે છે. કેરળનો એકમાત્ર ડ્રાઈવ ઈન સમુદ્ર કિનારો હોવાને લીધે તે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. મુઝપ્પિલગઢ બીચની યાત્રામાં ડ્રાઈવ સાથે સાથે પેરાસેલિંગ, માઇક્રોલાઇટ ફ્લાઇટ્સ, પેરાગ્લાઇડિંગ અને કેટરમેન રાઇડ જેવી પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકાય છે. આ સમુદ્ર કિનારો રોમાંચ પ્રેમી પ્રવાસીઓ અને પરિવાર સાથે પિકનિક અને બધા પ્રકારના પ્રવાસીઓ માટે કેરળનો એક આદર્શ સમુદ્ર કિનારો છે.
કર્ણાટકના મુખ્ય સમુદ્ર કિનારાઓ:
ઓમ બીચ ગોકર્ણ:
ઓમ બીચ કર્ણાટકનો એક અદભૂત સમુદ્રકિનારો છે, જે હકીકતમાં ઓમના આકાર જેવો દેખાય છે જે તેને ખૂબ જ રસપ્રદ બનાવે છે. આ સમુદ્રકિનારો રોમાન્સ ચાહનારા પ્રવાસીઓ માટે ભરપૂર રોમાંચક સ્પોર્ટ્સ એક્ટીવીટીઝ જેવીકે સ્પીડબોટ્સ, સર્ફિંગ નૌકાવિહાર પ્રદાન કરે છે. જ્યારે સૂર્યાસ્ત દરમિયાન પણ આ બીચનું દ્રશ્ય મનમોહક હોય છે,જે જોવા યોગ્ય છે. આ ઉપરાંત અહીંની અનોખી બ્લેક રોક રચનાઓ પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે.
હાફ મૂન બીચ:
હાફ મૂન બીચ ગોકર્ણમા આવેલો એક નાનો સમુદ્ર કિનારો છે, પરંતુ તેમ છતાં પણ તેને ભારતના એક મુખ્ય સમુદ્રકિનારા રૂપે માન્યતા મળી છે. તેને ઓમ બીચથી એક પથ્થરથી અલગ કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રવાસીઓ અરબ સાગરનું અદભૂત દ્રશ્ય જોઈ શકે છે. જ્યારે સમુદ્ર કિનારે આવેલી ભારતીય શૈલીની ઘણી ઝુપડીઓ આ જગ્યાને વધારે આકર્ષિત બનાવે છે, જે અહીં આવતા પ્રવાસીઓને સંપૂર્ણ પારંપારિક અને ઘરેલું અનુભવ પ્રદાન કરે છે. આ ઉપરાંત પ્રવાસીઓ અહીં બપોરે તડકાનો શેક લઈ શકે છે અને રાત્રે ઝૂલો લગાવીને આરામ પણ કરી શકે છે.
કૌપ બીચ:
કર્ણાટકના ઉડ્ડપીમા આવેલો કૌપ બીચ કર્ણાટકના સૌથી મુખ્ય સમુદ્ર કિનારાઓમાંથી એક છે. આ સમુદ્રકિનારો તેના શાંત વાતાવરણ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત, કૌપ બીચનું એક અન્ય મુખ્ય આકર્ષણ કિનારા પર આવેલું લાઈટહાઉસ છે જેને ૧૯૦૧ માં બનાવ્યું હતું. જો તમે કૌપ બીચનાં મનોહર દ્રશ્યનો આનંદ માણવા ઈચ્છતા હોય તો તમારે થોડી ફી આપીને લાઈટહાઉસ પર ચડવું જોઈએ. જ્યાંથી તમે કૌપ બીચ અને તેની આસપાસના સુંદર દ્રશ્યો જોઈ શકો છો.
ઉલ્લાલ બીચ મેંગ્લોર:
કર્ણાટકમાં મેંગ્લોરથી ફક્ત ૧૨ કિલોમીટરના અંતરે આવેલો ઉલ્લાલ બીચ કર્ણાટકનો એક મુખ્ય સમુદ્રકિનારો છે. ઉલ્લાલ બીચ તેના પ્રવાસીઓનું એક લાંબી તટરેખા અને રાજસી અરબ સાગરના મનોરમ દ્રશ્યોથી સ્વાગત કરે છે. સાથે અહી એડ્રેનાલિન ઉત્સાહીઓ માટે, કેટલીક જળ રમતોની પ્રવૃત્તિઓ છે જે ચોક્કસપણે પ્રવાસીઓને ઉત્સાહિત કરશે. જો તમે રજાઓ પર છો અથવા સમુદ્રકિનારા પાસે વિકેન્ડ વિતાવવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે સોમેશ્વરા મંદિર, સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ, ક્વીન અબ્બાકાનો કિલ્લો અને સમર સેન્ડ્સ બીચ રિસોર્ટ જેવા નજીકના આકર્ષણો પણ જોઈ શકો છો.
પાનમબૂર બીચ મેંગ્લોર:
મેંગ્લોરથી ૧૩ કિમીના અંતરે આવેલો પાનમબૂર બીચ કર્ણાટક અને ભારતના સુંદર બીચોમાંથી એક છે, જે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જણાવી દઈએ કે અહીં ઘણા કાર્નિવલ આયોજિત કરવામાં આવે છે જેમાં બોટ રેસિંગ, પતંગ ઉડાડવા અને રેતીની મૂર્તિઓ બનાવવી વગેરેનો સમાવેશ થાય છે. આ દેશનો પહેલો સમુદ્રકિનારો છે જેની સંપૂર્ણ માલિકી ખાનગી એન્ટરપ્રાઇઝની છે, એટલે કે પાનમબૂર બીચ પર્યટન વિકાસ પરિયોજના. જેની ઉત્તમ જાળવણીને લીધે પાનમબૂર બીચને ભારતના સૌથી સ્વચ્છ અને શ્રેષ્ઠ સમુદ્રકિનારા રૂપે સન્માનિત કરવામાં આવ્યો છે.
પોંડિચેરીના સુંદર સમુદ્રકિનારાઓ:
સેરેનીટી સમુદ્રકિનારો:
પોંડિચેરીના સુંદર સમુદ્ર કિનારામાંથી એક સેરેનીટી સમુદ્રકિનારો કોટ્ટાકુપ્પમમા પુદુચેરીની બહારના ભાગમાં ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે જેનું નામ સ્પા રિસોર્ટ ઈનથી મળે છે. આ બીચને મૂળ રૂપે ધંધિરયન કુપ્પમ બીચ અથવા કોટ્ટાકુપ્પમ બીચના નામે ઓળખવામાં આવે છે. આ બીચ હનીમૂન મનાવવા વાળા લોકોને ખૂબ પ્રિય છે. જો તમે સમુદ્રકિનારાની રેતી ઉપર સૂઈને શાંતિથી તડકો લેવા માંગો છો તો આ બીચ તમારા માટે સ્વર્ગ સમાન છે. આ બીચ શહેરથી ઘણો દૂર આવેલો છે, તેથી અહી સ્થાનિક યાત્રીઓની વધારે ભીડ રેહતી નથી.
પ્રોમેનેડ બીચ:
પ્રોમેનેડ બીચ પોંડિચેરી શહેરનું એક મુખ્ય પ્રવાસ સ્થળ છે જે ગોબર્ટ એવેન્યુ પર વોર મેમોરિયલથી દુપ્લેકસ પાર્ક સુધી ૧૨ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે જેને ભારતના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એકરૂપે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પ્રોમેનેડ બીચ એક પ્રખ્યાત સ્થળ છે જ્યાં લગભગ વોલીબોલ રમવા આવતા લોકોની સમુદ્ર કિનારે ઘણી ભીડ જોવા મળે છે. આ સમુદ્ર કિનારા પર પ્રવાસી સાંજના સમયે ફરવું, ચાલવા, સ્કેટિંગ, યોગા અને તરવા જેવી પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત પ્રોમેનેડ બીચની આજુબાજુ ઘણા આકર્ષક સ્થળ છે જ્યાં પ્રવાસીઓ આ બીચની યાત્રા દરમિયાન ફરવા જઈ શકે છે.
પૈરાડાઈજ બીચ:
પોંડિચેરીના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક પૈરાડાઈજ બીચ, પોંડિચેરીનું મુખ્ય આકર્ષણ છે જે શહેરની પાસે ચુન્નમબાર માં આવેલો છે. સોનેરી રેતીથી સજેલો આ કિનારો પ્રવાસીઓને ખુબ આકર્ષિત કરે છે. જ્યાં પ્રવાસી ઠંડા સમુદ્રની હવા અને સૂર્યના અદભૂત દ્રશ્યોનો આનંદ લઈ શકે છે. આ સમુદ્ર કિનારા પર ચાલવું એ પ્રવાસીઓને એક શાનદાર અનુભવ આપે છે. આ બીચની પાસે તમે ઘણા પ્રકારના પક્ષીઓ પણ જોઇ શકો છો, સાથેજ આ બીચ ફોટોગ્રાફીના શોખીન લોકોને કેટલાક શાનદાર ફોટાઓ ક્લિક કરવાનો અવસર પ્રદાન કરે છે.
ઑરોવિલે બીચ:
ઑરોવિલે બીચ ભારતના સુંદર સમુદ્ર કિનારામાંથી એક છે, જેને ઑરો બીચ પણ કેહવામાં આવે છે. આ બીચ ઑરોવિલે આશ્રમનો એક ભાગ છે જે શહેરથી લગભગ ૧૨ કિલોમીટરના અંતરે આવેલો છે. ઑરો બીચ પોંડિચેરીના સૌથી લોકપ્રિય સમુદ્ર કિનારામાંથી એક છે, જે પ્રવાસી અને સ્થાનિક લોકો બંનેને સમાન રૂપે ખૂબ આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે આશ્રમ દ્વારા ઑરોવિલે બીચને સારી રીતે જાળવવામાં આવે છે અને સુનિશ્ચિત કર્યું છે કે માનવ અતિક્રમણ ને લીધે કોઈ છેડછાડ કે ફેરફાર ન થાય.
તમિલનાડુના મુખ્ય સમુદ્ર કિનારાઓ:
મરીના બીચ:
મરીના બીચ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો બીજો સૌથી મોટો સમુદ્ર કિનારો છે જેને ભારતના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક માનવામાં આવે છે. મરીના બીચ ચેન્નનઈનું સૌથી પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે જે લગભગ ૩૦,૦૦૦ પ્રવાસીઓ સાથે ભારતનો સૌથી વધારે ગીચ સમુદ્ર કિનારો પણ છે. મરીના બીચ ભારતનો સૌથી લાંબો સમુદ્ર કિનારો છે જે ૧૩ કિલોમીટર સુધી દૂરદૂર ફેલાયેલો છે. સમુદ્ર કિનારાનું મુખ્ય રૂપ રેતાળ વિસ્તાર છે, જે મીરા- ગો- રાઉન્ડ અને સ્મૃતિ ચિન્હો વેચતી દુકાનોથી ભરેલો છે. તમે સમુદ્ર કિનારાના ફૂડ સ્ટોલ પર મળતા ખસ્તા સુંડલ અને મુરક્કુની સાથે સાંજ અને સવારનો આનંદ લઈ શકો છો.
મહાબલીપુરમ બીચ:
મહાબલીપુરમ બીચ તમિલનાડુના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક છે, જે ચેન્નનઈ શહેરથી લગભગ ૫૮ કિલોમીટરના અંતરે દક્ષિણમાં બંગાળની ખાડીના કિનારા પર આવેલો છે. મહાબલીપુરમ બીચ લગભગ ૨૦ કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો છે જે ૨૦મી સદી પછી અસ્તિત્વમાં આવ્યો હતો. આ બીચ સૂર્યપ્રકાશનો આનંદ લેવો, ડ્રાઇવિંગ, વિન્ડ સર્ફિંગ અને મોટર વોટિંગ જેવી સમુદ્રકિનારાની પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓની વચ્ચે ઘણો લોકપ્રિય છે અને દર વર્ષે હજારો પ્રવાસીઓ ઉજવણી કરે છે.
કોવલૉન્ગ બીચ:
તમિલનાડુ રાજ્યના સૌથી મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક કોવલૉન્ગ બીચ બંગાળની ખાડીના કિનારા પર કોવલૉન્ગ ગામની પાસે આવેલો છે. કોવલૉન્ગ બીચ પ્રકૃતિના સૌથી સુંદર ઉપહારમાથી એક છે જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને તેમની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. આ બીચ પર પ્રવાસીઓની સાથે ચેન્નાઈ અને મહાબલીપુરમ બંને શહેરોની ભીડ જોવા મળે છે. આ સુંદર સમુદ્ર કિનારો સર્ફિંગ, જેટ સ્કીઇંગ,બોટિંગ જેવી વિવિધ વોટર સ્પોર્ટ્સની સાથે સમુદ્ર કિનારાની આજુબાજુ માછલી પકડવા માટે પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત સમુદ્ર કિનારાના વાદળી પાણી અને ચાંદીની રેતી સ્વર્ગથી ઓછું નથી,જેને કોઈ એક વાર જોઈ લે છે તો અહીથી જવાની ઈચ્છા થતી નથી.
કન્યાકુમારી બીચ:
ભારતના સૌથી દક્ષિણ છેડા પર આવેલો કન્યાકુમારી બીચ ફરવા ઉપરાંત એક ધાર્મિક સ્થળ પણ છે. કન્યાકુમારીના સમુદ્ર કિનારે સૂર્યોદય અને સૂર્યાસ્તનો નઝારો અદભુત હોય છે જેને જોવા માટે વિશેષરૂપે ચૈત્ર પૂર્ણિમા (એપ્રિલ મહિનાની પૂર્ણિમા) પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. કન્યાકુમારી બીચ એક ચટ્ટાની સમુદ્ર કિનારો છે અને આ સમુદ્રમાં અરબસાગર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરનું પાણી મળે છે તેથી તેને ત્રિવેણી સંગમ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત વિવેકાનંદજીની વિશાળ મૂર્તિ અને રોક એન્ડ થીરુવલ્લુવર પણ આ સમુદ્ર કિનારા માટે મુખ્ય આકર્ષણ કેન્દ્રના રૂપે કામ કરી રહ્યા છે જેને તમે કન્યાકુમારી બીચની યાત્રા દરમિયાન જોઈ શકો છો.
ધનુષકોડી સમુદ્ર કિનારો:
તમિલનાડુના રામેશ્વરમમાં આવેલ ધનુષકોડીનો સમુદ્ર કિનારો દક્ષિણ ભારતના સૌથી અસામાન્ય સમુદ્ર કિનારામાંથી એક છે અને રામેશ્વરમાં ફરવા માટેના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે જે ૧૯૬૪ના ચક્રવાતમાં ખરાબ રીતે નષ્ટ થયું હતું. ધનુષકોડી સમુદ્રકિનારાની યાત્રામાં તમે ત્યાંની શાંતિ અને આનંદ લેતા શક્તિશાળી હિંદ મહાસાગરના દ્રશ્યોને જોઈ શકો છો, જે ભારતના શ્રીલંકાની નજીકનું બિંદુ પણ છે.
ઇલિયટ બીચ:
ઇલિયટ બીચ તમિલનાડુનો એક મુખ્ય સમુદ્ર કિનારો અને ચેન્નઈ શહેરનો સૌથી સુંદર સમુદ્ર કિનારો છે જે સ્થાનિક યુવાનોની વચ્ચે એક લોકપ્રિય હેંગઆઉટ સ્થળ છે. આ સમુદ્ર કિનારાને નાઈટ બીચ નામે પણ ઓળખવામાં આવે છે કેમકે યુવાન લોકો મોડીસાંજ અને રાત્રે આનંદ લેવા માટે અહીં ભેગા થાય છે. આ ઉપરાંત તે બીચ તમારા પરિવાર સાથે પણ ફરવા માટે આદર્શ સ્થળ છે જ્યાં તમે શહેરની ભીડથી દૂર લાંબા સફરનો આનંદ લઈ શકો છો. ઇલિયટ બીચની યાત્રામાં ભૂખની ચિંતા પણ કરવી નહિ કેમકે બીચની આજબાજુ ઘણા રેસ્ટોરન્ટ અને કેફે છે જે સ્વાદિષ્ટ ભોજનો રજુ કરે છે જે તમારા અનુભવને અવિસ્મરણીય બનાવશે.
મહારાષ્ટ્રના મુખ્ય સમુદ્ર કિનારાઓ:
ગણપતિપુલે સમુદ્ર કિનારો:
ગણપતિપુલે સમુદ્ર કિનારો મહારાષ્ટ્રનો એક શાનદાર અને આશ્ચર્યજનક સમુદ્ર કિનારો છે જે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં કોંકણ કિનારે આવેલો છે. ગણપતિપુલે સમુદ્ર કિનારાની તટરેખા વિભિન્ન પ્રકારની ઉત્તમ વનસ્પતિઓનું ઘર છે, જેમાં લીલા નારિયેળના ઝાડ અને મેંગ્રોવ શામેલ છે. આ સુરમ્ય સમુદ્ર કિનારો મુંબઈ અને આજુબાજુના લોકો માટે વ્યસ્ત દૈનિક જીવનથી દૂર, પરિવાર સાથે, મિત્ર સાથે અને કપલ્સને ફરવા માટેનું એક આદર્શ સ્થળ છે. પ્રવાસીઓની સાથે આ બીચ રોમાંચ પ્રેમીઓ માટે પણ મનપસંદ સ્થળ છે કેમકે આ સ્થળ ફક્ત કુદરતી દ્રશ્યો જ પ્રદાન નથી કરતી, પરંતુ અમુક ખાસ મહિનાઓમાં સાહસિક રમતોની શ્રેણી પણ પ્રદાન કરે છે.
દિવેગર બીચ:
ભારતના સૌથી સુંદર સમુદ્ર કિનારામાં એક દિવેગર બીચ મુંબઈથી લગભગ ૧૭૦ કિલોમીટરના અંતરે આવેલો છે. આ સમુદ્ર કિનારાની ખાસ વિશેષતા એ છે કે તે રાજ્યના અન્ય લોકપ્રિય સમુદ્ર કિનારાથી વિરુધ્ધ સ્વચ્છ અને સુવ્યવસ્થિત છે. આ સમુદ્ર કિનારો પાંચ કિલોમીટરની લંબાઇમાં ફેલાયેલો છે, જે તાડ, બીટલ્સ અને કૈસુરીના ના ઝાડથી ભરેલું છે. દિવેગર બીચ તેની મનમોહક સુંદરતાની સાથે વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ જેમકે પેરાસેલિંગ અને સર્ફિંગ માટે પણ પ્રખ્યાત છે જે પ્રવાસીઓ માટે તેમની યાત્રાનો એક મહત્વનો ભાગ બનેલો છે. સાથે જ પ્રવાસી દિવેગર બીચની યાત્રામાં સમુદ્ર કિનારા પર ચાલતા સૂર્યાસ્તનો અદભુત નઝારો પણ જોઈ શકે છે.
હરિહરેશ્વર બીચ:
હરિહરેશ્વર સમુદ્ર કિનારો મુંબઈથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર રાયગઢ જિલ્લામાં આવેલો છે જે મહારાષ્ટ્રના સૌથી ઓછા ગીચ સમુદ્ર કિનારામાંથી એક છે. આ સમુદ્ર કિનારો અરબ સાગર અને હરિહરેશ્વર, હર્ષિંનચલ, બ્રમ્હાદી અને પુષ્પદરી નામના ચાર પહાડોથી ઘેરાયેલું છે જે લીધે તેને ઘણીવાર દેવઘર અથવા ભગવાનનું ધર કેહવમા આવે છે. સામન્ય રીતે ભગવાન શિવને સમર્પિત મંદિર હોવાને કારણે તેને ‘ દક્ષિણ કાશી’ કેહવામાં આવે છે. આ બિચ એક સદાબહાર સ્થળ છે, એટલે અનુકૂળ હવામાનને કારણે અહી વર્ષના કોઈ પણ સમયે મુલાકાત લઈ શકાય છે.
તારકરલી સમુદ્ર કિનારો:
તારકરલી સમુદ્ર કિનારો મહારાષ્ટ્રનો એક મુખ્ય સમુદ્રકિનારો છે જે મહારાષ્ટ્રમાં સ્કુબા ડ્રાઇવિંગઅને સ્નોર્કલિંગ શિક્ષણ કેન્દ્ર છે. આ એક આકર્ષિત સમુદ્ર કિનારો છે પરંતુ તે મોટાભાગે જળ રમતોને લીધે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તારકરલી સમુદ્ર કિનારો શુરુના ઝાડથી ઘેરાયેલો છે જે તેની સુંદરતાને વધારે મનમોહક બનાવવાનું કામ કરે છે.
અલીબાગ બીચ:
અલીબાગ બીચ મહારાષ્ટ્રનો એક પ્રખ્યાત સમુદ્ર કિનારો છે જ્યાં તમે શિવાજી દ્વારા નિર્મિત સી કોર્ટ કોલાબાને જોઈ શકો છો. કાશિદ બીચ પણ આ સમુદ્ર કિનારાની પાસે આવેલો છે અને બંને સમુદ્ર કિનારા મળીને અરબ સાગરનું શાનદાર દ્રશ્ય રજૂ કરે છે. અલીબાગ બીચ મુંબઈની સૌથી પ્રિય અને વીકેન્ડ ગેટવે માંથી એક છે.
આંધ્રપ્રદેશના મુખ્ય સમુદ્ર કિનારા:
ઋષિકોંડા બીચ:
ઋષિકોંડા બીચ ભારતના સૌથી સ્વસ્થ અને સુંદર સમુદ્ર કિનારામાંથી એક છે જેને પૂર્વ કિનારાનું ઘરેણું પણ માનવામાં આવે છે. આ સમુદ્ર કિનારો વિશાખાપટ્ટનમથી ૮ કિલોમીટરના અંતરે આવેલો છે જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ઋષિકોંડા બીચ વાદળી સમુદ્ર અને લીલીછમ લીલોતરીની વચ્ચે આવેલો છે જે મંત્રમુગ્ધ કરનારી સુંદરતાનો દાવો કરે છે. આ ઉપરાંત, ઋષિકોંડા બીચ તે સમુદ્રકિનારોમાંનો એક છે જે નિષ્ણાતની દેખરેખ હેઠળ તરણ રજૂ કરે છે. પણ જો તમે એડ્રેનાલિન મૂડમાં છો, તો તમે અહીં આપવામાં આવતી વોટર સ્પોર્ટ્સ માં શામેલ થઈ શકો છો.
યારદા સમુદ્ર કિનારો:
યારદા સમુદ્ર કિનારો આંધ્ર પ્રદેશના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક છે જેના વિશે કેહવામાં આવે છે કે જો તમે વિશાખાપટ્ટનમ જાઓ અને તમે યારદા સમુદ્ર કિનારો જોયો નથી તો તેનો અર્થ છે કે તમે કઈ જોયુંજ નથી. વિશાખાપટ્ટનમમાં ફરવાના સ્થળ રૂપે પ્રખ્યાત યારદા બીચ અહી આવતા લોકો માટે ખૂબ મહત્ત્વનો છે. તો એક બાજુ બંગાળની ખાડી અને બીજી બાજુ ત્રણ શાનદાર પહાડોથી ઘેરાયેલો યારદા બીચ પર સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને એકઠા થાય છે.
રામકૃષ્ણ બીચ:
રામકૃષ્ણ બીચ વિશાખાપટ્ટનમના સૌથી લોકપ્રિય સમુદ્ર કિનારામાંથી એક છે જેને આર. કે બીચના નામે પણ ઓળખવામાં આવે છે. આ સમુદ્ર કિનારા પર તમારા પરિવાર અથવા તમારા પ્રેમી સાથે આરામદાયક અને શાંતિ ભરેલો સમય વિતાવવા માટે આદર્શ સ્થળ છે જે સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓને પણ મોટી સંખ્યામાં આકર્ષિત કરે છે. રામકૃષ્ણ બીચ તેના આજુબાજુના અલગ અલગ પ્રવાસ સ્થળથી ઘેરાયેલો છે જેના કારણે અહીંયા પણ યાત્રીઓની એક મોટી ભીડ જોવા મળે છે. પરંતુ આ બીચ પર પ્રવાસીઓને તરણ ટાળવાની સલાહ આપવામાં આવે છે કેમકે તે જોખમી છે.
ગુજરાત અને દમણના દ્વીપ સમુદ્ર કિનારાઓ:
જૈમ્પોર બીચ:
ભારતમાં જૈમ્પોર બીચ સમુદ્ર કિનારાની રજાઓ માટેનું એક સુંદર સ્થળ છે. આ સમુદ્ર કિનારો આકસ્મિક તરવૈયાઓ અને વિવિધ સાહસિક રમતો જેવી કે પેરાસેલિંગ, જેટસ્કીંગ વગેરે માટે આદર્શ સ્થળ છે જે પ્રવાસીઓની ભીડને એકઠી કરે છે. આ વિષશતાઓને જોતા તે સમુદ્ર કિનારાને દમણના સૌથી સુંદર સમુદ્ર કિનારામાંથી એક માનવામાં આવે છે. જૈમ્પોર બીચ દમણનું એક મહત્વનું આકર્ષણ છે જે મોટી દમણ જેટ્ટીથી ૫ કિલોમીટર દૂર આવેલ છે. તમને જણાવી દઈએ કે આ સમુદ્ર કિનારો તેની કાળી માટી અને પાણીના કારણે પ્રખ્યાત છે, જો તમે સમુદ્રની ઝલક મેળવવા માંગો છો કે એકલા રહેવા માંગો છો તો તમારા માટે આ સમુદ્ર કિનારો એક આદર્શ સ્થળ છે. પરફેક્ટ વિકેન્ડ બ્રેક માટે તમે તમારા પરિવાર સાથે અહી જઈ શકો છો અને એક શાંતિપૂર્ણ અને આરામદાયક દિવસનો આનંદ લઈ શકો છો.
દેવકા બીચ:
ભારતના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક દેવકા બીચ દમણનો એક પ્રખ્યાત સમુદ્ર કિનારો છે. દમણના ઘણા બીજા સમુદ્ર કિનારાની જેમ,આ પણ એક વિશાળ, સુરમ્ય અને ઘણો અલોકિક સમુદ્ર કિનારો છે. દેવકા બીચને વાદળી પાણી અને તેની સુંદરતા માટે વિશેષ રૂપે ઓળખવામાં આવે છે. જો તમે દમણની યાત્રા દરમિયાન સુંદર દ્રશ્યો જોવા ઈચ્છો છો તો દેવકા બીચની મુલાકાત જરૂર લેવી જોઈએ. જો તમને તરવાનો શોખ છે તો આ બીચ તમારા માટે તે સુવિધા પણ પૂરી પાડે છે. જો અહીંના તરંગો વધારે ઊંચા ન હોય તો તમે અહી શાંતિથી બેસીને ઘણા છીપલાં એકત્રિત કરી શકો છો. આ ઉપરાંત અહી એક વિશેષ મનોરંજન પાર્ક પણ છે, જેમાં બાળકો માટે વિશાળ ફુવારાઓ અને રમત વિભાગ છે.
માંડવી બીચ:
માંડવી બીચ ગુજરાતના મુખ્ય સમુદ્ર કિનારામાંથી એક છે જે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આવેલો છે. આ સમુદ્ર કિનારો તેના કેટલાક અવિશ્વસનીય દ્ર્શ્યો રજૂ કરે છે તેની સાથે સમુદ્ર કિનારાની શાંતિ અને સ્વચ્છતા એક એવી વસ્તુ છે જે પ્રવાસીઓને માંડવી બીચ તરફ આકર્ષિત કરે છે. માંડવી બીચ ૧૬૬૬ કિલોમીટર લાંબા ગુજરાતના કિનારાની સાથે સૌથી શ્રેષ્ઠ ડીલક્ષ કેમ્પમાંથી એક છે. પ્રવાસી માટે માંડવી બીચ એક ખુબજ શાંત સ્થળ છે.તે રુકમાવતી નદીના કિનારે આવેલ છે અને કચ્છની ખાડીમાં અરાબસાગર થી ૧ કિલોમીટર દૂર છે.
જેમકે આ સમુદ્ર કિનારો કાશી-વિશ્વનાથ મંદિરની પાસે છે, તેથી આ સમુદ્ર કિનારાને ક્યારેક કાશી-વિશ્વનાથ કિનારાના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્યને ચુંબન કરતી રેતી અને ઠંડા અને ઉકળતા પાણી, માંડવી બીચને હનીમૂન કપલ અને ફેમિલી વેકેશન માટે એક સુંદર ડેસ્ટીનેશન છે.
લક્ષદ્વીપના સુંદર ટાપુઓ:
અગત્તી આયર્લેન્ડ:
લક્ષદ્વીપના જોવાલાયક સ્થળોમાં શામેલ અગત્તી બીચ એક ખુબજ રોમાંચક સ્થળ છે, જેને કોરલ ખડકોની આહલાદક સુંદરતા માટે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. લક્ષદ્વીપ કેટલાક દ્વીપોની સરખામણીમાં નાનો હોવા છતાં પણ તે ત્યાંના સ્વચ્છ પાણી, સફેદ રેતી, સમુદ્ર કિનારા અને ઓફબીટ પ્રેમીઓ માટે ખૂબ રોમાંચક સ્થળ સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે અગત્તી દ્વીપ લગભગ ૮ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને અહી લગભગ ૮૦૦૦ થી પણ વધારે લોકો રહે છે. અગત્તી દ્વીપ પર પ્રાકૃતિક સુંદરતા, આકર્ષિત વનસ્પતિઓ અને ભૌગોલિક રચનાનો ભરપૂર ખજાનો છે.
મિનિકૉય દ્વીપ:
લક્ષદ્વીપના આકર્ષણમાં મિનિકૉય દ્વીપ એક મુખ્ય પ્રવાસ સ્થળ છે જે લક્ષદ્વીપના ૩૬ નાના દ્વીપો માંથી એક છે. તમને જણાવી દઈએ કે મિનિકૉયને સ્થાનિક ભાષામાં મલિકુ નામથી ઓળખવામાં આવે છે. મિનિકૉય આયર્લેન્ડ કોચીન સમુદ્ર કિનારાથી લગભગ ૪૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. મિનિકૉય દ્વીપ પર પરવાળાના ખડકો , આકર્ષિત સફેદ રેતી અને અરબસાગરનું સુંદર પાણી જોવાલાયક હોય છે. તમને જણાવી દઈએ કે મિનિકૉય દ્વીપ લક્ષદ્વીપનો બીજો સૌથી મોટો દ્વીપ છે. મિનિકૉય દ્વીપ પર સમુદ્ર કિનારે લક્ઝરી રિસોર્ટ પ્રવાસીઓને જોવા મળશે.
કાવારત્તી દ્વીપ:
કાવારત્તી બીચ ભારતના સૌથી સુંદર રત્નો માંથી એક છે. કાવારત્તી દ્વીપ લક્ષદ્વીપ સમૂહની રાજધાની છે જે તેના આકર્ષિત સમુદ્રી દ્વીપો, સફેદ મખમલ રેતી અને સુંદર દ્રશ્યો માટે ઓળખીતું છે. તમને જણાવી દઈએ કે કાવારત્તી દ્વીપને સ્માર્ટ શહેર રૂપે વિકસિત કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક સુંદરતાથી ભરપુર કાવારત્તી દ્વીપ ૧૨ એટોલ, પાંચ જળમગ્ન બેંક અને ત્રણ કોરલ રીફ માટે ઓળખવામાં આવે છે. કાવારત્તી દ્વીપના નારિયેળના સુંદર ઝાડ અને વોટર સ્પોર્ટ્સ પ્રવાસીઓને મોટી સંખ્યામાં અહી આવવા માટે આકર્ષિત કરે છે.
બાંગરમ દ્વીપ:
બાંગરમ દ્વીપ સમૂહ હિંદ મહાસાગરના સ્વચ્છ વાદળી પાણીમાં આવેલુંએક લોભામણું સ્થળ છે જે તેના પ્રાચીન પરવાળાના ખડકો અને સમુદ્રી કિનારા માટે ઓળખવામાં આવે છે. બાંગરમ દ્વીપ પર પ્રવાસીઓ સુંદર માછલીઓ સાથે તરવું, ડોલ્ફિનની ચકાસણી, પાણી સંબંધિત પ્રવૃત્તિઓ, સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ લઈ શકો છો.
ઓડિસાના મુખ્ય સમુદ્ર કિનારાઓ:
પૂરી બીચ:
પૂરી બીચને ભારતના સૌથી સુંદર સમુદ્ર કિનારામા ગણવામાં આવે છે. પિકનિક અને ફરવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આ એક આદર્શ સ્થળ છે, આ સ્થળને હનીમુન મનાવવા આવતા લોકો માટે પણ પસંદગીના સ્થળોમાંથી એક માનવામાં આવે છે. બંગાળની ખાડીમાં આવેલ, પુરીના સમુદ્ર કિનારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સુંદર નઝારા જોવા મળે છે. અહીં જઈને તમે પવિત્ર ડૂબકી લગાવી શકો છો અથવા સમુદ્રમાં તરી શકો છો, રેતાળ સમુદ્રતટ પર ચાલી શકો છો અથવા કોઈ બીજી પ્રવૃત્તિનો આનંદ ઉઠાવી શકો છો, અને સમુદ્ર કિનારાની સુંદરતાનો આનંદ પણ લઈ શકો છો.
ચંદ્રભાગા સમુદ્ર કિનારો:
ઓડિસાના કોણાર્કમાં સૂર્યમંદિરથી ૩ કિલોમીટર પૂર્વમાં આવેલ ચંદ્રભાગા સમુદ્ર કિનારો ભારતના એક મુખ્ય સમુદ્ર કિનારો માનવામાં આવે છે. આ સમુદ્ર કિનારા પર ચંદ્રભાગા નદી સમુદ્રને મળે છે તમને જણાવી દઈએ કે ચંદ્રભાગા સમુદ્ર કિનારો દેશના સૌથી સુંદર અને પ્રદુષણમુક્ત કિનારા માંથી એક છે. જેને તેના નિર્મળ સ્વચ્છ કિનારાઓ અને સ્વચ્છ પાણીને લીધી ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગથી સન્માનિત કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ચંદ્રભાગા બીચ ઊંચા ઝાડ અને સોનેરી રેતીના વિશાળ વિસ્તાર સાથે સાંસ્કૃતિક અને ઐતહાસિક મહત્વ પણ ધરાવે છે. અહી ઘણા સાંસ્કૃતિક ઉત્સવ અને ધાર્મિક મેળાનું આયોજન હંમેશા કરવામાં આવે છે જે ઘણા બધા તીર્થયાત્રીઓ અને ભક્તોને સમુદ્ર કિનારા તરફ આકર્ષિત કરે છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team