વરસાદની ઋતુમાં વાળની સંભાળ રાખવા માટે નિષ્ણાંત સ્વાતિ બાથવાલની આ ટીપ્સ વાંચો.
લાંબા સમય પછી હવામાન થોડું હળવું થયું છે, કારણ કે હવે ઉનાળાની ઋતુ પછી વરસાદની મોસમ આવી ગઈ છે. જો કે આ હવામાન ખૂબ જ સુખદ છે, પરંતુ તે તેની સાથે પ્રદૂષણ અને ભેજ પણ લાવે છે. તેની અસર ત્વચા અને વાળ પર પણ પડે છે. તેથી જ આ મોસમમાં તે ખૂબ મહત્વનું છે કે તમે તમારા વાળ અને ત્વચાની વધારે કાળજી લેશો.
વરસાદની ઋતુમાં વાળ અને ત્વચાને અસરથી બચવા માટે, તેમને માત્ર સુંદરતાની સારવારની જ જરૂર હોતી નથી, પરંતુ તમારે તમારા આહારમાં પણ નાના ફેરફાર કરવાજ જોઇએ. ખાસ કરીને જો તમે લગ્ન કરવા જઇ રહ્યા છો, તો તમારે વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે વરસાદના પાણીમાં એસિડ ગુણધર્મો હોય છે, જે તમને નુકસાન પહોંચાડે છે.
આહારમાં કોલેજન સમૃદ્ધ ખોરાક શામેલ કરો
કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે. તે કેરાટિન બનાવવા માટે મદદ કરે છે. વાળની વૃદ્ધિ અને આરોગ્ય બંને માટે કેરાટિન ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે.કોલેજનનું ઉત્પાદન ત્વચાને મુક્ત રેડિકલની અસરોથી સુરક્ષિત કરે છે. આ રીતે, કોલેજન વાળ અને ત્વચા બંને માટે એક મહત્વપૂર્ણ એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. તેથી, તમારે તમારા આહારમાં ચિકન સૂપ, ચિકન લેગપીસ, ઇંડા અને વિટામિન-સીવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
તેલ માલિશ
આહારમાં પરિવર્તનની સાથે વાળમાં તેલની માલિશ કરો. તમે આ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. ખરેખર, આ સીઝનમાં ડેંડ્રફની સમસ્યા વધુ થાય છે, પરંતુ જો તમે અઠવાડિયામાં એક વાર વાળમાં તેલ લગાવો તો તમને ઘણો ફાયદો થશે. તેલમાં તમે મેથીના દાણાની પેસ્ટ પણ ઉમેરી શકો છો,આ મિશ્રણ તમારી ખોપરી ઉપરની ચામડીના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે.
પ્રોટીન સમૃદ્ધ ભોજન
તમારે તમારા આહારમાં ચણા, રાજમા અને કઠોળનો પણ સમાવેશ કરવો જોઈએ. તે બધામાં પ્રોટીન, આયર્ન અને જસત હોય છે. વાળના વિકાસ માટે આ બધા પોષક તત્વો જરૂરી છે. તે તમારા વાળ મજબૂત બનાવે છે. તમે પાલકને તમારા ભોજનનો ભાગ પણ બનાવી શકો છો. આ માટે પાલખની દાળને અથવા ચણાને લીંબુનો રસ અને કોથમીર મિક્સ કરીને ખાઓ.તેનો તમારે તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ચોમાસા માટે વાળનો માસ્ક
વાળની વધારાની સંભાળ રાખવા માટે તમે આ વાળનો માસ્ક પણ લાગાવી શકો છો
સામગ્રી
- 2 ચમચી મધ
- 1 કેળુ
રીત
- કેળાને સારી રીતે મેશ કરી તેમાં મધ નાખો. તેને વાળ માં 30 મિનિટ લગાવ્યા પછી વાળ શેમ્પુ કરો. આ હેર માસ્કને અઠવાડિયામાં એકવાર લગાવવાથી વાળ ખરવાની ની સમસ્યા દૂર થાય છે.
- જો તમારા વાળ ખૂબ જ પાતળા અને ખરતા હોય તો તમારે વાળમાં ડુંગળીનો રસ લગાવવો જોઈએ. ડુંગળીનો રસ સલ્ફરથી ભરપુર હોય છે, તેનાથી વાળ ખરતા ઓછા થાય છે.
- જ્યારે પણ તમે શેમ્પૂથી તમારા વાળ ધોવો ત્યારે કન્ડિશનરનો ઉપયોગ કરો. વાળના મૂળમાં કન્ડિશનર ક્યારેય ન લગાવો અને તેને બે મિનિટ માટે રહેવા દો,ત્યારબાદ વાળને પાણીથી ધોઈ નાખો.
હલીમ બીજ અને ચિયા બીજ
હલીમ બીજ અને ચિયાના બીજ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આ બંનેમાં ઓમેગા -3 નો સારી માત્રા મળી આવે છે. તમે તેને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. તેનાથી તમારા વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.
વાળમાં કાંસકો કેવી રીતે ફેરવશો
ભીના વાળમાં ક્યારેય કાંસકો ન કરો. જો વાળ ગુંચવાયા છે, તો તેને તમારી આંગળીઓની સહાયથી ગૂંચ કાઢો.જો વરસાદમાં વાળ ભીના થઈ ગયા હોય, તો પછી તેને સામાન્ય પાણીથી સાફ કરો અને પછી તેને સૂકવી લો અને તેને કાંસકો કરો.
આ ટીપ પણ અજમાવો
વાળ માટે વિટામિન-ડી પણ ખૂબ મહત્વનું છે. સામાન્ય રીતે લોકોના શરીરમાં એક ઉણપ હોય છે, જે તમે સપ્લિમેન્ટ લઈને કરી શકો છો. તમારે દરરોજ વિટામિન-ડી ધરાવતા સપ્લિમેન્ટ ના 1000 iu ની માત્રા લેવા જોઈએ, અથવા તમારે અઠવાડિયામાં એકવાર વિટામિન-ડીના 60,000 iu લેવા જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team