દેશ કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, જેનાથી લાખો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કરોડો સંક્રમિત થઈ ચૂક્યા છે. શહેર પછી મહામારી ગામડાઓમાં ફેલાવાની દહેશતનો માહોલ છે, પરંતુ હિવરે બજારમાં કોવિડનો એક પણ દર્દી નથી. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું આ ગામ કોરોના મહામારીથી મુક્ત થઈ ગયું છે. આ કમાલ પદ્મશ્રી પોપટરાવ પવારની આગેવાની હેઠળ થઈ,જે ૧૯૯૦ થી ગામના સરપંચ છે.
બીજાઓ માટે ઉદાહરણ બનો:
કોરોના વાયરસને રોકવાની પોપટરાવની પદ્ધતિઓની રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. બીજા ગામ પણ તેનાથી શીખી શકે, તેની વ્યવસ્થા કરાવી રહ્યા છે. તેથી અહમદનગર જિલ્લાના કલેક્ટર અને વિશેષ કારોબારી અધિકારી (એસઈઓ) એ તેને ૧૩૦૦ ગામના સરપંચને સંબોધિત કરી અને તેની મદદ કરવાનું આમંત્રણ આપ્યું જેથી તે બધા પોપટરાવની પદ્ધતિ અપનાવીને પોત-પોતાના ગામને મહામારીથી મુક્ત કરી શકે. પવારના હીવરે બજારમાં આ કમાલ કેવી રીતે કર્યો? તેના વિશે તે જણાવે છે, ‘માર્ચ મહિનામાં ગામના એક વ્યક્તિમાં કોવીડના લક્ષણો દેખાયા તો તેને તરત બાજુના ટ્રેનિંગ સ્કૂલમાં કવોરન્ટાઈન કરવામાં આવ્યો. તેના સંપર્કમાં આ દરમિયાન જેટલા પણ લોકો આવ્યા હતા તેને પણ અલગ કરી દીધા હતા. તે બધાનો આરટી પીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યા. જ્યાં સુધી તેના રિપોર્ટ આવે, અમે રેપિડ અંટીજેન ટેસ્ટ કરાવ્યા જેથી તેના બીમાર હોવાની કે ન હોવાની જાણ થઈ શકે.
આ પેહલી વાર નથી, જ્યારે પવારે ગામના લાભ માટે અગમચેતી દર્શાવી હોય. હિવરે બજાર દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હતો, જેને પાણી સંરક્ષણ અને ખેતીના કામની પદ્ધતિમાં ફેરફાર કરીને તેને લીલુંછમ બનાવી દીધું. મહામારીના વિષય પર પાછા ફરતા પવારે ગર્વથી જણાવ્યું, માર્ચથી એપ્રિલની વચ્ચે એક સમયે ગામમાં કોવિડના 52 દર્દી થઈ ગયા હતા. તેના રિપોર્ટ કરાવ્યા પછી એક ડૉક્ટરની મદદથી અમે તરત સારવાર શરૂ કરી દીધી. તેમાંથી ચાર લોકોને વેન્ટિલેટરની જરૂર પડી તો તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. દુર્ભાગ્યવશ તેમાંથી એક વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયા, પરંતુ સારી વાત એ છે કે આજે આખુ ગામ કોવિડથી મુક્ત છે.’
હિવરે બજારની ખાસિયત એ છે કે અહી રહેનારા લોકો સામજિક અંતરનું પાલન કરે છે. ગ્રામ પંચાયતમાંથી મળેલ સેનેટાઈઝરનો દરેક ઘરમાં ઉપયોગ થાય છે. લોકો માસ્ક પેહરે છે. ત્યારબાદ પણ ચાર ટીમ બજારમાં નજર રાખતી હતી કે ત્યાં કોઈ કોવીડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા નથી. પવારે જણાવ્યું, ‘અમે ખાસ કરીને કાંદા, બટેકા અને મોસમી શાકભાજી ઉગાવીએ છીએ. ગામના લોકોને શેરડી, દ્રાક્ષ અને અનાનસની ખેતી કરવાની પણ મંજૂરી નથી કેમકે તેના માટે ઘણી સિંચાઈ ની જરૂર પડે છે, જોકે ગામનું ધ્યાન ભૂજલ સ્તરના સંરક્ષણ પર છે.’
પવારે જણાવ્યું કે કાંદાની ખેતીને કારણે મરાઠવાડા અને કોંકણથી ઘણા મજુર અમારા ગામમાં કામ કરવા આવે છે. અમે તેમને ખેતરમાં બનેલા શેડમાં રેહવાનું કહ્યું. ગામ વાળાને સમજાયું કે ખેતરમાં કામ કરતી વખતે આ મજૂરથી સામાજિક અંતર રાખવાનું છે. સાવધાની અહીં સુધી જ પૂરતી નથી. દર અઠવાડિયે ગ્રામ પંચાયતના કર્મચારી અને વોલન્ટિયર્ચ ગામ વાળાનું તાપમાન અને ઓક્સિજન લેવલ માપે છે. હિવરે બજારથી જે લોકો બીજા ગામમાં જાય છે, તેને પાછા આવતી વખતે પોતાને સેનેટાઈઝર કરવા અને પરિવારથી અલગ રહેવાની સલાહ આપવામાં આવે છે. પવારનો પુત્ર પ્રસન્ના કહે છે કે આ ઉપાયોનો ફાયદો થયો છે. કેમકે ગામલોકો સહયોગ આપી રહ્યા છે. અત્યાર સુધી હિવરે બજારના ૨૦૦ સિનિયર સિટીઝનનું રસીકરણ પણ થઈ ચૂક્યું છે. ૧૬૦૦ ની વસ્તીના પ્રમાણે આ સારી સંખ્યા છે.
સારૂ નેતૃત્વ શું કરી શકે છે, પવાર અને હિવરે બજાર તેનું ઉદાહરણ છે. ૧૯૯૦ માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પવાર ગામના સરપંચ બન્યા. ત્યારબાદથી અહીં ઘણા ડેમ અને સ્વચ્છ પાણી જમા કરવાના ટાંકા બની ચૂક્યા છે. ત્યારબાદ પવાર સતત સરપંચની ચૂંટણીઓ જીતતા આવે છે. તેણે જણાવ્યું કે ૧૯૯૦થી જ ગામના લોકો તેના દરેક પ્રયત્ન અને યોજનામાં સાથ આપતા આવ્યા છે. ગામ લોકોએ ફક્ત રોપા જ નથી રોપ્યા, તેમણે ડેમ બનાવ્યા, પરિવાર નિયોજન પર ધ્યાન આપ્યું. અંડર ગ્રાઉન્ડ ગટરની પાઇપલાઇન નાખી, સ્વચ્છ પાણી અને સ્ટ્રીટ લાઈટ લગાવવાની યોજનામાં સાથ આપ્યો અને જાહેરમાં શૌચ પર પ્રતિબંધ લગાવ્યો. આ પ્રયત્નોથી ગામ લોકોની આવક વધી, તો પેહલા જે લોકો હિવરે બજાર છોડીને રોજગારની તકમાં મુંબઈ અને પૂણે ચાલ્યા ગયા હતા, તે પાછા આવ્યા. આ બધા કાર્યો બદલ પવારને પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવ્યા.
પરીક્ષાનું પરિણામ આવવાની રાહ નથી:
અહમદનગર જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્ર ક્ષીરસાગર એ હિવરે બજારની પ્રશંસા કરતા જણાવ્યું, ‘સરકાર અને આરોગ્ય કર્મચારીઓએ ગ્રામજનોને અપાયેલી માર્ગદર્શિકાનો અમલ કર્યો હતો. તેના લીધે આજે ત્યાં કોવિડનો એક પણ દર્દી નથી. ગ્રામીણ વિસ્તારોમાં ઘણીવાર લોકો માસ્કને બદલે મોં અને નાકને ઢાંકવા માટે રૂમાલનો વારંવાર ઉપયોગ કરે છે, પરંતુ હિવરે બજારમાં દરેક લોકો માસ્કનો ઉપયોગ કરે છે. તેઓ સામાજિક અંતરને અનુસરે છે અને સૌથી મોટી બાબત એ છે કે કોવિડના લક્ષણો દેખાતાની સાથે જ તેઓ પરીક્ષણનાં પરિણામો આવવાની રાહ જોયા વગર તે વ્યક્તિને અલગ રહેવાની વ્યવસ્થા કરે છે. જે લોકો તેના સંપર્કમાં આવે છે તેઓને પણ અલગ રહેવાનું કહેવામાં આવે છે, જેથી વાયરસ વધુ ફેલાય નહીં.’
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team