જાણો કેવી રીતે સરસવના તેલ સાથે જોડાયેલો આ ઉપાય વાળને ખરતા ઓછા કરી શકે છે

સરસવના તેલ સાથે આ બે વસ્તુઓ ભેળવીને વાળમાં લગાવવાથી તમારા વાળનું ખરવું ઓછું થઈ શકે છે અને તમને આ હેર કેર રૂટિન ને ફોલો કરવામાં વધારે સમય પણ નહીં લાગે.

Image Source

વાળની સુંદરતા માટે સરસવનું તેલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. સરસવનું તેલ સૌથી સરળતાથી મળી આવતું એક બહુ ઉપયોગી તેલ છે જેને આપણી શિયાળા અને ઉનાળા જેવી બધી જ ઋતુમાં ઉપયોગ કરી શકીએ છીએ. વાળનું ખરવું એક એવી સમસ્યા છે જે ઘણા લોકો માટે પીડાદાયક છે. વાળની સંભાળ રાખવા માટે તમે કેટલીક રીતો અજમાવી હશે અને બની શકે કે સરસવનું તેલ ગરમ કરીને તમે તમારા વાળમાં લગાવતા પણ હોય, પરંતુ તેમ છતાં પણ તેની કોઈ ખાસ અસર થતી નથી.

તે સાચું છે કે સરસવનું તેલ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે આ સરસવના તેલ સાથે કેટલીક વસ્તુઓને મિક્સ કરીને અને તેને તમારા ખોપરી ઉપરની ચામડી પર લગાવવાથી વાળને જરૂરી પ્રોટીન મળે છે, જેના વગર તે ફ્રીઝી અને શુષ્ક બને છે. . જો તમને ખોડો અને વાળ ખરવાની સમસ્યા છે, તો તમારે સરસવના તેલ સાથે બે વસ્તુ મિક્સ કરી વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવી જોઈએ.

સરસવના તેલ સાથે જોડાયેલો ઉપાય જે ખરતા વાળમાં મદદ કરી શકે છે.

Image Source

સરસવનું તેલ લગાવવાનું છે એ આપણને ખબર છે, પરંતુ તેને કેવી રીતે તમારા વાળમાં લગાવવાનું છે તે ખૂબ જ જરૂરી સવાલ છે. સરસવનું તેલ વાળના મૂળને મજબૂત બનાવી શકે છે, જો તેને યોગ્ય રીતે અને યોગ્ય વસ્તુઓ સાથે ભેળવીને લગાવવામાં આવે. જે ઉપાયો અમે બતાવવા જઈ રહ્યા છીએ તેમાં મેથીના દાણાનો પાવડર અને આમળા પાવડરનો ઉપયોગ કરવામાં આવશે.

શું કરવું?:

અડધી વાટકી સરસવના તેલને કડાઈમાં થોડું ગરમ કરો. તેને વધારે ગરમ કરવાનું નથી પરંતુ હૂંફાળું ગરમ કરવાનું છે. ત્યારબાદ તેમાં એક ચમચી મેથી પાવડર અને એક ચમચી આમળા પાવડર નાખવાનો છે. આ બન્ને વસ્તુઓને સરખી રીતે મિક્સ કરવાની છે.

સંગ્રહ કેવી રીતે કરવું:

આ તેલને તમે ગાળી લો અને એક કાચની બોટલમાં સ્ટોર કરી લો. ધ્યાન રાખવું કે કાચની બોટલમાં ભેજ ન હોવો જોઈએ.તમે પહેલા કાચની બોટલને સરખી રીતે ટિસ્યુ થી લુછી લો અને ત્યારબાદ તેમાં તેલ ભરો.

લગાવવાની રીત:

આ તેલને તમારા માથાના ખોપરી ની ચામડી પર અને વાળની લંબાઈ ઉપર લગાવવાનું છે. તમે જ્યારે પણ તેને લગાવવાથી છો ત્યારે થોડું ગરમ કરી લો જેથી તેના દ્વારા હોટ ઓઈલ થેરાપી થાય અને પછી તમારા વાળ પર તેને લગાવવું.

ખોપરી ઉપરની ચામડી પર તેલ લગાવવાની બીજી રીત:

તમે ઈચ્છો તો ખોપરી ઉપરની સાંભળી પર તેલ રૂની મદદથી પણ લગાવી શકો છો. જો તમારા વાળના મૂળ ખૂબ નબળા હોય અને ચંપી બિલકુલ અનુકુળ નથી તો રૂને આ તેલમાં ડુબાડીને તેને તમારા ખોપરી ઉપરની ચામડી પર લગાવો. જ્યારે તમે તેનો ઉપયોગ કરવા લાગશો.

સરસવના તેલમાં ખૂબ સારી માત્રામાં ઓમેગા ફેટી એસિડ મળી આવે છે જે વાળને મજબૂત બનાવે છે. તમે દર અઠવાડિયે બે વાર લગાવી શકો છો અને તમને જણાશે કે ચાર અઠવાડિયાની અંદર વાળનું ખરવું ઓછું થઈ જશે.

વાળ માટે કેમ ફાયદાકારક છે મેથી દાણા પાવડર?

  • તેમાં નિકોટિનિક એસિડ હોય છે જે ખરતા વાળ ને ઓછા કરે છે.
  • તેમાં ભરપૂર પોટેશિયમ હોય છે જે વાળને આ જરૂરી ખનીજની ઉણપ થવા દેતું નથી.
  • તેમાં વિટામિન એ, કે, સી, ફોલિક એસિડ જેવા તત્વો હોય છે, જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે.

વાળ માટે કેમ ફાયદાકારક છે આમળા પાવડર?

  • તેમાં વિટામિન સી હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે.
  • તેમાં રહેલું વિટામિન ઈ વાળના હેર ફોલિકલ ને મજબૂત બનાવે છે.
  • તે અકાળે વાળ સફેદ થવાથી બચાવે છે અને વાળ ખરતા અટકાવે છે.

વાળ ખરતા અટકાવવા માટેના કેટલાક ઉપાયો:

Image Source

  1. તમારા વાળને ચુસ્ત રીતે બાંધવા નહીં, ચુસ્ત રીતે બાંધીને ચોટી લેવી, ક્લચર લગાવવું, વાળને ઓળવા વગેરે થી વાળ ખરવાની સમસ્યા વધારે થઈ શકે છે. તેનાથી વાળના મૂળ નબળા પડી જાય છે.
  2. તમારે સંતુલિત આહાર લેવો પડશે જેમાં આયર્ન, પ્રોટીન વગેરે હોવું જોઈએ.
  3. તમારા વાળમાં સ્ટાઇલીશ ટૂલ્સનો ભાગ્યે જ ઉપયોગ કરવો કારણ કે આ વાળના મૂળને પણ નબળા બનાવશે.
  4. વાળ માટે સલ્ફેટ વગરનું શેમ્પૂ લગાવવાનો પ્રયત્ન કરો.
  5. આવી જ રીતે DIY હેક્સની પસંદગી કરો જે તમને અનુકૂળ હોય. એવું જરૂરી નથી કે કોઈ એકને કોઈ હેક્સ અનુકૂળ આવે તો બીજા વ્યક્તિને પણ તેજ હેક્સ અનુકૂળ આવશે.

તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જો તમને ખૂબ વધારે મુશ્કેલી પડી રહી હોય તો તમારા ત્વચારોગના નિષ્ણાત સાથે વાત કરો. જો આનુવંશિકતા વાળ ખરવાની સમસ્યા છે, કોઈ દવા ની પ્રતિક્રિયા છે, કોઈ બીમારીને લીધે વાળ ખરતા હોય તો આ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટર સાથે વાત જરૂર કરી લો.જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને શેર જરૂર કરો. આવી જ બીજા પ્રકારની વાર્તા વાંચવા માટે જોડાયેલા રહો ફક્ત ગુજરાતી સાથે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો “ફકત ગુજરાતી” સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment