જાણો કેવી રીતે તમારા બાળકો માટે સ્માર્ટફોન નુકશાનકારક છે.

Image source

હંમેશા જોવામાં આવ્યું છે કે નાની ઉંમરના બાળકોના મનોરંજન માટે માતા પિતા તેને સ્માર્ટફોન રમવા માટે આપી દે છે. જો તમારી સાથે પણ આવુજ છે તો સાવચેત થઈ જાઓ કેમકે આમ કરવું તમારા બાળકોના સ્વાસ્થય માટે ખુબજ વધારે નુકશાનકારક છે. સંશોધન થી પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે બાળકોને સ્માર્ટફોન નો વધારે ઉપયોગ કરવા આપવો એટલો જ જોખમી છે જેટલા ડ્રગસ જેવા નશીલા પદાર્થો નું સેવન કરવું.

બાળકો પર સ્માર્ટફોનની નુકશાનકારક અસર

કેન્સરનું જોખમ –

Image source

બાળકોની ત્વચા, હાડકા , ખોપરીના હાડકા, ટિશ્યુ વગેરે કોમળ હોય છે એટલા માટે મોબાઇલ થી નીકળતી રેડિયો ફિકવેનસી બાળકોમાં …… ૬૦ ટકા વધારે અસર કરે છે. એવામાં તેમના ઝડપથી વિકસી રહેલા સ્નાયુ તંત્ર કેન્સર ઉત્પન્ન કરનારા કારકો માટે ઉપયોગી માહોલ બનાવી દે છે.

મગજની ક્ષમતા –

Image source

વૈજ્ઞાનિકો એ શોધી કાઢ્યું છે કે ફકત બે મિનિટ મોબાઇલ ફોન પર વાત કરવાથી બાળકોના મગજની નિર્ણય લેવાની ક્ષમતા એક કલાક સુધી ઠંડી પડી જાય છે. મોબાઈલ થી નીકળતી રેડિયો તરંગો ફકત કાનની પાસે જ નહિ પરંતુ મગજના અંદરના ભાગ સુધી અસર કરે છે. મગજની આ ગડબડ બાળકોની સાંભળવાની ક્ષમતા ની સાથે સાથે બાળકોના વ્યવહારમાં અસામાન્ય ફેરફારો કરી શકે છે. તેનાથી બાળકોની શીખવાની ક્ષમતા પર અસર પડે છે.

અન્ય રોગો –

Image source

સ્માર્ટફોન થી નીકળતા નુકશાનકારક કિરણો નાના બાળકોમાં માથાનો દુખાવો અને બીજા પ્રકારની મગજની સમસ્યાઓ માટે જવાબદાર છે. સ્માર્ટફોન નો વધારે ઉપયોગ કરવાથી બાળકોમાં અનિદ્રા ની સમસ્યા ઉત્પન્ન થાય છે.

શારીરિક વિકાસમાં અવરોધ –

Image source

સંશોધનમાં આ વાત પણ સામે આવી છે કે ફોનનો વધારે ઉપયોગ કરવાથી બાળકોની શારીરિક પ્રવૃતિઓમાં ઓછું ધ્યાન રહે છે જેના કારણે તેનો શારીરિક વિકાસ પૂર્ણ રીતે નથી થતો. તેના કારણે બાળકોમાં મોટાપણા ની સમસ્યા પણ થઈ શકે છે.

ડિપ્રેશન અને ભણવામાં નબળા –

Image source

સંશોધનમાં જોવા મળ્યું છે જે બાળકો સ્માર્ટફોન સાથે રમે છે તે તેમના માતા પિતા, પરિવારના સભ્યો સાથે કે તેમના સંબંધીઓ સાથે ખુબજ ઓછી વાત કરે છે અથવા ઓછો સમય વિતાવે છે. તેનાથી તેનામા સામાજિક અને વ્યાવહારિક જ્ઞાન ઓછુ રહી જાય અને આગળ ચાલતા તે એકલતા અને ડિપ્રેશન ના શિકાર બની જાય છે. ફોન પર વધારે સમય વિતાવવાને કારણે તે ભણવામાં પણ પાછળ રહે છે.

આંખો પર અસર –

Image source

સ્માર્ટફોન ની રંગીન અને વધારે રોશની વાળી સ્ક્રીન બાળકોની આંખો પર ઘણી ખરાબ અસર પાડે છે. તેના લીધે ભવિષ્યમાં તેને આંખોને લગતા ગંભીર રોગો, ત્યાં સુધી કે આંધળા પણા નો શિકાર પણ થઈ શકે છે.

મોબાઈલ ફોનની અસર તો સામાન્ય વ્યક્તિ પર પણ તેમજ અસર પડે છે જેમ એક બાળક પર પડે છે, પરંતુ બાળકોમાં આ અસર એક પુખ્ત વ્યક્તિ કરતા વધારે અસરકારક અને હાનિકારક હોય છે. તેથી સ્માર્ટફોન વપરાશકર્તાઓને વિનંતી છે કે સ્માર્ટફોન નો ઓછો ઉપયોગ કરો અને બાળકોને પણ તેનાથી દૂર રાખો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment