રૂજુતા દિવેકર એક જાણીતા સેલિબ્રિટી ડાયટિશિયન છે. સેલિબ્રિટીના ફીટ રેહવા અને દેખાવથી લઈને તેમને શું ખાવું જોઈએ, કઈ ડાઈટ નુ પાલન કરવું જેવી બધી બાબતોનું તે ધ્યાન રાખે છે. તો આજે આ પોસ્ટ મા જાણો કે તમારે તમારા બાળકોને શું ખવડાવવું જોઈએ? સેલિબ્રિટી ડાયટિશિયન જણાવે છે કે કેવી રીતે રાખવુ તમારા બાળકોના પોષણની ધ્યાન. તો ચાલો જાણીએ.
સેલિબ્રિટી ડાયટિશિયન રૂજુતા દિવેકર ઘણી બોલિવૂડ સ્ટાર્સ નું વજન ઘટાડ્યુ છે. ફિટ રહેવા માટે લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો પણ કરે છે, પરંતુ આ વખતે રૂજુતાએ વડીલો કે મોટાઓ ને નહીં પરંતુ બાળકો અને કિશોરો ને સ્વસ્થ રાખવા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. જો તમારા બાળકો પણ વધતી ઉંમર મા છે તો તમારે હવેથી તેમના ખોરાક ની કાળજી લેવી પડશે, કારણ કે આ સમય મા સેવન કરેલો ખોરાક તેમને ભવિષ્ય માટે મજબૂત બનાવશે. તો ચાલો જાણીએ બાળકોના સ્વાસ્થ્ય માટે રૂજુતા માતા-પિતા ને શું ટિપ્સ આપી રહી છે.
૧. એક ફળ દરરોજ ખવડાવો:
બાળકોને સવારે નાસ્તામા અથવા દિવસ દરમિયાન કોઈપણ સમયે તાજુ ફળ આપવું જોઈએ. જો તમારું બાળક ફળ ખાવા માટે અચકાતું હોય, તો તેને મિલ્કશેક અથવા તો જ્યુસ આપો. ફળોમાં વિવિધ વિટામિન અને પોષક તત્વો હોય છે કે જે તેમના વિકાસ માટે જરૂરી છે. ફળો ખાવાથી પાચનતંત્ર પણ યોગ્ય છે.
૨. બપોરના ભોજન માટે સંપૂર્ણ આહાર આપો:
બાળકોને બપોરના ભોજનમા દાળ, ભાત, રાજમા અને ચણા જેવી વસ્તુઓ ખવડાવો. તેમને ઘરે બનાવેલ છાશ આપો. આ પ્રકારના ખોરાકમાં ખનિજો, પ્રો અને પ્રી બાયોટીક, એમિનો એસિડ્સ ભરપૂર માત્રા મા હોય છે અને બાળકો તેને સરળતાથી પચાવી શકે છે. દહીંમાં કાળા કિસમિસ નાખીને આપવું પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન બી -૧૨ અને આયર્ન હોય છે જે હોર્મોન્સને સંતુલિત રાખે છે અને થાક લાગવા દેતો નથી.
૩. પેકેજ્ડ ફૂડ ન આપો:
ફેન્સી પેકિંગ માં ઉપલબ્ધ પ્રોસેસ્ડ ફૂડ મારું જીવન સરળ બનાવી શકે છે, પરંતુ તેમાં મળતું પ્રિઝર્વેટિવ્સ તમારા બાળક નું સ્વાસ્થ્ય બગાડી શકે છે. કોઈપણ ખાદ્ય પદાર્થ ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તે તાજી અને રસાયણો થી મુક્ત હોય.
૪. ગોળ-ઘી સાથે રોટલી ખવડાવો:
બાળકોને દિવસમાં એકવાર રોટલી અથવા ભાખરી સાથે ગોળ અને ઘી ખવડાવો. તેમાં પણ જ્યારે મૌસમ બદલાય છે ત્યારે તેને આ જરૂર થી ખવડાવવી જોઈએ કારણ કે તે તમારા બાળકોને ઋતુજન્ય ચેપથી બચાવે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવશે.
૫. સ્ટીલ ના ડબ્બા નો ઉપયોગ કરો:
પ્લાસ્ટિકના ટિફિન અથવા બોટલ જોવામા ભલે આકર્ષિત લાગે પણ પ્લાસ્ટિકમા હાજર એસ્ટ્રોજેનિક રસાયણો હોર્મોન્સને ખલેલ પહોંચાડે છે. તેથી, બાળકોને પ્લાસ્ટિક ના લંચ બોક્ષ ને બદલે સ્ટીલના કન્ટેનરમાં ખાદ્ય વસ્તુઓ આપો. બજારમાંથી ફળો અને શાકભાજી પ્લાસ્ટિકની થેલીમાં લાવવાને બદલે કાપડની થેલીમાં લાવવાનો આગ્રહ રાખો.
તેમને રમતો રમવાથી ન રોકો:
બાળકોને હંમેશાં મોબાઇલ અથવા ટીવી પર ઘરે વ્યસ્ત ન રાખવા. તેમને બહાર જવા અને રમવા માટે પ્રોત્સાહિત કરો. આનાથી તેમની શારીરિક ગતિ વધશે જે તેમના શરીરના હાડકાં, માંસપેશીઓ અને સ્નાયુઓને મજબૂત બનાવશે. જન્મદિવસ અથવા વિશેષ દિવસોમા કોઈ રેસ્ટોરન્ટમાજમવા જવાને બદલે, મિત્રો સાથે પિકનિક પર લઈ જાઓ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team