આજે અમે તમને મહારાષ્ટ્રમાં આવેલ વિજયદુર્ગ કિલ્લો અને તેમાં ઇતિહાસ સાથે જોડાયેલ કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવીએ છીએ.
મહારાષ્ટ્ર ભારતનું એક એવું રાજ્ય છે, જેને ફક્ત તેમના સાંસ્કૃતિક પાસાઓ માટે જ ઓળખવામાં આવતું નથી પરંતુ ઘણા ઐતીહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત મહારાષ્ટ્રને ઘણા પ્રાચીન અને ઐતીહાસિક કિલ્લા માટે પણ ઓળખવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના કિલ્લામાં સૌથી પ્રખ્યાત વિજયદુર્ગ કિલ્લો છે.
આ કિલ્લો સંપૂર્ણ ભારતમાં તેની સુંદર વાસ્તુકળા માટે જાણીતો છે. તેથી આજે અમે તમને મહારાષ્ટ્રમાં આવેલ વિજયદુર્ગ કિલ્લા સાથે જોડાયેલ કેટલાક તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના ઈતિહાસને જાણવા માટે આ કિલ્લાની મુલાકાત લેવાની ખરેખર તમને ખુબ મજા આવશે.
વિજયદુર્ગનો ઈતિહાસ
મહારાષ્ટ્રના આ કિલ્લાનું નિર્માણ 1193 થી લઈને 1205 ની વચ્ચે કરવામાં આવ્યું હતુ. તેનું નિર્માણ રાજા ભોજે કરાવ્યું હતું, જેને વિજય કિલ્લાના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, આ કિલ્લો ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. તેથી તેને “જિબ્રાલ્ટર ઓફ ધ ઇસ્ટ”ના નામે પણ ઓળખવામાં આવે છે.
ઇતિહાસકારોના મત મુજબ પ્રાચીન કાળમાં આ કિલ્લો સિંધુદુર્ગ જિલ્લા માટે એક સીમાનું કામ કરતો હતો, જે દુશ્મનને આવતો અટકાવતો હતો. કેમકે આ કિલ્લો સમુદ્ર કિનારા પર બનેલો છે, જેના કારણે સિંધુદુર્ગ જિલ્લો દુશ્મનોની નજરોથી છૂપાયેલો રહ્યો હતો.
પરંતુ, કેહવામાં આવે છે કે 1654 માં મરાઠા સામ્રાજ્યના રાજા શિવાજી એ આદિલશાહ સાથે આ કિલ્લાને જીતી લીધો હતો. પછી 17 મી સદીમાં, શિવાજી મહારાજે કિલ્લાની દીવાલો અને મિનારાને વધુ મજબૂત બનાવ્યા હતા.
કેવી બનાવટ છે?
મહારાષ્ટ્રનો આ કિલ્લો ભારતના સૌથી મજબૂત અને સુંદર કિલ્લામાંથી એક છે. કેમકે તે મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા પાસે આવેલ છે. આ કિલ્લો લગભગ 40 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જે સિંધુદુર્ગ જિલ્લામાં આવેલ છે. આ કિલ્લાની અંદર લગભગ 27 ગઢ છે અને તે 17 એકર જમીનમાં ફેલાયેલો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કિલ્લો ખૂબ જૂનો છે અને તેની રચના ઘણી પ્રાચીન છે.
પરંતુ આ કિલ્લાની રચના ઘણી સુંદર અને આકર્ષક છે. કેમકે કિલ્લાની દીવાલ ( કાળી ચટ્ટાન ) ને ઘણી સુંદર ડિઝાઇન અને શીલાલેખો સાથે શણગારવામાં આવી છે. આ કિલ્લામાં તમને ઘણું બધું જોવા અને સમજવાનો મોકો મળશે. તમે કિલ્લાની અંદર અને તેની આજુબાજુ ઘણા પ્રકારની ગુફાઓ, નદી અને એક પ્રાચીન ગુફા પણ જોઈ શકો છો. જો તમે ઈતિહાસને જાણવામાં રુચિ ધરાવો છો, તો આ કિલ્લાની મુલાકાત લેવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પરંતુ આ કિલ્લાની વાસ્તુકલા અને સુંદરતા જોવામાં તમારે પૂરા 3 કલાકનો સમય લાગી શકશે.
શું ખાસ છે?
વિજયદુર્ગ કિલ્લો એક પ્રાચીન અને ઐતીહાસિક કિલ્લો છે. તે તેની સુંદર વાસ્તુકલા માટે ઓળખવામાં આવે છે. આ મહારાષ્ટ્રનો સૌથી મોટો અને જૂના કિલ્લામાંથી એક છે.
આ કિલ્લા ની મુલાકાત ઉપરાંત, તમે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પ્રખ્યાત ભોજનનો પણ આનંદ માણી શકો છો. આ શહેર વિશ્વભરમાં તેની હસ્તશિલ્પ કલાઓ માટે પણ ઓળખવામાં આવે છે. પરંતુ, મહારાષ્ટ્રમાં આવેલ બધા કિલ્લામાં વિજયદુર્ગનો કિલ્લો સૌથી વધારે પ્રખ્યાત છે.
ક્યારે આયોજન કરવું
આ કિલ્લાની મુલાકાત લેવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ઓક્ટોમ્બર અને માર્ચ વચ્ચેનો છે પરંતુ આ કિલ્લાને જોવા અને મુલાકાત લેવાની સાચી મજા શિયાળામાં જ આવે છે.
કેવી રીતે જવું વિજયદુર્ગ કિલ્લા પર
મહારાષ્ટ્રનો વિજયદુર્ગ કિલ્લો શહેરના રેલમાર્ગ અને હવાઈ માર્ગ સાથે સરખી રીતે જોડાયેલ છે. તમે એસટી બસથી પણ જઈ શકો છો કેમકે તમે મુંબઈ અને ગોવાના માર્ગથી અહી સરળતાથી પહોંચી શકો છો.
આ ઉપરાંત, જો તમે રેલવેથી યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, તો તમે રાજાપુર ના રેલવે સ્ટેશન પર ઉતરી શકો છો. પછી ત્યાંથી ભાડાની ગાડીથી તમે સરળતાથી આ સ્થળને એક્સપ્લોર કરી શકો છો.
આશા છે કે તમને મહારાષ્ટ્રમાં આવેલ વિજયદુર્ગ કિલ્લા વિશે આ જાણકારી પસંદ આવી હશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જાણો મહારાષ્ટ્રમાં આવેલા વિજયદુર્ગ કિલ્લા વિશે, જે તેની સુંદરતા અને વાસ્તુકલા માટે પ્રખ્યાત છે”