ડેન્ગ્યુ તાવના લક્ષણો, થવાના કારણો, ઘરેલૂ ઉપચાર અને તેની કાળજી કઈ રીતે લેવી તેના વિશે જાણો

Image Source

ડેન્ગ્યુ એક ગંભીર બિમારી છે, જે એડીસ એંજીટી નામની પ્રજાતિના મચ્છરોથી ફેલાય છે. તેના કારણે દર વર્ષે ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે. જ્યારે કોઈ મચ્છર ડેન્ગ્યુના તાવથી પીડિત કોઈ દર્દીને કરડે છે, અને પછી તે મચ્છર જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે, તો તે વાયરસ સ્વસ્થ વ્યક્તિના લોહીમાં પહોંચી જાય છે. તેનાથી સ્વસ્થ વ્યક્તિને પણ ડેન્ગ્યૂનો તાવ આવી શકે છે. મચ્છર એક વાર કરડયા પછી પણ ડેન્ગ્યુ થવાની શક્યતા રહે છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુના તાવના ઘરેલુ ઉપાય પણ કરી શકાય છે.

આયુર્વેદમાં ડેન્ગ્યુ તાવની સારવાર માટે ઘણા ઘરેલુ ઉપાય જણાવવામાં આવ્યા છે. તો ચાલો કેટલાક મુખ્ય ઘરેલુ ઉપાય વિશે વિસ્તારમાં જાણીએ.

ડેન્ગ્યૂ તાવ શું છે?

ડેન્ગ્યુ તાવ એક વાયરસના કારણે થાય છે, જે મચ્છર દ્વારા ફેલાઈ છે. ડેન્ગ્યુ વાયરસને ફેલવા માટે કોઈ માધ્યમની જરૂર હોય છે, અને તે માધ્યમ મચ્છર હોય છે. તેને હાડકા તોડ તાવ પણ કેહવામાં આવે છે, કેમકે તેનાથી દર્દીને હાડકા તૂટવા જેવો દર્દ થાય છે. એ વાતનું ધ્યાન રાખો કે ડેન્ગ્યુના લક્ષણ દેખાતા તાત્કાલિક તપાસ અને સારવાર કરાવો.

ડેન્ગ્યુ વાયરસના પ્રકાર:

ડેન્ગ્યુ વાયરસના ચાર પ્રકાર હોય છે. ડેન્ગ્યુ તાવ ચાર પ્રકારના વાયરસમાંથી કોઈ એક પ્રકારના વાયરસના કારણે થાય છે. જો કોઈ વ્યક્તિને એક વાર ડેન્ગ્યુ થઈ જાય તો સારા થયા પછી શરીરમાં આ વાયરસ માટે એક વિશેષ એન્ટીબોડી બની જાય છે. એ કારણે શરીરમાં આ વાઇરસ પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. બાકી રહેલા ત્રણ પ્રકારના વાયરસથી તે થોડા સમય માટે જ સુરક્ષિત રહે છે.

Image Source

ડેન્ગ્યુ તાવના લક્ષણો:

  • ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત થવાના ૩ થી ૧૪ દિવસ પછી જ કોઈપણ વ્યક્તિને લક્ષણ જોવા મળે છે. મોટાભાગે ૪ અથવા ૭ દિવસ પછી લક્ષણ જોવા મળે છે.
  • ડેન્ગ્યુ વાયરસ લોહીમાં ફેલવાના એક કલાકમાં જ સાંધામાં દુખાવા શરૂ થઈ જાય છે, અને વ્યક્તિને ૧૦૪ ડિગ્રી સુધી તાવ પણ આવે છે.
  • બ્લડ પ્રેશરનું ઝડપથી ઘટવું અને હૃદયની ગતિ ઓછી થવી.
  • આંખો લાલ થવી અને દુખાવો થવો.
  • ચેહરા પર ગુલાબી દાણા નીકળવા એ પણ ડેન્ગ્યુના નિશાન છે.
  • ભૂખ લાગવી નહીં, માથાનો દુખાવો, ઠંડી લાગવી, તાવ આવવો આ વસ્તુની સાથે ડેન્ગ્યુની શરૂઆત થાય છે.
  • આ બધા લક્ષણો ડેન્ગ્યુના પેહલા ચરણમાં થાય છે. તે ચાર દિવસ સુધી ચાલી શકે છે.
  • ડેન્ગ્યુના બીજા ચરણમાં શરીરમાં વધેલું તાપમાન ઓછું થઈ જાય છે, અને પરસેવો વળવા લાગે છે. આ સમયે શરીરનું તાપમાન સામાન્ય થઈને દર્દીને સારો અનુભવ થવા લાગે છે, પરંતુ તે એક દિવસથી વધારે રેહતું નથી.
  • ડેન્ગ્યુના ત્રીજા ચરણમાં શરીરનું તાપમાન પેહલાથી વધારે વધવા લાગે છે, અને આખા શરીરમાં લાલ દાણા દેખાવા લાગે છે.

ડેન્ગ્યુના તાવ માટે ઘરેલુ ઉપચાર:

Image Source

ડેન્ગ્યુ તાવની સારવારમાં લીમડો ફાયદાકારક છે:

લીમડાના પાનનો રસ પીવાથી પ્લેટલેટસ અને સફેદ રક્ત કોષોની સંખ્યામાં વધારો થાય છે. તે રોગ પ્રતિકારક શક્તિની પ્રણાલીમાં પણ સુધારો કરે છે. તેથી ડેન્ગ્યુની સારવાર દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ લીમડાનું સેવન કરવુ.

ગીલોયથી ડેન્ગ્યુના તાવની સારવાર કરો:

ગીલોય ડેન્ગ્યુના તાવ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે. તે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે અને શરીરના સંક્રમણમાં ઘટાડો લાવે છે. ગીલોયના તણખાં ને ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પીઓ. તે ડેન્ગ્યુના લક્ષણોને અસરકારક રીતે ઓછા કરે છે. ૨-૩ ગ્રામ ગિલોય પીસી લો. તેમાં ૫-૬ તુલસીના પાન ઉમેરીને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. તેને દર્દીને પીવડાવો.

ડેન્ગ્યુના તાવમાં તુલસીનો ઉપયોગ ફાયદાકારક છે:

તુલસીના પાન ડેન્ગ્યુના તાવમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરના ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે. ૫-૭ તુલસીના પાનને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો. તેમાં એક ચપટી મરીનો પાવડર નાખીને પીઓ.

Image Source

ડેન્ગ્યુના તાવની સારવાર પપૈયાથી કરો:

પપૈયાના પાન ડેન્ગ્યુના તાવ માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમને ડેન્ગ્યુના તાવના લક્ષણો જોવા મળે છે તો ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરો. પપૈયામાં રહેલા પોષક તત્વો અને કાર્બનિક યૌગીકોના મિશ્રણ પ્લેટલેટ્સ ની સંખ્યામાં વધારો કરે છે.

ડેન્ગ્યુના તાવમાં મેથીનો ઉપયોગ ફાયદાકારક:

મેથીના પાન તાવમાં ઉણપ લાવે છે તથા શરીરમાં દુખાવો થવા પર પણ આરામ પહોચાડે છે. આ ડેન્ગ્યુ તાવના લક્ષણોને દૂર કરવા માટે સૌથી સારો ઘરેલુ ઉપચાર છે.

ડેન્ગ્યુના તાવની સારવાર સંતરાથી કરો:

સંતરાના રસમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી હોય છે, જેને ડેન્ગ્યુ તાવના વાયરસને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરે છે.

Image Source

ડેન્ગ્યુ તાવની સારવાર જવ થી કરો:

જવ ઘાસમાં રક્ત કોષોના ઉત્પાદનને સરખું કરી, શરીરની પ્લેટલેટસની સંખ્યામાં વધારો કરવાની ક્ષમતા હોય છે. ડેન્ગ્યુ તાવ સમયે પ્લેટલેટસની સંખ્યા ખૂબ ઓછી થઈ જાય છે, તેથી જવના ઘાસનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. જવના ઘાસનો ઉકાળો બનાવીને પીઓ. આ ઘાસને ખાઈ પણ શકો છો. તે ડેન્ગ્યુ તાવના લક્ષણોને ઓછા કરવામાં ખૂબ મદદરૂપ છે.

નારિયેળ પાણીનું સેવન ડેન્ગ્યુના તાવ માટે ફાયદાકારક:

ડેન્ગ્યુના ઉપચાર દરમિયાન નારિયેળ પાણી પીવું ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ જરૂરી પોષક તત્વો જેમકે મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ શરીરને મજબૂત બનાવે છે.

Image Source

ડેન્ગ્યુમાં કોળા નું સેવન ફાયદાકારક:

પાકેલા કોળાને પીસી તેમાં એક ચમચી મધ નાખીને પીઓ. ઉત્તમ ફાયદા માટે કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો.

Image Source

બીટનું સેવન ડેન્ગ્યુમાં ફાયદાકારક:

બીટના રસમાં વધારે માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે, જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગાજરના રસમાં બે થી ત્રણ ચમચી બીટનો રસ ઉમેરીને પીવાથી લોહીમાં પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.

એલોવેરાનો ઉપયોગ ડેન્ગ્યુમાં ફાયદાકારક:

૨-૩ ચમચી એલોવેરાનો રસ પાણીમાં ઉમેરીને રોજ પીવું. તેનાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ડેન્ગ્યુ તાવમાં પણ તે રાહત આપે છે.

ડેન્ગ્યુ દરમિયાન આહાર:

  • વધુમા વધુ પાણી પીવું.
  • ડેન્ગ્યુ થવા પર સખત તાવ રહે છે, સાથેજ પેટની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં હળવો તેમજ સુપાચ્ય ખોરાક જ લેવો જોઈએ.
  • ડેન્ગ્યુના દર્દીનું મોં અને ગળું સુકાયેલું રહે છે. તેથી દર્દીને તાજુ સૂપ, જ્યુસ અને નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.
  • લીંબુ પાણી બનાવીને પીઓ. લીંબુનો રસ શરીરની ગંદકીને મળદ્વાર મારફતે કાઢીને શરીરને સ્વસ્થ બનાવે છે.
  • હર્બલ ટી થી તાવમાં રાહત મળે છે. તેમાં આદુ અને એલચી નાખીને બનાવો.
  • ડેન્ગ્યુના લક્ષણ દેખાતા જ તાજા શાકભાજીઓનું જ્યુસ પીઓ. તેમાં ગાજર, કાકડી અને અન્ય પાંદડાંવાળી શાકભાજી ખૂબ સારી હોય છે. આ શાકભાજીઓ જરૂરી વિટામિન અને ખાનીજોથી ભરપુર હોય છે જે દર્દીની રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે.
  • દાળનું સેવન કરો. તેમાં રહેલ ઉચ્ચ ફાઇબર અને પોષક તત્વ રોગોથી લડવા માટે પૂરતી શકિત આપે છે.
  • ડેન્ગ્યુના દર્દીને પ્રોટીનની ખૂબ જરૂરી હોય છે. તેથી દર્દીને દૂધ અને ડેરી ઉત્પાદનનું સેવન જરૂર કરવું જોઈએ.

ડેન્ગ્યુ દરમિયાન જીવનશૈલી:

  • શારીરિક મેહનત ન કરવી.
  • જેટલો થઈ શકે તેટલો આરામ કરો.
  • ગરમ કપડા પેહરો.

 

ડેન્ગ્યુ દરમિયાન લેવાતી કાળજી:

  • ડેન્ગ્યુ થવા પર પેટની સમસ્યા થાય છે. તેથી તેલવાળું અને મસાલાવાળા ભોજનનું સેવન બિલકુલ ન કરો.
  • માંસાહારમાં ઘણા ઝેરીલા તત્વ હોય છે જે વ્યક્તિના શરીરને બીમાર બનાવે છે. તેથી માંસાહારથી હંમેશા બચવું જોઈએ.

ડેન્ગ્યુ તાવથી જોડાયેલ સવાલ-જવાબ:

ડેન્ગ્યુના તાવની તપાસ ક્યારે કરાવવી જોઈએ:

ફક્ત લક્ષણ જોઈને જ નહિ પરંતુ લોહીની તપાસ પછી જ ડેન્ગ્યુ તાવની જાણ થાય છે. ડેન્ગ્યુના લક્ષણો સામે આવવા પર NS1 ટેસ્ટ પ્રારંભિક પાંચ દિવસની અંદર કરવો જોઈએ, જેથી સચોટ પરિણામ પ્રાપ્ત થઈ શકે. ત્યારપછી આ ટેસ્ટ કરવાથી ખોટું પરિણામ પણ આવી શકે છે.

ડેન્ગ્યુ તાવમાં ડોકટરનો સંપર્ક ક્યારે કરવો જોઈએ:

ડેન્ગ્યુમાં વ્યક્તિને ખૂબ સખત તાવ આવે છે. તેથી જો તાવ આવવા પર અન્ય લક્ષણો જેમકે શરીરનો દુખાવો, ઉબકા થવા, ભૂખની ઉણપ થવા લાગે છે. આવું થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment