શું તમે પણ સૂતી વખતે આ ભૂલો તો નથી કરતાં ને? જાણો સૂવાની સાચી રીત

Image by ThuyHaBich from Pixabay

જ્યારે કોઈ વ્યક્તિ યોગા કે જિમ માં કસરત કરે છે તો તે સમયએ તેના પોષચર અને વર્કઆઉટ ફોર્મેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કારણકે ખોટી રીતે કરવામાં આવતી કસરત શરીર ને નુકશાન પહોંચાડે છે. તેવી જ રીતે સુવાની રીત થી પણ શરીર પર સારી અને ખરાબ બંને અસર થાય છે. ખાસ કરી ને પાચન તંત્ર અને મગજ પર.

આપણે બધા જ જાણીએ છીએ કે એક સારી ઊંઘ થી આપણે ફ્રેશ અને ઊર્જાવાન રહીએ છીએ. અને આપણો બધો જ થાક ઉતરી જાય છે. સ્વાસ્થ્ય માંટે જેટલી જરુરી સારી અને ઊંડી ઊંઘ હોય છે એટલુ જ જરુરી સુવાની પોજીશન પણ હોય છે. પણ ઘણા લોકો ને તેના વિશે ખબર નથી હોતી. 70% લોકો ખોટી રીતે ઊંઘે છે. જેના કારણે લોકો ને રાતે સારી ઊંઘ નથી આવતી અને ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે.

  • રાત માં ઊંઘ વારે વારે ઊડી જવી
  • ખભા કે ગરદન પર દુખાવો થવો
  • કમર માં દુખાવો થવો
  • પાચન માં પ્રોબ્લેમ
  • સવારે પેટ બરાબર સાફ ન થવું
  • દિવસભર આળસ રહેવી

આ બધી જ સમસ્યા ખોટી રીતે સુવાને કારણે થાય છે. આ ઉપરાંત શરીર માં બ્લડ પ્રેશર તેમં જ આપણાં હર્દય પર પણ તેની અસર થાય છે.

ચાલો જાણીએ-

લાઇટ બંધ ન કરવી

Image by StockSnap from Pixabay

ઘણા લોકો ની આ આદત હોય છે તે સૂતા પહેલા રૂમ ની લાઇટ બંધ નથી કરતાં. અને સૂઈ જાય  છે. પણ એક રિસર્ચ ના અનુસાર અંધારા માં જ શરીર ને સારી ઊંઘ આવે છે. કારણકે આપણાં શરીર માં રિસેપ્ટર હોય છે. જેના પર લાઇટ પડતી રહે તો આ રિસેપ્ટર શરીર ને એ સિગ્નલ આપે છે કે અત્યારે પણ દિવસ છે લાઇટ ચાલુ કરી ને સુવાથી રાત માં ઊંઘ ઊડી જવી, ઊંડી ઊંઘ ન આવવી, સવારે ઉઠી ને ફ્રેશ ફીલ ન કરવું. જેવી સમસ્યા થાય છે.

તેથી તમારે લાઇટ બંધ કરી ને સૂવું.

મોબાઈલ ફોન સાથે લઈ ને સૂવો

Image by Pexels from Pixabay

ઘણી વાર લોકો ની આદત હોય છે તે પોતાનો ફોન પોતાના બેડ પર જ સાથે જ રાખે છે. અથવા તો માથા પાસે રાખી ને સૂઈ જાય છે. આવું કરવું ખતરનાક સાબિત થાય છે. એવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે કે મોબાઈલ ની બેટરી માં શોર્ટ સર્કિટ થવાથી મોબાઈલ બ્લાસ્ટ થાય છે. અને આવા બ્લાસ્ટ ને કારણે ઘણા લોકો ઘાયલ પણ થઈ જાય છે. આ ઉપરાંત મોબાઈલ માંથી નીકળતા રેડીએશન પર પણ સંશોધન થઈ રહ્યા છે. શું ખબર તેનું કોઈ દુષ્પરિણામ પણ જોવા મળે.

મોબાઈલ ફોન ને સાથે લઈ ને સુવાથી પ્રત્યક્ષ નુકશાન થાય છે કેટલીક વખત લોકો ફોન માં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ ઊંઘવા માંટે ખૂબ મોડું કરે છે. અને સવારે જલદી નથી ઉઠતાં. અને મજબૂરી માં પણ ઉઠતાં હોય ત્યારે ઊંઘ પૂરી નથી થતી. અને પછી દિવસ ભર થકાવો લાગે છે. આ સિવાય તેનાથી આળસ, માથા નો દુખાવો,કામ માં મન ન લાગવું જેવી સમસ્યા નો સામનો કરવો પડે છે.

એટલે જ સૂતા પહેલા મોબાઈલ કે બીજા ગેજેટ્સ થી દૂર રહેવું.

ઓછી ઊંઘ લેવી

Image by Olya Adamovich from Pixabay

એક સ્ટડિ માં તે પણ બતાવેલ છે કે 30 થી ઓછી ઉમર 60% લોકો જરૂરત પ્રમાણે ઓછી ઊંઘ લે છે. જેનાથી આળસ, માથા નો દુખાવો, થકાવો, અને ખરાબ પાચનતંત્ર ની બીમારીઓ થાય છે. એટલે જ 6-8 કલાક ની ઊંઘ જરુરી છે. કારણકે આવી અવસ્થા થાય છે ત્યારે શરીર માં ન્યુરૉન્સ માં રહેલા કચરા ને સાફ કરે છે. અને શરીર લોહી માં રહેલા કોર્ટીસોલ ને ખતમ કરી ને શરીર ને આગળ ના દિવસ માંટે તૈયાર કરે છે. પણ લાઇફ માં રહેલી ભાગદોડ અને સોશિયલ મીડિયા ના લત ને કારણે ઘણા લોકો પૂરતી ઊંઘ નથી લેતા. અને પોતાના સ્વાસ્થ્ય જોડે છેડછાડ કરે છે.

જો તમે પર્યાપ્ત ઊંઘ નથી લેતા તો તમારે એ બાબતે ગંભીર રીતે વિચારવું જોઈએ. અડધા કલાક ની એકસ્ટ્રા ઊંઘ પણ ઘણો ફાયદો પહોંચાડે છે.

વધુ સમય સુધી સૂવું

Image by PublicDomainPictures from Pixabay

એક સ્ટડિ માં આ વાત સામે આવી છે કે જેવી રીતે ઓછી ઊંઘ શરીર માટે નુકશાન કારક હોય છે. તેવી જ રીતે વધુ સમય સુધી સૂવું પણ સ્વાસ્થ્ય માંટે હાનિકારક છે. આપણાં શરીર માં એક સ્લીપ સાઇકલ હોય છે. જે ઊંઘ ને પૂરી કરવા માં મદદ કરે છે. જ્યારે તમે વધુ સૂવો છો તો આ સાઇકલ એક વાર પૂરી થઈ ને ફરી થી શરૂ થાય છે. અને સાઇકલ પૂરી થતાં પહેલા જ તમે જ્યારે ઊંઘ માંથી ઉઠો છો તો તમે થાકેલું ફીલ કરો છો. કેટલીક વખત તમને માથા નો દુખાવો પણ થાય છે. એટલે જ તમારે ઊઠવાનો એક સમય નક્કી કરવો. અને ઊંઘ પૂરી થતાં તમે પથારી માં સૂઈ ન રહો.

પેટ ના બળે સૂવું.

Image by StockSnap from Pixabay

પેટ ના બળે સૂવું ખૂબ જ હાનિકારક છે ખાસ કરી ને અસ્થમા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વાળા લોકો માંટે જો તે પેટ ના બળે સુવે છે તો છાતી દબાઈ જાય છે. જેનાથી અસ્થમા ના દર્દી ને સ્વાસ લેવામાં તકલીફ થાય છે. પેટ ના બળે સુવાથી કરોડરજ્જુ પર ભાર પડે છે. એટલે જે લોકો પેટ ના બળે સુવે છે તેમને પીઠ માં દુખાવો વધુ થાય છે. સાથે જ પેટ ના બળે સૂવું પાચન ક્રિયા માંટે પણ સારું નથી.

જમણી બાજુ ફરી ને સૂવું.

Image by 溢 徐 from Pixabay

જમણી બાજુ સૂવું એ સારી આદત નથી. કારણકે તે સમયએ પેટ ડાબી બાજુ વળે છે. અને તમારું પેટ ઊલટું થઈ જાય છે. જેના કારણે ખાવાનું બરાબર નથી પચતું. અને એસિડિટિ, ગેસ, પેટ ફૂલવું,કબજિયાત જેવી સમસ્યા થાય છે. સાથે જ હર્દય પણ શરીર ના ડાબી બાજુ હોય છે. અને જમણી બાજુ સૂવું એ હર્દય માંટે પણ સારું નથી.

અતઃ પીઠ ના બળે કે ડાબી બાજુ એ જ સૂવું. વિજ્ઞાન ના અનુસાર ડાબી બાજુ સૂવું ખૂબ સારું ગણાય છે. અને તમને પેટ અને મગજ ને લગતી સમસ્યા પણ ઓછી થાય છે.

કેમ ડાબી બાજુ એ જ સૂવું લાભદાયી છે?

Image by Ramiro Calace Montu from Pixabay
જ્યારે તમે ડાબી બાજુ વળી ને સૂવો છો તો તમારું પેટ સીધું રહે છે. જેનાથી તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. ડાબી બાજુ સુવાથી છાતી પર પણ ભાર નથી આવતો. અને તમારા હર્દય પર પણ સારી  અસર થાય છે. અને મગજ પર કોઈ ખરાબ અસર નથી થતી. ડાબી બાજુ સુવાથી સારી ઊંઘ પણ આવશે. અને તમારા શરીર ની બધી જ સિસ્ટમ સારી રીતે કામ કરશે.

સારી ઊંઘ માંટે બીજી સારી ટિપ્સ

Image by Claudio_Scott from Pixabay
સૂતા પહેલા ક્યારે પણ ચા કે કોફી નું સેવન ન કરો. તેમા કેફીન હોય છે જે ઊંઘ માં બાધા નાખે છે.

સૂતા પહેલા એક ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. જેથી રાત ભર તમારું શરીર હાયડ્રેટ રહે. અને અડધી રાતે તરસ ને કારણે તમારી ઊંઘ ન ખૂલે.

રાતે સૂતા પહેલા બાથરૂમ જઈ ને જ સૂવું. જેથી રાતે તમારે ઊઠવું ન પડે.

રાતે સૂતા પહેલા એક ગ્લાસ માં દૂધ અને તેમા ¼ ચમચી હળદર નાખી ને પીવું. જેનથી ઊંઘ સારી આવશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment