કોઈ રસ્તાની જેમ જિંદગી, મુકામ પહેલાં ક્યાંય ઉભી રહેતી નથી. રસ્તા પરના યાત્રીઓની જેમ જિંદગીમાં પણ લોકો આવતા જતા રહે છે. કેટલાક બે ડગલા સાથે ચાલે છે, તો કેટલાક મુકામ સુધી સાથ આપે છે. ભલે પછી સાથ થોડા ડગલાઓ નો હોય કે થોડા અંતર સુધી, પરંતુ તેની છાપ આપણા જીવન પર છોડી જાય છે. કે પછી એમ કહેવાય કે અમારા જીવનની વાર્તા જ આ મુલાકાતો અને સાથના લખાણો દ્વારા લખાયેલી છે. તે સાથ, આ મુલાકાત….., આ સંબંધો જ છે જે આપણા જીવનને આકાર આપે છે, પરંતુ આ સંબંધોમાં પ્રામાણિકતાના મહત્વને લોકો અવગણે છે. પરિણામરૂપે સંબંધોના જે નાજુક વળાંક પર આપણે જીવનને સજાવીએ છીએ, તે જ આપણું પ્રતિબંધ બની જાય છે, સંબંધો જેલ સમાન થઈ જાય છે. થોડી અજાણતા પણ તેમાં દરાર પડી શકે છે.
સબંધો ની વાર્તા પણ ફક્ત બે જ શબ્દો ની છે. તે મૂલ્યવાન શબ્દો છે, “વિશ્વાસ” અને “ઈચ્છા”. શાયર કૈફી આઝમી એ આજ શબ્દો ને કંઈક આ રીતે રજૂ કર્યા છે.
दायरे इनकार के इक़रार की सरगोशियां
ये जो टूटें कभी, तो इक फ़ासला रह जायेगा।
વાત ખૂબ જ સરળ છે કે કોઇ પણ સંબંધમાં બીજાની ઈચ્છાનો વિચાર કરવો, તેમનો વિશ્વાસ જીત્યો હતો અને તેને જાળવી રાખવો, ફક્ત તે જ મહત્ત્વનું છે. ઘણા લોકોને એવું લાગે છે કે અમે તો આ બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું પરંતુ તેમ છતાં સંબંધોમાં કડવાશ આવી ગઈ. ખરેખર, આવી બાબતોની કાળજી રાખવી એ આંખના પોપચા પર કાચના સપના સજાવવા જેવું છે. થોડી ઘણી ભૂલ પણ સંબંધોમાં કડવાશ લાવે છે. પરંતુ જો આપણે અમુક બાબતોનું ધ્યાન રાખીએ તો સંબંધો આપણા જીવનનું બંધન પણ બની શકે છે.
વિશ્વાસ બનાવો:
નજીક આવો, પરંતુ
કોઈપણ સંબંધોમાં એકબીજાની ગુપ્તાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર એવું થાય છે કે કોઈ સંબંધમાં આપણે સાથીને ખૂબ જ નજીક લાવવા ઇચ્છીએ છીએ, પરંતુ તેને આપણા પર વિશ્વાસ કરવા માટે સમયની જરૂર હોય છે. આવી સ્થિતિમાં જો આપણે વધારે નજીક આવવાનો પ્રયત્ન કરીએ તો અંતર વધી જાય છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે બંને સાથીઓ નજીક જવા તો ઈચ્છે છે, પરંતુ અમુક મર્યાદામાં રહીને. આવા સંબંધોમાં જો તમે તમારા સાથીના જીવનમાં અનાવશ્યક તપાસ કરશો તો વિશ્વાસ રાખો કે, તમારો આ સાથ ખૂબ વધારે દિવસો સુધી ચાલશે નહીં. સંબંધને પરિપક્વતા સુધી લઈ જવા માટે બંનેએ એક સાથે આગળ વધવું પડશે અને એકબીજાને સમય આપવો પડશે. આવી રીતે સબંધોનો નવો અને મજબૂત પાયો નાખી શકાય છે.
આપણી વાતો ફક્ત આપણા વચ્ચે રહે.
સબંધના ઉંમરની સાથે-સાથે તમારા બંને વચ્ચે વિશ્વાસનું ઉંડાણ પણ વધશે. આવી સ્થિતિમાં ઘણીવાર તમારો સાથી તમારી સાથે અમુક અંગત વાતો પણ શેર કરશે. રોજબરોજની કામ સાથે જોડાયેલી વાતો, ઓફિસની ચિંતાની વાતો, પાછળના જીવન સાથે જોડાયેલી વાતો.! તેમાં ઘણા રહસ્યો પણ છુપાયેલા હશે. તેવું જરૂરી નથી કે વાતચીત દરમિયાન જ તે સ્પષ્ટ થઈ જાય કે તમારો સાથી આ વાત કોઈ બીજા સાથે શેર કરવા ઈચ્છે છે કે નહીં. જરૂરી તે છે કે તમારા બંને વચ્ચે થયેલી વાતો, તમારી વચ્ચે જ રહે. જો તમે જાણતા અજાણતા જ તમારા સાથીની કોઈ એવી અંગત વાત બીજા કોઈ સાથે શેર કરી તો વિશ્વાસ રાખો કે તમારા સાથીને ખરાબ લાગશે. તમારા સંબંધોનું ગૌરવ જાળવી રાખવું એ તમારા હાથમાં જ છે. તમને કહેલી વાતો, ફક્ત તમારા કાન માટે જ હોય છે. તેથી, ધ્યાન રાખવું કે તે કોઈ બીજા સુધી ન પહોંચે.
બેની વચ્ચે ત્રીજું કોઈ ન આવે.
તમે અને તમારો સાથે એકબીજા પર અવિશ્વસનીય વિશ્વાસ કરો છો તો કદાચ આ વાતનું ધ્યાન રાખવાની જરૂર જ ન પડે. પરંતુ દરેક સંબંધનો એક પ્રારંભિક તબક્કો એવો હોય છે, જ્યાં વિશ્વાસ હોય તે પરંતુ સંપૂર્ણ નહીં. આવા સમયે તમારે તે ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા સંબંધમાં કોઈ ત્રીજું વ્યક્તિ ઘૂષણખોરી ન કરે. તમને અને તમારા સાથીને જાણનારાઓ, સાથે કામ કરનારા કે પછી કોઈ બીજા, તમારા બંનેના સંબંધો પર ટિપ્પણી કરી શકે છે. કેટલીકવાર આ ટિપ્પણીઓ ખરાબ હોય છે, તો ઘણીવાર અજાણતા કે મજાકમાં જ નીકળી ગઈ હોય છે. કારણ ગમે તે હોય પરંતુ આવી ટિપ્પણીઓ સંબંધોમાં અણબનાવ ઉત્પન્ન કરવા માટે પૂરતી છે. જરૂરી છે કે ટિપ્પણી કરનારું જો કોઈ તમારું જાણીતું હોય તો તરત જ તેને અટકાવો.બની શકે તો તમારા સાથીની સામે આવા પ્રકારની ટીકાઓનો વિરોધ કરો, જેથી તેને પણ જાણ થાય કે તમે આ સંબંધનું ગૌરવ જાળવી રાખવા માટે કેટલા ગંભીર છો. જો એ પણ એ તમારા સાથીના કોઈ જાણીતા તરફથી આવી હોય તો તેને પણ તે સલાહ આપવી અને સાથે તે વાતની જાણ પણ કરવી કે જો તેને તમારી સાથે સંબંધ રાખવા હોય તો વિશ્વાસ જીતવાની એક તક પણ આપવી પડશે.
મારા માટે તું જરૂરી છે.
એકબીજા પર વિશ્વાસ કરવાનું પ્રથમ પગલું હોય છે, એકબીજાના મહત્વને ઓળખવું અને તેનો સ્વીકાર કરવો. ઘણીવાર એવું થાય છે કે આપણે ખોટા આત્મ સન્માનને લીધે આપણા જીવનમાં સાથીનું મહત્વ સ્વીકારતા નથી. આપણે તેની પાસે વિશ્વાસની આશા રાખીએ છીએ, પરંતુ તેના પર વિશ્વાસ રાખતા નથી. જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણા મોટાભાગના સંબંધો માં ફક્ત આ અભાવને લીધે જ અંતર બનાવીએ છીએ. આપણે નામંજૂર થવાના ભયથી પોતાને કોઈ બીજાને સોપવાથી ડરીએ છીએ, પરંતુ બીજા પર થોડો વિશ્વાસ કરો. વિશ્વાસ રાખો કે, બદલામાં તમને વિશ્વાસ, ટેકો, પ્રેમ અને સાથ આ બધું જ મળશે.
તેને પ્રાથમિકતા આપો.
તમારી પ્રાથમિકતાઓ જરૂરી છે, પરંતુ તમારા સાથીની પ્રાથમિકતાઓને તમે નજર અંદાજ નથી કરી શકતા. તમારે બંનેએ સાથે બેસીને તે નક્કી કરવું પડશે કે કઈ પ્રાથમિકતાને ક્યારે પૂર્ણ કરવામાં આવે. તેનાથી જે કામમાં તમે તમારા સાથીને પ્રાથમિકતા આપવા ઇચ્છો છો, તેને પોતની જાતે જ પ્રાથમિકતા મળી જશે અને સાથી ને એવું લાગશે કે તમે તેને પ્રાથમિકતા આપી છે.
તમારી ઈચ્છા લખો:
જરૂરી નથી કે બંનેની પસંદ એક સરખી હોય.
જે લોકો એકબીજાનો સહકાર પસંદ કરે છે તો જરૂરી નથી કે તેની દરેક પસંદ-નાપસંદ એકસરખી જ હોય. સંબંધ ભલે ગમે તે હોય, સાથે આવવાનો નિર્ણય કોઈ વૈચારિક સમાનતા કે વ્યક્તિત્વના કોઈ પણ પાસાને જોઈને જ કરી શકાય છે. તેનો અર્થ એવો નથી કે દરેક વસ્તુમાં બંનેની પસંદ એક જ હોય. બની શકે કે બે લોકોને એકસરખા પુસ્તકો પસંદ હોય, પરંતુ ખાણીપીણીમાં પસંદ મળતી ન હોય. એક સરખા કપડાં પસંદ હોય, પરંતુ ફિલ્મોની પસંદગી જુદી હોય. આવું ન તો ખરાબ છે કે ના કોઈ સંબંધનો અંત.જરૂરી ફક્ત એટલું છે કે તમે તમારા સાથીની પસંદ-નાપસંદનું ધ્યાન રાખો. દરેક સ્થળે જ્યાં તમે બંને સાથે છો,
ત્યાં ચોક્કસ જુઓ કે અમુક વસ્તુઓ તમારા પસંદની હોય તો અમુક તમારા સાથીના પસંદની. આમ કરવાથી ફક્ત તમારા બંનેનો સમય જ સારો નહીં નીકળે, પરંતુ તમારા સાથીને એવો અનુભવ થશે કે તમે તેની સંભાળ રાખો છો.
એકબીજાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી.
તમે ભલે તમારા સાથીને ગમે તેટલો પ્રેમ કરતા હોય, કે પછી તમારા જીવનની દરેક ક્ષણ વિતાવવાની હોય, તેમ છતાં આ વાતનું ધ્યાન રાખવું કે તમારો આ પ્રેમ તેના પગનું બંધન બની ન જાય. કોઇપણ સંબંધમાં સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. કહેવાય પણ છે કે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેને સ્વતંત્ર મૂકી દો. જો તે પણ તમને પ્રેમ કરતું હશે તો પોતાની જાતે જ તમારી પાસે પાછું આવશે. તમારા સાથીને ક્યારેક ક્યારેક થોડો સમય તેની પોતાના માટે આપો. તેનાથી તેને તમારાથી દૂર વિતાવેલા સમયમાં તમારી ઊણપ વર્તાશે, તો મળવાથી પ્રેમ પણ ખૂબ વધશે.
એકબીજાને હૃદયથી સંપૂર્ણ સન્માન આપો.
તમે અને તમારા સાથી એકલતામાં એકબીજા સાથે ગમે તે રીતે વર્તન કરતા હોય, પરંતુ આ બાબતનું ધ્યાન રાખવું કે સાર્વજનિક સ્થાન પર કે જાણીતાઓ વચ્ચે તમે તમારા સાથીને સંપૂર્ણ સન્માન આપો. આ સન્માન સંબંધોથી લઈને વાતો સુધી દરેક જગ્યાએ છલકાશે. તે બાબતનું ધ્યાન રાખવું તે મજાકમાં પણ ક્યારેય બધાની વચ્ચે તમે તમારા સાથીનુ અપમાન ન કરો. એકલતામાં પણ આ બાબતનું ધ્યાન રાખવું તે ભલે તમારા બંને વચ્ચે ગમે તેટલી મજાક થાય, પરંતુ એકબીજાની લાગણીઓને ઠેસ પહોંચે તેવી વાત ન કરવી. તે બાબતનું પણ ધ્યાન રાખવું કે પાછળના જીવન સાથે જોડાયેલી વાતોની મજાક ન કરવી. તે જરૂરી છે કે વાતોમાં સ્વચ્છંદતા ની સાથે સાથે ધ્યાન રાખવામાં આવે કે બે લોકો વચ્ચે થતી હસી મજાકમાં બંનેની મંજૂરી હોય. તમે જેટલું સન્માન તમારા સાથીને આપશો બદલામાં એટલું જ સન્માન તમને મળશે.
‘હું’ નહીં ‘આપણે’ બનીએ.
બે લોકોનું જીવન સાથે ભલે ચાલે, પરંતુ ઘણી રીતે જુદું હોય છે. પરિવાર, ઓફિસ, મિત્રો ઘણી વસ્તુઓ એવી હોય છે જે એકબીજાની પ્રાથમિકતામાં અંતર ઉત્પન્ન કરે છે. તમારા સંબંધો ભલે ગમે તેટલા મજબુત હોય, પ્રાથમિકતાઓનો આ ઝઘડો બે લોકો વચ્ચે અંતર બનાવી દે છે. એવામાં જરૂરી છે કે સબંધનું મહત્વ ઓળખો અને “હું” ને બદલે “આપણે” વિચારવાનું ચાલુ કરો. તમારા સંબંધમાં ક્યારે પણ અહંકારને આવવા ન દો. દરેક વાત “આપણે” થી ચાલુ કરીને “આપણા” પર જ પૂર્ણ કરો. વિશ્વાસ કરો, તે મુશ્કેલ નથી. તમારે ફક્ત બીજાના દૃષ્ટિકોણ થી પરિસ્થિતિને જોવાની જરૂર છે. એકવાર જો તમે આમ કરવામાં સફળ થઈ ગયા તો પછી પ્રાથમિકતાઓ આપોઆપ બદલાઈ જશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જાણો ૯ એવી લવ ટિપ્સ વિશે જે તમારા નબળા સબંધને બનાવશે મજબૂત!”