જાણો પિત્તળના વાસણોમા રાંધેલો ખોરાક ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે

Image Source

ચાલો જાણીએ કે પિત્તળના વાસણમાં બનેલો ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

પ્રાચીન કાળથી, જ્યારે પણ રસોઈ બનાવવાની અને ખાવાની વાત આવે ત્યારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું જરૂરી છે. મુખ્યત્વે, ખોરાક રાંધતી વખતે, તેને રાંધવા માટે ઉપયોગમાં લેવાતા વાસણોની પણ યોગ્ય તપાસ કર્યા પછી ખોરાક રાંધવામાં આવે છે, જેથી શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર ન થાય. એવા ઘણા વાસણો છે જેમાં રાંધેલા ખોરાકની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે જેમ કે નોન-સ્ટીક વાસણો અને એલ્યુમિનિયમના વાસણો.

તેમજ નિષ્ણાતો કહે છે કે કેટલીક ધાતુઓથી બનેલા વાસણોમાં રાંધવામાં આવેલો ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે કારણ કે આ વાસણોમાં રહેલા પોષક તત્વો રાંધેલા ખોરાક સાથે સીધા શરીરમાં પ્રવેશ કરે છે, જે શરીરને સ્વસ્થ બનાવે છે. આવી જ ધાતુઓમાંની એક છે પિત્તળના વાસણો. જી હા, પિત્તળના વાસણોમાં રાંધવામાં આવેલો ખોરાક તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ પહોંચાડી શકે છે. ચાલો ફેટ ટુ સ્લિમ ગ્રુપની સેલિબ્રિટી ઇન્ટરનેશનલ ડાયટિશ્યન અને ન્યુટ્રીશનિષ્ટ શિખા એ શર્મા પાસેથી જાણો કે પિત્તળના વાસણમાં રાંધેલા ખોરાકને તમારા આહારમાં સામેલ કરવાના ફાયદા વિશે.

બ્લડ કાઉન્ટ વધારે છે

જૂના જમાનાથી પિત્તળના વાસણોમાં રાંધવાની પ્રથા ચાલી આવે છે. પહેલાના સમયમાં લોકો પિત્તળના ભારે વાસણોમાં ખોરાક રાંધીને ખાતા હતા, જેનો સીધો સંબંધ તેમના સ્વાસ્થ્ય સાથે હતો. આવા વાસણોમાં બનતો ખોરાક ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. પિત્તળના વાસણોમાં રાંધેલા ખોરાકમાં ઝિંક વધુ માત્રામાં હોય છે, જે શરીરમાં બ્લડ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ વાસણોમાં બનતો ખોરાક પણ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

Image Source

ખોરાક સ્વાદથી ભરપૂર બને છે

જ્યારે આપણે પિત્તળના વાસણોમાં ખોરાક રાંધીએ છીએ, ત્યારે તેમાંથી કુદરતી તેલ નીકળે છે. આના કારણે ખોરાક કુદરતી રીતે સ્વાદથી ભરપૂર બને છે. આ વાસણોમાં બનતો ખોરાક સ્વાદની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક બને છે કારણ કે તે તમામ તત્વો ભોજન સાથે શરીરમાં પ્રવેશ કરે છે.

શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે

જો તમે પિતાના ગ્લાસમાં આખી રાત પાણી ભરીને રાખો અને સવારે ભૂખ્યા પેટે પીવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી મજબૂત બનાવે છે. આ પાણીનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગો સામે લડવામા મદદ મળે છે. તે જ પ્રકારે જો પિત્તળના વાસણમાં રાંધેલો ખોરાક ખાવામાં આવે ક્યારે પણ તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શ્વસનતંત્ર ને મજબૂત બનાવે છે

જ્યારે તમે પિત્તળના વાસણોમાં રાંધેલો ખોરાક ખાઓ છો, ત્યારે તે તમારા શ્વસનતંત્રને સરળ રાખવામાં પણ મદદ કરે છે. આ પ્રકારના ખોરાકથી શ્વાસ સંબંધી રોગોમાં પણ થોડી રાહત મળે છે અને આ ખોરાક શરીર માટે ફાયદાકારક હોય છે.

ત્વચા માટે ફાયદાકારક

નિષ્ણાંતો જણાવે છે કે પિતાના વાસણમાં ખોરાક રાંધવાથી અને ખાવાથી તેમાંથી નીકળતું મિલેનિયમ તત્વ ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચાની સુંદરતા વધારવામાં મદદ મળે છે. પરંતુ તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સારી ગુણવત્તાવાળા પિતાના વાસણોમાં જ ખોરાક રાંધવો અને ખાવો જેથી તેની કોઈ આડઅસર ન થાય.

Image Source

આ બાબતોનું ધ્યાન રાખવું

ડાયટ એક્સપર્ટ શિખા એ શર્મા જણાવે છે કે, જો તમે પિત્તળના વાસણોમાં ભોજન રાંધો છો તો તમારે કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ જેથી તેની કોઈ આડઅસર ન થાય. સૌથી મહત્વની બાબત એ છે કે આ વાસણોની ગુણવત્તા સારી હોવી જોઈએ.

આ વાસણોમાં ક્યારેય એસિડિક ખોરાક ન રાંધવો જેમ કે લીંબુ, ટામેટા અથવા અન્ય કોઈપણ ખોરાક જેમાં ખાટા ઘટકો અથવા એસિડ હોય. કારણ કે તેઓ શરીર માટે હાનિકારક અસર પાડી શકે છે.

પિત્તળના વાસણો સમય સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાળા થઈ જાય છે. તેથી, પિત્તળના આવા વાસણોમાં ક્યારેય ખોરાક ન રાંધવો જે ઓક્સિડાઈઝ્ડ થઈ ગયા હોય અને તેની અસર ઓછી થઈ ગઈ હોય.

આ રીતે પિત્તળના વાસણ માં બનેલો ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે છે. પરંતુ આ વાસણોમાં ખોરાક રાંધતા અને ખાતા પહેલા તમે નિષ્ણાંતની સલાહ ચોક્કસ લો. જેથી કોઈપણ પ્રકારની આડઅસર ન થાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment