જાણો, લવિંગ ની ચા પીવાથી થતાં સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ અને તેને પીવાનો શ્રેષ્ઠ સમય

ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો પહોંચાડે છે, તેમાંથી એક મસાલો લવિંગ છે. જી હાં, લવિંગ, લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે લવિંગ ચાનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને અગણિત ફાયદા પહોંચાડે છે. લવિંગની ચા પીવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કારણ કે લવિંગની ચા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લવિંગમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, ફાઈબર, વિટામીન, ઝિંક, કોપર, સેલેનિયમ, થિયામીન, સોડિયમ, મેંગેનીઝ, પોટેશિયમ જેવાં તત્ત્વો મળી આવે છે, સાથે જ તેમાં એન્ટિ-માઈક્રોબિયલ, એન્ટિ-વાયરલ ગુણો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ લવિંગ ચા તમારા માટે ત્યારે જ ફાયદાકારક સાબિત થાય છે જો તમે તેનું યોગ્ય સમયે સેવન કરો છો. ચાલો જાણીએ લવિંગ ચા પીવાનો યોગ્ય સમય કયો છે.

લવિંગની ચા પીવાનો ઉતમ સમય અને ફાયદા –

લવિંગની ચા પીવાનો ઉતમ સમય – આમ તો તમે લવિંગની ચાનું સેવન કોઈપણ સમયે કરી શકો છો. પરંતુ જો તમે લવિંગની ચાનું સેવન સવારે સેવન કરો છો તો તે સ્વાસ્થ્યને અનેકગણો ફાયદો પહોંચાડે છે. તેમજ સવારે ખાલી પેટે લવિંગની ચાનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે સવારે ભૂખ્યા પેટે લવિંગની ચા પીવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે.

clove-for-bad-breath

લવિંગની ચા પીવાના ફાયદા –

1- લવિંગ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના દ્વારા તમે ઘણી બીમારીઓના શિકાર થવાથી બચી શકો છો.

2- લવિંગની ચાનું સેવન શરદી ઉધરસ જેવી ફરિયાદને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે લવિંગમાં એન્ટિવાયરલ ગુણ હોય છે.

3- લવિંગ ની ચાનું સવારે ભૂખ્યા પેટે સેવન કરવું એ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લવિંગની ચા નું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેની સાથે જ પેટ સંબંધિત ઘણી બીમારીઓ દૂર થાય છે.

4- આજકાલ મોટાભાગના લોકો વધતી મેદસ્વિતાના કારણે પરેશાન છે, પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટ લવિંગની ચાનું સેવન કરો છો તો તેનાથી વજન સરળતાથી ઓછું થાય છે.

5- લવિંગની ચાનું સેવન દાંતના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે, તેના સેવનથી દાંતનો દુખાવો અને પેઢાના દુખાવાની પરેશાની દૂર થાય છે.

6- લવિંગની ચાનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જેનાથી તમે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment