તેજપત્તાનો એક મોટો ઇતિહાસ રહેલો છે. પ્રાચીન રોમ અને ઈજીપ્તમાં તેની મદદથી લોકો તેમના મહાન અને આદરણીય લોકોને પહેરવા માટે મુગટ બનાવતા હતા. તે મહાન લોકો મુખ્યત્વે રાજા, યોદ્ધા અથવા મોટા જ્ઞાની હતા. ભારતમાં તમાલપત્રનો ભોજનમાં મસાલા રૂપે અને આયુર્વેદિક ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. સુકાયેલા તમાલપત્રનો ઉપયોગ ભોજનને સુગંધિત બનાવવા માટે થાય છે. તેના ઉપયોગ પેહલા પાનને તોડવામાં આવે છે. એવી વાનગીઓ જેને બનાવવામાં એક લાંબો સમય લાગે છે તેમાં તમાલપત્ર નો ઉપયોગ કરવામાં આવે છે. એક વાર ભોજન તૈયાર થઈ ગયા પછી પીરસતા પેહલા તમાલપત્રને કાઢી નાખવામાં આવે છે. તમાલપત્રમાંથી આવનારી સુગંધ તેના સ્વાદથી વધારે મહત્વપૂર્ણ હોય છે.
તમાલપત્રના ફાયદા અને નુક્સાન
તમાલપત્ર મળી આવતા વિસ્તાર:
તમાલપત્ર એશિયાના ઘણા ભાગમાં જોવા મળે છે. તેના માટે ગરમ આબોહવા વાળું સ્થાન શ્રેષ્ઠ છે, એશિયાના ભૂમધ્ય ભાગમાં તેની વિપુલતા જોવા મળે છે. ભૌગોલિક રૂપે તેને ‘ મેડિટરેનીયન બે લીફ ‘ કહેવામાં આવે છે. તમાલપત્રનું વૃક્ષ બારેમાસ લીલુછમ હોય છે, જેની ઉંચાઈ ઓછામાં ઓછી ૧૨ મીટરની હોય છે. મૂળ રૂપે તૈયાર એક તમાલપત્રનો આકાર પાંચ સેમી પહોળો અને દસ સેમી લાંબા હોય છે. આ વૃક્ષ સિવાય બીજા ઘણા વૃક્ષ છે જેનાથી તમાલપત્ર મેળવી શકાય છે. સ્થાન મુજબ તેને ‘ કૈલીફોનીયન બે લિફ’, ‘ ઈન્ડોનેશિયન બે લીફ, ‘વેસ્ટ ઇન્ડિયન બે લીફ’, ‘ઇન્ડિયન બે લીફ’ વગેરે પણ કેહવામાં આવે છે.
તમાલપત્ર ના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા:
તમાલપત્રથી ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા છે. પ્રાચીનકાળથી જ તેનો ઉપયોગ લીવર, આતરડા અને કિડનીના ઉપચારમાં થતો આવ્યો છે. ઘણીવાર તેનો ઉપયોગ મધમાખીએ મારેલા ડંખની જગ્યાએ લગાવવામાં કરવામાં આવે છે. હાલના દિવસોમાં ઘણા લોકો તેનો ઉપયોગ ઘણા નાના મોટા રોગોને દૂર કરવા માટે કરી રહ્યા છે.
શરદી અને તાવથી રાહત:
શરદી અને તાવ આવે ત્યારે તમાલપત્રને પાણી સાથે ઉકાળી લો. ત્યારબાદ આ ઉકળેલા પાણીમાં એક સ્વચ્છ કપડું પલાળી દર્દીના માથા અને છાતીને શેકવાથી તેની શરદી ઉધરસ અને છાતીના ચેપ થી રાહત મળે છે.
દુખાવામા રાહત મેળવવા માટે:
તમાલપત્રના તેલનો ઉપયોગ દુખાવા વાળી જગ્યા પર કરી શકાય છે. તેના તેલમાં દુખાવો દૂર કરવાના ગુણધર્મ છે. તેના તેલના ઉપયોગથી સોજા, આમવતી અને સંધિવાના દુખાવાથી રાહત મળે છે.
તાવમાં રાહત મળે છે:
તમાલપત્રની ગંધથી પરસેવો આવે છે. જો કોઈને તાવ હોય તો દર્દીને તેનું પાણી આપી શકાય છે. તેનાથી પરસેવો આવે છે અને દર્દીનો તાવ ઉતરવા લાગે છે.
પાચનમાં મદદરૂપ:
તમાલપત્રના સેવનથી પાચનતંત્ર વિકારોની સારવાર થઇ શકે છે. તેનો ઉપયોગ ભોજનમાં કરવાથી પેટ ફૂલવાથી પણ રાહત મળે છે.
ડાયાબિટીસ 2 માં રાહત:
તમાલપત્રનો સ્વાદ કડવો હોય છે. તેમાં એક પ્રકારનું એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધારવા અને ગ્લુકોઝ લેવલને નિયંત્રિત રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દવા લીધા પછી તેમાંથી બનેલી ચાનું સેવન ખૂબ વધારે ફાયદાકારક છે.
વિટામિન એ નો સારો સ્ત્રોત:
તમાલપત્રમાં વિટામીન એ નો ખૂબ સારો સ્ત્રોત રહેલો છે. તેનાથી આંખની કીકી સ્વસ્થ રહે છે અને આંખને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. કેમકે તેમાં એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે. તેના સેવનથી ત્વચાને નુકશાનથી બચાવે છે અને ત્વચા સ્વસ્થ રહે છે.
ચેતાતંત્રના નિયમનમાં મદદરૂપ:
તેમાં બી કૉમ્પ્લેક્સ જૂથના જુદા જુદા લગભગ બધા વિટામિન્સ હોય છે જેમ કે નિયાસિન પાયરી ડૉકસાઇન, પૈન્ટોથેનિક એસિડ,રાઇબોફ્લેવિટીન વગેરે રહેલ છે. તેનથી બનેલી હર્બલ ટીના સેવનથી નર્વસ સિસ્ટમ સરળતાથી ચાલવામાં મદદ મળે છે.
રોગ પ્રતિકારક શક્તિમાં મદદરૂપ:
તાજા તમાલપત્રમાં વિટામિન સી રહેલું હોય છે. તે વિટામીન સી મનુષ્યના શરીરમાંથી જીવાણુઓને દૂર કરે છે, સાથે જ તેમાં ઘણી સારી માત્રામાં લોહ તત્વ જોવા મળે છે. આ લોહ તત્વથી શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ થાય છે અને રોગપરતિકારક શક્તિ રહે છે.
બ્લપ્રેશરનું નિયંત્રણ:
તમાલપત્રમાં પોટેશિયમ જોવા મળે છે. તે તત્વ મનુષ્ય શરીરમાં રક્તપ્રવાહના નિયમનમા મદદરૂપ થાય છે. તેમાંથી બનેલી ચાનું સેવન કરવાથી બ્લપ્રેશર ના નિયમન અને નિયંત્રણમાં મદદ મળે છે.
હદય સ્વાસ્થ્ય:
તેમાં કૈફિક એસિડ, સૈમીસિલેટ વગેરે તત્વ જોવા મળે છે. તે બધા તત્વ હદયના સ્વાસ્થ્યને જાળવી રાખવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં જોવા મળતી રૂટિન હદયની રુધિરકેશિકાઓની દીવાલને સ્વસ્થ રાખે છે. સાથેજ કેફિક એસિડ શરીરમાંથી બીન જરૂરિયાત કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ:
તેનું સેવન શરીરમાં મેટાબોલિક દરને વધારી દે છે. બીએમઆરનું સ્તર વધારાથી સ્થૂળતા ઘટાડવા મદદ મળે છે.
તમાલપત્રમાં મળી આવતા જરૂરી તત્વ:
તમાલપત્રનો મુખ્યરૂપે ઉપયોગ તેને સૂકવીને કરવામાં આવે છે. આ પાનમાં તેજ સુગંધ અને તેનો સ્વાદ કડવો હોય છે.
- તેમાં ‘યુકેલિપ્ટોલ’ નામનું આવશ્યક તૈલીય પદાર્થ જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તે તત્વ રસોડામાંથી કીડા અને વાંદા ને દૂર રાખવા માટે વધારે ઉત્તમ છે.
- તમાલપત્રના તેલમાં લગભગ ૮૧ અલગ અલગ તત્વ જોવા મળે છે, જે કોઈને કોઈ પ્રકારથી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
- પોલીફિનોલ નામનું એક સક્રિય તત્વ આ પાનમાં ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે.
- તેમાં જોવા મળતા ઈન વિટ્રો નામનું તત્વ પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે.
પ્રતિ સો ગ્રામ તમાલપત્રમાં રહેલ જરૂરી તત્વો
- ઊર્જા – ૩૧૩ કિલો કેલેરી
- કાર્બોહાઈડ્રેટ – ૭૪.૯૭ ગ્રામ
- પ્રોટીન – ૭.૬૧ મિલીગ્રામ
- ચરબી – ૮.૩૬ મિલીગ્રામ
- કોલેસ્ટ્રોલ – ૦ મિલીગ્રામ
- ફોલેટ – ૧૮૦ એમસીજી
- નિયાસિન – ૨.૦૦૫ મિલિગ્રામ
- પાયરીડોકસિન – ૧.૭૪૦ મિલીગ્રામ
- વિટામિન એ – ૬૧૮૫ આઇ યુ
- વિટામિન સી – ૪૬.૫ મિલીગ્રામ
- સોડિયમ – ૨૩ મિલીગ્રામ
- પોટેશિયમ – ૫૨૯ મિલીગ્રામ
- કેલ્શિયમ – ૮૩૪ મિલીગ્રામ
- આયર્ન – ૪૩ મિલીગ્રામ
- મેંગેનીઝ – ૮.૧૬૭ મિલીગ્રામ
- ફોસ્ફરસ – ૧૧૩ મિલીગ્રામ
- ઝિંક – ૩.૭૦ મિલીગ્રામ
તમાલ પત્રના વૃક્ષના ઔષધીય ઉપયોગ:
લીલા અને સુકાયેલ કોઈપણ પ્રકારના તમાલ પત્ર ઔષધીય રૂપે અને રસોઈ ઘર બંનેમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેના ફળમાંથી પ્રાપ્ત તેલનો ઉપયોગ મુખ્યરૂપે સાબુ બનાવવમાં કરવામાં આવે છે. તેના પાનથી મેળવેલ તેલનો ઉપયોગ ઘણા પ્રકારના રોગ દુર કરવા અને ભોજન બનાવવા માટે કરવામાં આવે છે.
તમાલપત્રનો રસોઈમાં ઉપયોગ:
જોકે ઘાટા લીલા રંગના તમાલપત્રનો ઉપયોગ પણ રસોઈ માટે કરી શકાય છે, પરંતુ તેને થોડા દિવસ રાખ્યા પછી તેનું કડવાપણુ ઓછું થઈ જાય છે. જો રસોઈ બનાવતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો પીરસતા પેહલા તેને ભોજનમાંથી કાઢી નાખવું જોઈએ. નીચે તેના ઉપયોગના કેટલાક વિશેષ વર્ણન આપવામાં આવ્યું છે.
- તેનો ઉપયોગ મસાલા રૂપે કરી શકાય છે. મસાલામાં તેના ઉપયોગથી શાકભાજી અને અન્ય વાનગીઓમાં ખૂબ જ સરસ સુંગધ ભરાય છે.
- તે ખાસ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ જેવી કે સીફૂડ, મરઘા, માસ, પુલાવ વગેરેમાં તેનો વિશેષ રૂપે ઉપયોગ થાય છે.
- બ્રેડ સોસ, ટોમેટો સોસ વગેરે બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
- ‘કોર્ટ બુલિયન’ નામનું એક પીણું બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ‘કોર્ટ બુલિયન’ ખરેખર સફેદ વાઈન, કાંદા, અજમા, પાણી વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે.
- આ ઉપરાંત ઘણા મીઠા ભોજન જેમકે સ્વીટ બ્રેડ, ક્રીમ વગેરે બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
તમાલપત્રના નુકશાન:
જોકે તમાલપત્રનો ઉપયોગ ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ જરૂરિયાતથી વધારે તેના સેવનથી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.
- તમાલપત્રનું વધારે સેવન કરવાથી ડાયરિયા અને ઉલ્ટી થવાની શક્યતાઓ રહે છે.
- ગર્ભાવસ્થામાં હર્બલ ટીમાં તેને ઉપયોગમાં લેતા પેહલા એક વાર ડોકટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.
તમાલ પત્રના સેવનની રીત:
- આ પાનને પાણી સાથે ઉકાળીને તે પાણીનો ઉપયોગ ઘણી રીતે ઔષધીય રૂપે કરવામાં આવે છે.
- તેનો ઉપયોગ હર્બલ ટી બનાવવામાં થાય છે.
- તેના ફળ અને પાનથી જરૂરી તેલ પ્રાપ્ત થાય છે. જેનો ઉપયોગ માથાના દુખાવા, સાંધાના દુખાવા, સંધિવા, સોજા વગેરેથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે.
- તમાલપત્રની કેપ્સ્યુલ પણ બજારમાં ઉપલબ્ધ થઈ છે, જેનું સતત સેવન કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team