ઉનાળાના આ દિવસોમાં ભારતના ઘણા ભાગોમાં સૂર્યની ગરમી ધૂમ મચાવી રહી છે. સૂર્યની ગરમીથી ઘણા લોકો પરેશાન છે. જો તમે આ કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને દેશના પાંચ એવા પ્રવાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ઠંડકમાં પહોંચીને તમે આનંદથી તમારા પરિવાર સાથે ફરી શકો છો. આ પ્રવાસ સ્થળોએ તમને ગરમીથી રાહત મળશે તેમજ તમારા રજાના દિવસો પણ આનંદમય થઈ જશે. આ પ્રવાસ સ્થળો ઓછા ખર્ચાળ છે જેની તમારા બજેટ પર કોઇ અસર થશે નહીં.
1.સ્પિતી ઘાટી, જ્યાં ઉનાળામાં તાપમાન 15 ડિગ્રી રહે છે:
હિમાચલ પ્રદેશમાં આવેલું સ્પિતી ઘાટી ભારતમાં ઉનાળામાં ફરવાલાયક મુખ્ય પ્રવાસ સ્થળોમાંનું એક છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી 12,500 ફૂટ ઊંચાઈએ આવેલું છે અને ચોતરફ હિમાલયથી ઘેરાયેલું છે. સ્પિતી ઘાટી એક એવું સ્થળ છે, જ્યાં ઉનાળા દરમિયાન તાપમાન લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે તેમજ વર્ષ દરમિયાન ફક્ત 250 દિવસ તડકો નીકળે છે. તેથી તે ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે.
2. દાર્જિલિંગ નુ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહે છે.
પશ્ચિમ બંગાળ રાજ્યનું મુખ્ય પ્રવાસ સ્થળ દાર્જલિંગ જે ઉનાળામાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની સીમાઓ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ સાથે જોડાયેલી છે. ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન દાર્જલિંગ પણ ઠંડુ છે અને તે ચાના બગીચાઓ માટે વિશ્વ વિખ્યાત છે. અહીં ઉનાળામાં તાપમાન વધારેમાં વધારે 25 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અહીંની સુંદરતા તેમજ ઠંડીને લીધે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
3. ગરમ સ્થળોની સરખામણીમાં ખુબ જ ઓછા તાપમાન વાળું તવાંગ:
અરુણાચલ પ્રદેશમાં આવેલું તવાંગ ઉનાળામાં ફરવા માટે સૌથી મુખ્ય સ્થળ છે. તવાંગ ખુબજ ઠંડુ તેમજ સુંદર પ્રવાસ સ્થળ છે. અહીં અનેક મઠ છે જેમાં સૌથી વિશેષ તવાંગ મઠ છે. ઉનાળામાં તવાંગનુ તાપમાન 5 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. આ ક્ષેત્ર ખૂબ જ ઠંડુ છે તેથી અહીં ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓનો મેળાવડો રહે છે.
4. અંગ્રેજો દ્વારા વિકસિત થયેલું ઠંડુ ક્ષેત્ર રાણીખેત:
ઉત્તરાખંડમાં આવેલું રાણીખેત ખુબજ ઠંડુ અને મુખ્ય હિલ સ્ટેશન છે. શાંત જળ વાયુ અને પ્રાકૃતિક સુંદરતાને લીધે અહીં ઉનાળાની ઋતુનું મુખ્ય પ્રવાસ ક્ષેત્ર છે. રાણીખેત નું તાપમાન ઉનાળામાં 8 થી 22 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. રાણીખેતને અંગ્રેજો દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્ર જંગલો તેમજ હિમાલય પર્વતના પહાડોને જોડે છે.
5. ઉનાળામાં ફરવા લાયક ખાસ સ્થળ રાજસ્થાનનું માઉન્ટ આબુ:
ઉનાળાની ઋતુમાં ફરવા માટે પ્રખ્યાત રાજસ્થાનનું માઉન્ટ આબુ મુખ્ય હિલ સ્ટેશન માંથી એક છે. અહીંનું શાંત જળ વાયુ અને પર્વતથી નીચેની તરફના મેદાનોનું દ્રશ્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઉનાળાની ઋતુમાં માઉન્ટ આબુનું તાપમાન ફક્ત 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. ઉનાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ અહીંના પ્રખ્યાત સ્થળો નક્કી ઝીલ, હનીમૂન પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, દેલવાડા મંદિર વગેરે સ્થળોએ પહોંચીને આનંદ માણે છે.
દરેકને ખાસ વિનંતી છે કોઈ પણ જાહેર સ્થળ ઉપર તમારી સલામતી માટે માસ્ક જરૂર પહેરવું
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ઉનાળામાં ફરવા લાયક ભારતના ઓછા ખર્ચાળ એવા પાંચ સ્થળો વિશે જાણો”