આજે અમે તમારા માટે એક એવી જાણકારી લઈને આવ્યા છે. જેનાથી તમને ગર્વ થશે જો તમે ખેડૂતો તો તમને એક નવો રોજગાર પ્રાપ્ત થશે. આજે અમે વાત કરવાના છે ગાયના છાણ ના ફાયદાઓ વિશે અને એનાથી પ્રાપ્ત થતા રોજગાર વિશે.
મિત્રો તમે જાણો છો કે, ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. મોટા-મોટા હિન્દુ ગ્રંથોમાં પણ ગાયને એક અલગ ઉચ્ચ દરજ્જો મળ્યો છે. કહેવામાં આવે છે કે, જો કોઈની પાસે ગાય હોય તો એ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો સુતો નથી.
આ વાતને વિજ્ઞાન પણ માની ચૂક્યું છે કે, એક ગાય તમને ખૂબ જ ફાયદા પ્રાપ્ત કરાવે છે. ગાયના દૂધ થી લઈને એના ગોબરના પણ અનેક લાભ છે. હવે ગાયના દૂધથી વાત કરીએ અથવા ગૌમૂત્રની સૌથી મોટી બીમારી એનાથી દૂર થાય છે. માટે કહેવું ખોટું નથી કે જો તમારી પાસે ગાય છે, અને તમે એના થી થનારા ફાયદા વિશે જાણો છો તો, તમે એક આનંદમય જીવનની આશા રાખી શકો છો.
ગાયના ગોબર ના ફાયદા
દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોએ લાંબા સમય થી ગાય ના ગોબર પર સંશોધન કરી રહ્યા છે, અને તેમને સારા પરિણામ પ્રાપ્ત થયા છે. જેમ કે ગાયના છાણમાંથી ગોબર ગેસ બનાવી શકાય અને અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. એના વ્યવસાયથી રોજગાર મળે છે. ઉપરાંત સાબુ પણ બનાવવામાં આવે છે તો, આજે એના વિશે વધુ જાણકારી મેળવવીએ.
ગાયનું છાણ માંથી બનતા ખાતર અને કીટનાશક
જો તમે ખેડુત છો તો પોતાના ખેતરો માટે કિટનાશક ખરીદવાની જરૂર રહેતી નથી. હવે તમે ગાયના છાણથી કીટનાશક ને તૈયાર કરી શકો છો. એના માટે તમારે ગાયના છાણને એકઠું કરવાનું છે. જે તમારી બેથી ત્રણ મહિના સુધી કરવાનું રહેશે. એનાથી સારી માત્રામાં ખાતર એકઠું થશે. થોડા મહિનાઓ પછી છાણ પડ્યા રહેવાના કારણે એમાં ઘણા બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. જે ખેતર માટે ખૂબ જ લાભકારી હોય છે. આ એક ઉત્તમ કીટનાશક પણ છે.
ગોબર થી ગોબર ગેસ
ભારતમાં 60% લોકો ખેડુત છે. જેમના ઘરમાં બધી જ પ્રકારના પશુ હોય છે. જેમનું ગોબર એકઠું થાય છે. જો આપણા દેશના ખેડૂતો આ ગોબર નો ઉપયોગ સાચી રીતે સમજવા લાગે તો થોડી સમજદારી અને મહેનતથી પોતાનો એક આગવો અલગ વ્યવસાય પણ ઊભો કરી શકે છે. જેમાં એમને પોતાની ખેતી છોડવાની કોઈ જરૂર નથી. તેઓ ગોબર થી ગોબરગેસ એટલે કે બાયોગેસ જેને પોતાના ઘરે પ્લાન્ટ તૈયાર કરીને બનાવી શકાય છે તો ચાલો એના વિશેની જાણકારી મેળવીએ.
છાણથી બાયોગેસ બનાવવા માટે સૌથી પહેલાં પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે. જમીનમાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે. પ્લાન્ટ બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમારે કેટલી માત્રામાં છાણ એકઠું કરવાનું છે.
ગોબર ના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર થાય છે
મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ ગાયના ગોબરનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓ જડમૂળથી નાબૂદ કરી શકાય છે. એના ઘણા બધા ઉદાહરણ પણ છે તેનો લેપ શરીર પર લગાવવામાં આવે તો ગઠિયા, ત્વચાના રોગ જેવી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.
ગોબરમાંથી સાબુ બનાવવો
મિત્રો દરેક વ્યક્તિ રોજ નિયમિત સ્નાન કરે છે કારણ કે એનાથી સ્વસ્થ અને રોગમુક્ત રહી શકાય છે અને એના માટે આપણે શરીર પર સાબુ નો ઉપયોગ કરીએ છે. પરંતુ એનાથી ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે પણ, એની જગ્યાએ તમે ઘરે જ ગાયના ગોબરમાંથી સાબુ પણ બનાવી શકો છો. જેને બનાવવાની રીત નીચે મુજબ છે.
સામગ્રી
- લીમડાનું તેલ 2 લિટર
- કોપરાનું તેલ 200 ml
- મુલતાની માટી 2 કિલો
- ભીમસેની કપૂર 200 ગ્રામ
- કોસ્ટિક સોડા 40 ગ્રામ
- સિલિકેટ 1 લીટર
- ગૌમુત્ર અને ગોબરનો રસ 400મિલીલીટર
બનાવવાની રીત
- સૌપ્રથમ સાબુ બનાવવા માટે એક રાત પહેલા કોસ્ટિક સોડા અને ગૌમૂત્ર અને મેળવીને એક વાસણમાં રાખી દેવું.
- ત્યાર પછી સવારમાં ગોમૂત્ર અને ગોબરના રસને સારી રીતે મિક્સ કરી લેવું.
- ભીમસેની કપૂર નું ઝીણું ચૂર્ણ બનાવીને કોપરાના તેલમાં મિક્સ કરવું.
- હવે લીમડાનું તેલ લોખંડની કડાઈમાં ગરમ કરવું.
- ત્યારબાદ ગૌમુત્ર અને ગોબરના રસનું મિશ્રણ સોડા અને ગૌમૂત્રના મિશ્રણ એકસાથે કઢાઈમાં ધીરે ધીરે નાખવું. એને હલાવતા રહેવું.
- જ્યારે મિશ્રણ ખતમ થઈ જાય ત્યારે થોડી થોડી મુલતાની માટી મિક્સ કરવી અને હલાવતા રહેવુ.
- હવે કઢાઇ નીચે ઉતારી ને સોડીયમ સીલીકેટ મિક્સ કરવું. એનાથી સાબુ તૂટશે નહીં.
- ત્યાર પછી મિશ્રણમાં થોડું ગરમ હોય ત્યારે નારીયલ તેલ અને કપૂર નું મિશ્રણ મિક્સ કરવું.
- જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે એને બીબામાં નાખી ને જમાવી દેવુ.
- ત્યાર પછી એને સુકાવા માટે રહેવા દેવું. ધ્યાન રાખવું કે એને છાયડા માં સૂકવવાનું છે કારણકે, સાબુને તાપમા સુકવવામાં આવે તો એમાંથી તેલ છૂટુ પડવા લાગે છે.
આ રીતે તમે સાબુ તૈયાર કરી શકો છો.
વ્યવસાય અને રોજગાર
મિત્રો આજે અમે તમને ગાયના ગોવાળ નું ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિશે જણાવ્યું તમને ચિકિત્સા ક્ષેત્ર બાયોગેસના રૂપમાં અને સાબુ બનાવવાનું વિધિ પરંતુ શું તમે વિચાર્યું છે કે આ બધું કરીને તમે રોજગાર પણ પેદા કરી શકો છો. જેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે રહીને જ રોજગાર પ્રાપ્ત કરી શકો છો જેમ કે દૂધ ઘી વગેરે નો વ્યવસાય કરવામાં આવે છે એ જ રીતે તમે ગાય ના છાણ દ્વારા પણ વ્યવસાય કરી શકો છો.
છાણા દ્વારા વ્યવસાય
જો તમે ગામડામાં રહેતા હોવ તો, અથવા તો ક્યારેક ગામડામાં ગયા હો તો તમે જોયું હશે કે, મહિલાઓ સમય મળતા પશુઓના છાણ ના છાણા બનાવે છે. જેને જમીન પર થેપીને બનાવે છે.
તમને જણાવી દઇએ કે, આ છાણા ની માંગ આખા ભારતમાં છે. જેને વેચીને તમે મોટો વ્યવસાય કરી શકો છો. કારણ કે, શહેરોમાં હવન અને પૂજાપાઠ માટે સૌથી વધુ ગાય ના ગોબર ના છાણા ની જરૂર પડે છે. ભારતમાં એની માંગને જોતા મોટી મોટી વેબસાઈટ પર એને વેચવામાં આવી રહ્યા છે. આવા જ પ્લેટફોર્મ થી તમે પણ કમાણી કરી શકો છો.
ગોબર ગેસ નો વ્યવસાય
આગળ અમે જે જણાવ્યું કે, ગોબર ગેસને ઘરે કઈ રીતે બનાવી શકાય છે. એ જ પ્રયોગ સરકાર ઇંધણ બનાવવા માટે કરે છે. તમે આ ગેસ બનાવીને સરકારની વેચી શકો છો. જો તમે યોગ્ય રીતે આ વ્યવસાય કરવા માંગતા હોવ તો, આ ઘણો મોટો વ્યવસાય થઈ શકે છે.
તમને રોજગારની સાથે-સાથે અન્ય લોકો માટે રોજગાર પેદા કરવાની તક પણ મળશે. સાથે જ પર્યાવરણ પણ સુરક્ષિત રાખવામાં તમે ભાગીદાર બનશો. બાયોગેસ થી વીજળી, પંપ, ચૂલ્હા વગેરે ચલાવી શકાય છે. માટે સરકાર પણ લોકોને ગોબરગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં મદદ કરી રહી છે.
જો તમે તમારો પોતાનો ગોબરગેસ પ્લાન્ટ ઉભો કરવા માંગતા હોવ તો, પોતાના નજીકના ગ્રામ પંચાયત નિગમ નો સંપર્ક કરવો જોઈએ.
તો મિત્રો આ હતી, ગાયના છાણ સાથે સંબંધિત વ્યવસાય અને અન્ય વિશેષ માહિતી અમને આશા છે કે, તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જાણો ગાયના ગોબરના ફાયદા 👉 ઉપરાંત એની સાથે સંકળાયેલ રોજગાર 👉 વ્યવસાય સંબંધિત સંપૂર્ણ માહિતી ✍”