ભારતીય રસોઈ ટામેટા વગર અધુરી માનવામાં આવે છે. શાકભાજીમાં તેની ભૂમિકા મહત્વનીછે. તેવું એટલા માટે કેમકે ટામેટા ફક્ત સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ટામેટામાં રહેલ ગુણના કારણે તેની ગણતરી સુપર ફૂડ તરીકે કરી શકાય છે. આ કારણ છે કે ફક્ત ગુજરાતીના આ લેખમાં અમે વાત કરીશું તે ગુણકારી ટામેટાના ફાયદા, ઉપયોગ અને ટામેટાના નુકશાન વિશે.
સૌથી પહેલા આપણે જાણીએ ટામેટાથી થતા ફાયદાઓ વિશે.
ટામેટા ખાવાના ઘણા ફાયદાઓ છે. લેખના આ ભાગમાં અમે તે ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પરંતુ તે પેહલા અમે તે સ્પષ્ટ કરી દેવા ઈચ્છીએ છીએ કે ટામેટા કોઈપણ ગંભીર રોગનો ઉપચાર
નથી. તે ફક્ત તેના લક્ષણોને અમુક હદ સુધી ઓછા કરી શકે છે. ચાલો જાણીએ, ટામેટા ખાવાના ફાયદા:
1. દાંત અને હાડકા માટે
દાંત અને હાડકા સ્વસ્થ રાખવા માટે ટામેટા ફાયદાકરક સાબિત થઈ શકે છે. એનસીબીઆઇ ( નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન ) ની વેબસાઇટ પર પ્રકાશિત શોધ મુજબ, ટામેટા લાઈકોપીનથી ભરપુર હોય છે, જે હાડકાને નુકશાન પહોંચવાથી બચાવી શકે છે.
આ ઉપરાંત ટામેટા કેલ્શિયમથી ભરપુર હોય છે. જણાવી દઈએ કે શરીરના લગભગ 99 ટકાથી વધારે કેલ્શિયમ હાડકા અને દાંતમાં એકઠું થાય છે, જે તેને મજબૂત બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં તે માની શકાય છે કે દાંતો અને હાડકાના સ્વાસ્થ્ય માટે ટામેટાનું સેવન ફાયદાકારક થઈ શકે છે.
2. આંખોના રોગ માટે ફાયદાકારક
ટામેટાના સેવનથી આંખોની રોગથી બચી શકાય છે. તેના માટે ટામેટામાં જોવા મળતું વિટામિન સી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે એન્ટી ઓક્સિડન્ટ રૂપે વિટામિન સી કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. સાથેજ તે આંખોને રોગમુક્ત રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવું માની શકાય છે કે આંખોને સ્વસ્થ રાખવા માટે ટામેટા ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3. વજન ઓછું કરવામાં મદદરૂપ
એનસીબીઆઈ ની વેબસાઇટ પર પ્રકાશિત શોધનું માનીએ તો ટામેટાના રસના સેવનથી શરીરનું વજન અને ચરબી ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટામેટાને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમજ, ફાઈબર વજનને ઓછું કરવામાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમ કહેવું પણ કઈ ખોટું નથી કે વજન ઓછું કરવા માટે ટામેટાનું જ્યુસ પીવાના ફાયદા જોઈ શકાય છે.
4. ડાયાબિટીસ માટે
ડાયાબિટીસની સમસ્યામાં પણ ટામેટાનો ફાયદો જોઈ શકાય છે. ખરેખર, ટામેટામાં રહેલ નારિંગીન નામનો ઘટક એન્ટીડાયબીટિક અસર પ્રદર્શિત કરી શકે છે જે બ્લડ ગલુકોઝના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ટામેટાનું જ્યુસ લાઈકોપીન, બીટા કેરોટિન, પોટેશિયમ, વિટામિન સી, ફ્લેવોનોઈડ, ફોલેટ અને વિટામિન ઈ થી ભરપુર હોય છે, જે ટાઇપ 2 ડાયાબિટીસના જોખમને અટકાવી શકાય છે. તેના આધારે કહી શકાય છે કે ડાયાબિટીસના ખોરાકમાં ટામેટાનું જ્યુસ પીવાથી ફાયદો થઈ શકે છે.
5. કેન્સર માટે
લાલ ટામેટામાં લાઈકોપીન જોવા મળે છે જે એક કેરોટીનોઈડ છે. આ સંયોજક કેન્સર સામે કીમો પ્રિવેટીવ ગુણ પ્રદર્શિત કરી શકે છે. આ ઉપરાંત, લાઈકોપીનમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક ગુણ પણ હોય છે, જે કેન્સરની સમસ્યાને વધતું અટકાવવામાં મદદ કરી શકે છે. આ આધારે માની શકાય છે કે ટામેટા ખાવાના ફાયદા કેન્સરના જોખમને ઓછું કરવા માટે જોઈ શકાય છે.
પરંતુ, અમે તે સ્પષ્ટ કરી દઈએ છીએ કે કેન્સર એક ગંભીર બીમારી છે. આવી સ્થિતિમાં તેના માટે ડોકટરની સલાહ જરૂર લો. ઘરેલુ નુસ્ખાની મદદથી આ બીમારીનો ઉપચાર સંભવ નથી.
6. બ્લડ પ્રેશર માટે
ઉચ્ચ લોહીના દબાણની સમસ્યામાં પણ ટામેટા ખાવાનો ફાયદો જોઈ શકાય છે. જણાવી દઈએ કે ટામેટાના અર્કમા લાઈકોપીન, બીટા કેરોટિન અને વિટામિન ઈ જેવા ઘણા કેરોટીનોઈડ રહેલ હોય છે. આ દરેક એક પ્રભાવી એન્ટી ઓક્સિડન્ટ રૂપે કામ કરી શકે છે જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરી શકે છે. સાથેજ લાલ ટામેટાની અંદર જોવા મળતા આ બધા પોષક તત્વ લોહીના દબાણને પણ ઓછું કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
7. એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ
ટામેટાનો ઉપયોગ બળતરાને લગતી સમસ્યા માટે કરી શકાય છે. જણાવી દઈએ કે ટામેટામાં લાઈકોપીન, બીટા કેરોટિન, વિટામિન સી, વિટામિન ઈ જેવા ઘણા એવા ઘટકો રહેલા હોય છે, જે એન્ટી ઈફ્લેમેન્ટરી અથવા બળતરા ઓછા કરનારા ગુણ પ્રદર્શિત કરી શકે છે. આ આધારે તે કેહવુ ખોટું નથી કે બળતરા સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ટામેટાનો ફાયદો જોઈ શકાય છે.
8. ગર્ભાવસ્થામાં ઉપયોગી
ટામેટાના ઔષધીય ગુણોના કારણે તેનો ઉપયોગ ગર્ભાવસ્થામાં પણ થઇ શકે છે. ખરેખર, ટામેટા ફોલેટથી ભરપૂર હોય છે, જે ગર્ભમાં રહેલા ભ્રૂણને ન્યુરલ ટ્યુબ દોષ એટલેકે કરોડરજ્જુના હાડકાઓ અને માથા સાથે જોડાયેલ રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. આ આધારે તે કહી શકાય છે કે ટામેટાના ગુણ ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને ખૂબ ફાયદો પહોચાડી શકે છે.
9. દર્દ નિવારક
ટામેટાના ગુણની વાત કરીએ તો તે દુખાવાથી પણ રાહત આપી શકે છે. ખરેખર, ટામેટા ફલેવોનોઈડથી ભરપૂર હોય છે. જેને દર્દ નિવારક ગુણ પ્રદર્શિત કરવા માટે ઓળખવામાં આવે છે. આ કારણે છે કે દુખાવાને લગતી સમસ્યાઓ માટે ટામેટાનો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે.
10. હદય માટે
વૈજ્ઞાનિક અભ્યાસમા પુષ્ટિ કરવામાં આવી છે કે ટામેટામાં કાર્ડીયો પ્રોટેક્ટિવ ગુણ હોય છે. સાથેજ તે લાઈકોપીન, બીટા કેરોટિન, ફોલેટ, પોટેશિયમ, વિટામિન સી, ફ્લેવોનોઇડ અને વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે. આ બધી ખૂબીઓને કારણે જ ટામેટા કોલેસ્ટ્રોલ તેમજ બ્લપ્રેશરને રોકવામાં મદદરૂપ થાય છે. જો કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રશર નિયંત્રિત રહશે, તો હદયને લગતા રોગ થવાના જોખમ ઓછા થઈ શકે છે.
11. પ્રતિરોધક ક્ષમતાને વધારે છે
રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવા માટે પણ ટામેટા ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટામેટા પર થયેલા એક સંશોધનનું માનીએ તો ટામેટામા રહેલ કેરોટીનોઈડ એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ રૂપે કામ કરી શકે છે, જે પ્રતિરક્ષા પ્રણાલીને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ રીતે ટામેટાના ગુણમાં સારી પ્રતિરોધક ક્ષમતાને પણ સામેલ કરી શકાય છે.
12. લોહીની ગાંઠો બનતી અટકાવે
ટામેટા લોહીની ગાંઠો બનતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. વૈજ્ઞાનિક શોધમાં જોવા મળ્યું છે કે ટામેટામાં રહેલ લાઈકોપીન, કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાની સાથે લોહીની ગાંઠો બનતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. તેના આધારે માની શકાય છે કે ટામેટા ખાવાના ફાયદા લોહીની ગાંઠો બનતી અટકાવવામાં જોઈ શકાય છે.
13. સ્નાયુઓને મજબૂત બનાવે
ટામેટા અને ટામેટાથી બનેલા ઉત્પાદનમા પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. તેમજ, જણાવી દઈએ કે પોટેશિયમ શરીર માટે મહત્વપૂર્ણ ખનીજોમાંથી એક છે. પોટેશિયમયુક્ત ખોરાકના સેવનથી સ્નાયુઓના નિર્માણમાં મદદ મળી શકે છે. પરંતુ ટામેટાનું જ્યુસ ટામેટામાંથી જ તૈયાર થાય છે. આવી સ્થિતિમાં જ્યુસ પીવાના ફાયદાઓ પણ સ્નાયુઓના નિર્માણમાં મદદરૂપ થઈ શકે છે.
14. પાચનને લગતી સમસ્યાઓ
પાચનને લગતી સમસ્યાઓમાં ટામેટાનું સેવન ફાયદાકારક થઈ શકે છે. એનસીબીઆઇ પર રહેલ શોધનું માનીએ તો ટામેટામાં લાઈકોપીન જોવા મળે છે જે પાચનતંત્ર માટે મદદરૂપ થઈ શકે છે. તેમજ એક અન્ય શોધ મુજબ ટામેટાને કલોરાઇડનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, શરીરના પ્રવાહી પદાર્થોનું સંતુલન જાળવી રાખવા માટે કલોરાઇડની જરૂર હોય છે, જે પેટનો એક અનિવાર્ય અંગ છે. તેના આધારે માની શકાય છે કે ટામેટા પાચન માટે સારા હોઈ શકે છે.
15. લીવર માટે ઉતમ
સંશોધનનું માનીએ તો ટામેટા માં રહેલ લાઈકોપીન આલ્કોહોલિક લિવરની બીમારીને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. તેમજ એક અન્ય શોધમાં જણાવવામાં આવ્યું છે કે ટામેટાના સેવનથી લીવર કેન્સરના જોખમને ઓછું કરી શકાય છે. ટામેટા અને ટામેટાના જ્યુસના ફાયદાઓ સ્વાસ્થ્ય માટે સારા હોઈ શકે છે.
16. મસ્તિષ્ક માટે
મસ્તિષ્ક માટે પણ ટામેટાનું સેવન કરવું ફાયદાકારક થઈ શકે છે. સંશોધનનું માનીએ તો ટામેટામાં રહેલ લાઈકોપીન અલ્ઝાઈમર જેવી ગંભીર બીમારીઓ રોકવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમજ, ટામેટામાં રહેલ વિટામિન સી ન્યૂરોટ્રાન્સમિટર, નોરેપીનેફ્રાઇનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો વિટામિન સી ની માત્રા ઓછી હોય છે તો તે વ્યક્તિના મૂડ ઉપરાંત મસ્તિષ્કના કામને પણ અસર કરી શકે છે. તેના આધાર પર કહી શકાય છે કે ટામેટાના ઔષધીય ગુણ મસ્તિષ્ક માટે ઉતમ સાબિત થઈ શકે છે.
17. ત્વચાના સ્વાસ્થ્ય માટે
ટામેટા ત્વચા માટે સારા માની શકાય છે. તેમાં જોવા મળતા લાઈકોપીન ત્વચાને યુવી કિરણોથી સુરક્ષા પ્રદાન કરવાની સાથે સનબર્ન થી જોડાયેલ સમસ્યામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેટલું જ નહિ, લાઈકોપીનથી ભરપુર ટામેટા એક સારા કલિંજર રૂપે પણ કામ કરી શકે છે, જે ત્વચાની ગંદકીઓ બહાર કાઢવામાં મદદ કરી શકે છે.
18. વાળ માટે
વાળના સારા સ્વાસ્થ્ય માટે લાલ ટામેટા ફાયદાકારક હોઈ શકે છે. ટામેટામાં ફ્લેવોનોઇડ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળ ખરતા અટકાવવા માટે મદદરૂપ થઈ શકે છે. તેમજ, ટામેટા વિટામિન એ થી પણ ભરપૂર હોય છે, જે વાળને ચમકદાર અને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ટામેટા વિશે આટલું જાણ્યા પછી હવે વાત કરીએ તેમાં રહેલ પૌષ્ટિક તત્વ વિશે.
ટામેટાના પૌષ્ટિક તત્વો
ટામેટામાં જોવા મળતા આ બધા પોષક તત્ત્વો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદો પહોચાડી શકે છે.
- પોષક તત્વ – માત્રા પ્રતિ 100 ગ્રામ
- પાણી – 94.52 ગ્રામ
- ઉર્જા – 18 કેલેરી
- પ્રોટીન – 0.88 ગ્રામ
- ચરબી – 0.2 ગ્રામ
- કાર્બોહાઈડ્રેટ – 3.89 ગ્રામ
- ફાઇબર – 1.2 ગ્રામ
- શુગર – 2.63 ગ્રામ
- કેલ્શિયમ – 10 મિલીગ્રામ
- આયર્ન – 0.27 મિલીગ્રામ
- મેગ્નીશિયમ – 11 મિલીગ્રામ
- ફોસ્ફરસ – 24 મિલીગ્રામ
- પોટેશિયમ – 237 મિલીગ્રામ
- સોડિયમ – 5 મિલીગ્રામ
- જિંક – 0.17 મિલીગ્રામ
- કોપર – 0.059 મિલીગ્રામ
- વિટામિન સી – 13.7 મિલીગ્રામ
- થીયાસિન – 0.037 મિલીગ્રામ
- રાઇબોફલેવિન – 0.019 મિલીગ્રામ
- નિયાસિન – 0.594 મિલીગ્રામ
- વિટામિન બી 6 – 0.08 મિલીગ્રામ
- ફોલેટ – 15 માઇક્રોગ્રામ
- વિટામિન એ આરએઈ – 42 માઇક્રોગ્રામ
- બીટા કેરોટિન – 499 માઇક્રોગ્રામ
- વિટામિન ઈ – 0.54 માઇક્રોગ્રામ
- વિટામિન કે – 7.9 માઇક્રોગ્રામ
- ફૈટી એસિડ ટોટલ સૈચૂરેટેડ – 0.028 ગ્રામ
- ફૈટી એસિડ ટોટલ મોનોસૈચૂરેટેડ – 0.031 ગ્રામ
- ફૈટી એસિડ ટોટલ પોલીસૈચૂરેટેડ – 0.083 ગ્રામ
ટામેટા ખાવાના ફાયદા અને નુકશાન વિશે જાણ્યા પછી હવે અમે ટામેટાની કેટલીક ખાસ રેસિપી વિશે જણાવી રહ્યા છીએ.
ટામેટાનો ઉપયોગ
ચાલો જાણીએ પોષણથી ભરપૂર ટામેટાના ફાયદા મેળવવા માટે ટામેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
1. ટામેટાનું સુપ
સામગ્રી
- 400 ગ્રામ ટામેટા
- 1 ચમચી લાલ મરચુ પાવડર
- 1 કપ ફૈટ વગરનું દૂધ
- 1 ચમચી લસણ પાવડર
- અડધી ચમચી પીસેલ મરી
- 2 મોટી ચમચી તાજા તુલસીના પાન
- 1 સ્લાઈસ ટોસ્ટ
કેવી રીતે ઉપયોગ કરવો:
- ટામેટા અને લાલ મરચાને બ્લેંડરથી સરખી રીતે પીસી લો.
- એક વાસણમાં ટામેટા અને મરચાનું તૈયાર મિશ્રણ નાખો અને ધીમા તાપે 10 મિનિટ સુધી ઉકાળો.
- હવે દૂધ, લસણ પાવડર અને મરી નાખો અને 5 મિનિટ સુધી ઉકાળી લો.
- હવે તેમાં તુલસીનાં પાન નાખી અને પીરસો.
2. તરબૂચ અને ટામેટાનું સલાડ
સામગ્રી
- 2 મોટા ટામેટા
- 2 મોટી ચમચી સફરજન સરકો
- 1 મોટી ચમચી જૈતુનનું તેલ
- 1 મોટી ચમચી તાજા તુલસી
- બીજ વગરના 4 કપ તરબૂચ
- અડધી ચમચી પીસેલ મરી
કેવી રીતે ઉપયોગ કરવો:
- ટામેટાને મોટા મોટા ટુકડામાં કાપી ડિશમાં રાખો.
- પછી એક વાટકીમાં સફરજન સરકો, તેલ અને તુલસીના પાનને સરખી રીતે ભેળવી પેસ્ટ બનાવી લો.
- બધાને મિક્સ કર્યા પછી તેમાં તરબૂચ નાખો અને ત્યાં સુધી યોગ્ય રીતે મિક્સ કરો, જ્યાં સુધી પેસ્ટનું તરબૂચ ઉપર પડ બને.
- ત્યારબાદ ટામેટા ઉપર કોટ કરેલ તરબૂચ ઉમેરો.
- હવે મીઠું અને મરી ઉમેરી અને પીરસો.
- ટામેટાના ઉપયોગ પછી જાણીએ યોગ્ય ટામેટાની પસંદગી અને તેને સુરક્ષિત રાખવાની ટીપ્સ.
કેવી રીતે પસંદગી કરવી
- પાકેલા અને કડક ટામેટા જ પસંદ કરો જે ક્યાંયથી પણ પોચા અને ટોચાવાળા હોય નહિ.
- ટામેટા ઠંડી પ્રત્યે ઘણા સંવેદનશીલ હોય છે. તે ટામેટા પાકવાની પ્રક્રિયાને અસર કરી તેના સ્વાદને પણ ઓછો કરી શકે છે.
સંગ્રહ કરવાની રીત
- ટામેટાને તડકામાં રાખવા જોઈએ નહિ. તેને ઓરડાના સામાન્ય તાપમાને રાખી શકાય છે અને તેને શક્ય તેટલા ઝડપથી ઉપયોગ કરી લેવા જોઈએ.
- સરખી રીતે પાકેલા ટામેટાને ફ્રીજમાં રાખો. ફ્રીજમાં તે 2-3 દિવસ સુધી તાજા રેહશે.
- તૈયાર ટામેટા ઘણા પ્રકારે આવે છે જેમકે કાપેલા, કેચઅપ, સુપ અને ચટણી વગેરે.
- તૈયાર પેકિંગ વાળા ટામેટાનું સેવન છ મહિનાની અંદર કરી શકાય છે.
- જો વધારે ટામેટા છે તો ટામેટાને ફ્રીજમાં પણ રાખી શકાય છે.
ટામેટાના નુકશાન
ટામેટા ખાવાના ફાયદા જાણવાની સાથે ટામેટાથી થતાં નુકશાન વિશે જાણવું પણ જરૂરી છે, કેમકે વધારે માત્રામાં તેનું સેવન નુકશાનકારક થઈ શકે છે. તેથી અહી અમે ટામેટાના નુકશાન જણાવી રહ્યા છીએ, જે આ રીતે છે
આમતો ટામેટાથી થતી એલર્જી ખૂબ ઓછી જોવા મળે છે, પરંતુ તેને છતાં પણ તેની પરાગથી શ્વાસ સંબંધી એલર્જી થઈ શકે છે, જેને ઓરલ એલર્જી સિન્દ્રોમ કહી શકાય છે.
આ ઉપરાંત, જો કોઈ હદય રોગ સાથે જોડાયેલ દવાઓનું સેવન કરી રહ્યા છે તો આવી સ્થિતિમાં તેને ટામેટાનુ સેવન ડોકટરની સલાહ મુજબ જ કરવું જોઈએ. ખરેખર, ટામેટાને પોટેશિયમ થી ભરપુર માનવામાં આવે છે. તે લોહીમાં પોટેશિયમના સ્તરને વધારી શકે છે, જે હદયને લગતા જોખમોને વધારી શકે છે.
તે જ નહિ, જો કોઈ કિડની સંબંધિત સમસ્યા પણ ભોગવી રહ્યા છે તો તેને પણ ટામેટાનું સેવન કરતા પેહલા એક વાર ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ.
ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગની સમસ્યામાં ટામેટાના સેવનની સલાહ આપવામાં આવતી નથી. ટામેટામાં રહેલ એસિડ આ સમસ્યાને વધારી શકે છે.
ટામેટા ખાવાના ફાયદા અને નુકશાન બંને છે. આવી સ્થિતિમાં જો ટામેટાના નુકશાનથી બચીને ટામેટા ખાવાના ફાયદા પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો થોડી માત્રામાં જ તેનું સેવન કરો. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એકલા અથવા કોઈપણ શાકભાજી સાથે ઉમેરીને પણ રાંધી શકાય છે. આ ઉપરાંત ટામેટાનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે પણ કરી શકાય છે. આવી સ્થિતિમાં હવે તમે ગભરાયા વગર ટામેટાને તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.