પાનને ફક્ત માઉથ ફ્રેશનર સમજવાની ભૂલ ન કરવી. તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ફાયદાઓ પણ છે, જેને તમે આ લેખમાં જાણી શકો છો.
ભોજન કર્યા પછી જ્યારે વાત માઉથ ફ્રેશનારની આવે છે ત્યારે મગજમાં સૌથી પેહલું નામ પાનનું આવે છે. હિન્દુ ધર્મમાં પાનને પવિત્ર માનવામાં આવે છે અને તેનો પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ પાનનું મહત્વ અહી પૂર્ણ થતું નથી સ્વાસ્થયની દ્રષ્ટીએ પાન પણ ખૂબ ફાયદાકારક હોય છે. જો તમે પણ પાન ખાવાના ફાયદાઓ જાણવા ઈચ્છો છો તો આ સંપૂર્ણ લેખ વાંચો.
પાનમાં રહેલ પોષક તત્વો:
- પ્રોટીન – ૪ %
- ખનીજ – ૩.૩ %
- ફાઇબર – ૩ %
- વિટામિન સી – ૧%
- વિટામિન એ – ૧૦૦ ગ્રામ
- પોટેશિયમ – ૫ %
- આયોડિન – ૧૦૦ ગ્રામ
પાન ખાવાના ફાયદાઓ
૧. દાંતના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:
પાનમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપટીજ હોય છે. પરંતુ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે દાંત સડી રહ્યા હોય તો તમારે નિયમિત રૂપે પાન ચાવવું જોઈએ. તેમ કરવાથી જે દાંત સડી ગયા છે તે ઠીક થશે નહિ, પરંતુ તમારા બાકીના દાંત સંક્રમિત થશે નહીં. દાંતમાં દુખાવો છે તો પણ પાન ખાવાથી રાહત મળે છે.
૨. પાચનક્રિયા સ્વસ્થ રાખે છે:
ભોજન કર્યા પછી પાન ખાવાની પરંપરા ઘણી જૂની છે. સ્વાસ્થયની દ્રષ્ટિએ પણ પાન ખાવું ખરાબ નથી, ખાસકરીને પાચનને સ્વસ્થ રાખવા માટે પાન ખાવું સારું માનવામાં આવે છે. પાનમાં પાચક ગુણ હોય છે. ભોજન કર્યા પછી જો તમે પાન ખાઓ તો ભોજન સારી રીતે પચી શકે છે અને ગેસ, પેટનું ફૂલવું અને પેટના દુખાવા જેવી સમસ્યા થતી નથી.
૩. મોઢાની ચાંદીને મટાડવામાં મદદરૂપ:
મોઢામાં ચાંદી ખૂબ પીડાદાયક હોય છે. જ્યાં સુધી તે સારી થતી નથી ત્યાં સુધી ભોજન સરખું જમી શકતા નથી અને પાણી યોગ્ય રીતે પી શકતા નથી.પાનમાં હીલિંગ પ્રોપર્ટીજ હોય છે. આવી સ્થિતિમાં પાનમાં પિપરમિંટ અને કાથો લગાવીને ખાવાથી મોઢાની ચાંદીના સોજા ઓછા થઈ જાય છે અને તે ધીમે ધીમે સુકાવા લાગે છે.
૪. કબજિયાત માટે ફાયદાકારક:
જો તમને કબજિયાતની સમસ્યા રહે છે તો તમારે દરરોજ ભોજન પછી પાન ખાવું જોઈએ. અલબત્ત તમે આખું પાન ખાવાને બદલે અડધુ પાન જ ખાઓ. તમને જણાવી દઇએ કે પાનમાં ૮૫ થી ૯૦ ટકા પાણી હોય છે, તેથી તે કબજિયાતની સમસ્યામાં ખુબજ ફાયદાકારક હોય છે.
૫.માથાનો દુખાવો, ઉધરસ અને કંજેશનમાં અસરકારક:
પાન એન્ટિસેપ્ટિક અને એન્ટી ફંગલ હોવાની સાથે જ એન્ટી માઇક્રોબીયલ પણ હોય છે. સાથેજ તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એન્ટિ ઇન્ફ્લેમેટરી હોવાને કારણે તે શરીરની અંદર અને બહાર બંને રીતે સોજાને ઓછા કરે છે. તેથી ઉધરસ, કંજેશન અને માથાનો દુખાવો થવા પર તમે પાનનું સેવન જરૂર કરો. તેનાથી તમને ખૂબ રાહત મળશે.
પાન ખાવાના અન્ય ફાયદાઓ –
૧. ખાવાની સાથે પાનની પેસ્ટ તમે ત્વચા પર લાગેલ ઘા અને ખીલ પર પણ લગાવી શકો છો. ખરેખર, પાનમાં હીલિંગ પ્રોપર્ટીજ હોય છે, સાથેજ તે એન્ટી ઇફ્લેમેન્ટરી હોય છે તેથી ત્વચા પર તેનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.
૨. જો તમારા શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવે છે તો સ્નાન કરવાના પાણીમાં પાનને પલાળીને રાખી દો અને તે પાણીથી સ્નાન કરી લો. તેમ કરવાથી શરીરથી દુર્ગંધ આવવાની સમસ્યામાં તમને રાહત મળશે. તમને જણાવી દઈએ કે પાનમાં શરીરની અંદર અને બહારથી ડિટોક્સીફાય કરવાના ગુણ હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team