સફેદ મૂસળીના ઉપયોગથી સ્વાસ્થ્યને થતાં ૬ ફાયદા અને તેના કેટલાક નુકશાન વિશે જાણો

Image Source

દુનિયાભરમાં ઘણી એવી જડી બુટીઓ છે, જે ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તેવીજ એક જડી બુટીનું નામ છે સફેદ મૂસળી. જંગલોમાં જોવા મળતી સફેદ મૂસળી ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ફક્ત વજન ઓછું કરવામાં મદદરૂપ નથી પરંતુ શુગરના દર્દી તેના સેવનથી તેમની મધુમેહની સમસ્યાને દૂર કરી શકે છે. સફેદ મૂસળીની ઓળખ તેના ઊભા પાનથી કરવામાં આવે છે. ગોળ આકારના મૂળ હોવાની સાથે તેના પાન ચીકણા, પાતળા અને લાંબા હોય છે. આજનો અમારો લેખ આ વિષય પર છે. આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી જણાવીશું કે સફેદ મૂસળીના શું શું ફાયદા થાય છે, સાથેજ તેના નુકશાન વિશે પણ જણાવીશું તો ચાલો જાણીએ…

૧. પ્રતિરક્ષા પ્રણાલી માટે ફાયદાકારક છે સફેદ મૂસળી:

જણાવી દઈએ કે સફેદ મૂસળી શકિતશાળી ઉર્જવર્ધક રૂપે જોવા મળે છે, જે ફક્ત રોગ પ્રતિકારક શક્તિને મજબૂત નથી બનાવતી પરંતુ ચેપ સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.

૨. વંધ્યત્વની સમસ્યાને ઓછી કરે સફેદ મૂસળી:

પુરુષો અને સ્ત્રીઓ માટે વંધ્યત્વ કોઈ સાધારણ સમસ્યા નથી હોતી. તેવી સ્થિતિમાં સમસ્યાને દૂર કરવામાં આયુર્વેદિક ઉપચાર રૂપે સફેદ મૂસળી ખૂબ મદદરૂપ છે. તે જાતીય વિકારને મૂળમાંથી નાબુદ કરે છે અને ગર્ભધારણમાં મદદ કરે છે.

૩. સફેદ મૂસળી ડાયાબિટીસની સમસ્યામાં રાહત આપે છે.

સફેદ મૂસળી ડાયાબિટીસના દર્દી માટે અસરકારક ઉપચાર છે. જણાવી દઈએ કે તેના સેવનથી ઈન્સ્યુલીનનું ઉત્પાદન વધે છે અને તે ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે. ધ્યાન રાખો કે સફેદ મૂસળીની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં તે શરીરમાં ગ્લુકોઝને ઓછું કરે છે અને ડાયાબિટીસમાં પણ રાહત આપે છે.

૪. સફેદ મૂસળી વજન ઓછું કરવામાં મદદરૂપ છે:

ઉપર જણાવવામાં આવેલ મુદ્દાઓ પરથી સમજી શકાય છે કે સફેદ મૂસળી શારીરિક શક્તિ વધારે છે, પરંતુ શું તમે જાણો છો કે તે વજનને પણ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે તેનું સેવન ગરમ પાણી સાથે કરો છો, તો તે વજન ઓછું કરે છે. તેમજ જો તમે તેનું સેવન દૂધ સાથે કરો છો, તો તે વજન વધારે છે.

૫. સફેદ મૂસળી પેશાબ સંબંધી સમસ્યાને ઓછી કરે:

જો કોઈ વ્યક્તિને પેશાબ કરતી વખતે કોઈ પ્રકારની બળતરાનો અનુભવ થાય છે, તો તે સફેદ મૂસળીની મદદથી આ સમસ્યાને દૂર કરી શકે છે. તે લિકોરિયાની સમસ્યાથી પણ રાહત આપે છે.

૬. સફેદ મૂસળી સાંધા સમસ્યા માં મદદ કરે છે :

જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ વ્યક્તિને સાંધામાં દુખાવો થવાનું શરૂ થઈ જાય છે. હાડકા નબળા પડવા લાગે છે. તેવી સ્થિતિમાં વ્યક્તિ સંધિવા, ઓસ્ટીયોપોરોસિસ વગેરે સમસ્યાનો શિકાર બને છે. જો વ્યક્તિ દૂધ અથવા પાણીની સાથે સફેદ મૂસળીનું સેવન કરે તો આ સમસ્યા દૂર થઈ શકે છે.

સફેદ મૂસળીના નુકશાન:

જણાવી દઈએ કે સફેદ મૂસળી એક એવી જડી બુટ્ટી છે, જેના સેવનથી કોઇપણ પ્રકારનું નુકસાન અત્યાર સુધી જોવા મળ્યું નથી. પરંતુ વધારે સેવનથી પાચનક્રિયાને અસર થઈ શકે છે, તેથી સૌ પ્રથમ તેનું સેવન કરતા પહેલા ડોક્ટર પાસેથી તે જાણી લેવું જરૂરી છે કે તે યોગ્ય માત્રામાં શું છે.

ઉપર જણાવવામાં આવેલા મુદ્દાઓ સૂચવે છે કે સફેદ મૂસળી સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદાકારક થઈ શકે છે, પરંતુ તેના વધારે સેવનથી પાચનક્રિયાને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં ડોકટરની સલાહ લઈને જ તેનું સેવન કરવું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment