જાણીએ બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે, જેમણે નાની ઉંમરમાં ફિલ્મોમાં મોટી ઉંમરના કલાકારોની માતાનો રોલ કર્યો છે.
બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો છે, જે પોતાની પ્રતિભાના આધારે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક નામ બનાવવા માટે સફળ થયા છે. જોકે તેમાંથી કેટલાક એવા પણ છે ટેલેન્ટેડ હોવા છતાં પણ આગળ આવી શક્યા નથી. એવી જ કેટલીક અભિનેત્રીઓ પણ છે જેની તાકાત અને શક્તિ આપણે બધાએ જોઈ છે. પરંતુ તેઓને પોતાનું ટેલેન્ટ બતાવવાની તક એટલી ક્યારેય મળી નહીં. બોલિવૂડમાં મોટાભાગે તે ચાલ્યું જેમણે પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો.
મોટાભાગની અભિનેત્રીઓ એવી પણ હતી, જેમણે નાની ઉંમરમાં પોતાનાથી મોટા કલાકારોની માતાની ભૂમિકા ભજવી હતી. આવી સેલિબ્રિટીઓમાં ઘણા મોટા અને સારા નામ સામેલ છે. તો ચાલો આજે જાણીએ એવી જ અભિનેત્રીઓ વિશે જેમણે નાની ઉંમરમાં જ મોટા કલાકારોની માતાની ભૂમિકા મોટા પડદા પરકોઈ પણ સંકોચ અને સુંદરતા વગર ભજવી છે.
નરગીસ દત્ત
ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ના પ્રતિષ્ઠિત ભૂમિકા માટે, નરગીસ દત્તે સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમારની માતાની ભૂમિકા ભજવી હતી અને રસપ્રદ વાત એ છે કે જ્યારે આ ફિલ્મ 1957માં રિલીઝ થઈ ત્યારે ત્રણેયની ઉંમર 28 વર્ષની હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને નરગીસ અને સુનીલ દત્તના અભિનયને કારણે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ. આ ફિલ્મ પછી નરગીસ અને સુનીલ દત્તે લગ્ન કર્યા હતા.
રાખી ગુલઝાર
તમે નિર્દેશક રમેશ સિપ્પીની ફિલ્મ ‘શક્તિ’ તો જોઈ જ હશે. જો તમને યાદ હોય તો એ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતાનું પાત્ર અભિનેત્રી રાખીએ ભજવ્યું હતું. આ ફિલ્મમાં ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર પણ હતા, તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પણ હિટ રહી હતી. પરંતુ તમે જાણો છો કે રાખી અને અમિતાભની ઉંમરમાં 5 વર્ષનું અંતર છે. અમિતાભ રાખી કરતાં 5 વર્ષ મોટા છે. ફક્ત આટલું જ નહીં, રાખીએ ફિલ્મ ‘કસમે વાદે’ માં પણ અમિતાભની માતાની ભૂમિકા ભજવી છે.
રોહિણી હટ્ટંગડી
ફિલ્મ ‘અગ્નિપથ’ને અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મોમાંથી એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં તેની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું નામ રોહિણી હટ્ટંગડી હતું. શું તમે જાણો છો કે બંનેની ઉંમરમાં કેટલો તફાવત હતો? તમને જણાવી દઈએ કે રોહિણી અને અમિતાભ બચ્ચનની ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. 9 વર્ષ નાની રોહિણીએ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતા સુહાસિની ચૌહાણનું પાત્ર ભજવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ સિવાય તે ફિલ્મ ‘શહેનશાહ’ માં પણ અમિતાભની માતા બની ચૂકી છે.
શેફાલી શાહ
શેફાલી શાહ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણી અદ્ભુત ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય પ્રદર્શન કર્યો છે. આમ છતાં, તે મોટાભાગની ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવતી પ્રમુખતાથી જોવા મળી છે. ફિલ્મ ‘વક્ત’ માં તેણે 32 વર્ષની ઉંમરે અક્ષય કુમારની માતાની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે અક્ષય અને શેફાલીની ઉંમરમાં એક વર્ષનો તફાવત છે. તે ફિલ્મ દરમિયાન અક્ષયની ઉંમર 38 વર્ષની હતી..
રિચા ચઢ્ઢા
શું તમને યાદ છે કે રિચા ચઢ્ઢાએ કઈ ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવી હતી? ના…વર્ષ 2012ની ખૂબ ચર્ચિત ફિલ્મ સિરીઝ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં રિચા ચઢ્ઢા એ નવાઝુદ્દીન સિદ્દીકીની માતાની ભૂમિકા ભજવી છે. આ રિચાની લોન્ચ ફિલ્મ હતી અને તેણે પોતાનાથી 13 વર્ષ મોટા નવાઝની માતાનું પાત્ર ભજવ્યું હતું, આ ફિલ્મમાં તેના પાત્રને પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સાથે રિચાને મોટી ઉંમરની મહિલાની ઈમેજ તોડવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
આ ઉપરાંત, હિમાની શિવપુરી, સુપ્રિયા કર્ણિક, રીમા લાગુ અને શીબા ચઢ્ઢા એવી ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ છે જેમણે સમયાંતરે પોતાનાથી ઉંમરમાં મોટા અભિનેતાઓની માતાની ભૂમિકા ભજવી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team