સાપુતારા ગુજરાતનું એક એવુ હિલ સ્ટેશન છે જ્યાં ફરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જવું જોઈએ. મનોહર હવામાન ઉપરાંત સાપુતારા તેના મોન્સૂન ફેસ્ટિવલ માટે પ્રખ્યાત છે.
ભારતીય લોકોને મુસાફરી માટે વધારે વિચારવાની જરૂર પડતી નથી. ભારતના દરેક રાજ્યોમાં કોઈને કોઈ સ્થળ એવા છે ત્યાં જઈને તમારું મન ખુશીથી નાચી ઉઠે છે. વિવિધ કલાઓ, સંસ્કૃતિઓથી ભરપુર દેશમાં મુલાકાત લેવાની કોઈ ઉણપ નથી. જો તમે ફરવા માટે સમય કાઢી શકો છો તો ઘણી મનમોહક વસ્તુઓ તમારી સામે હશે. ઘણા સ્થળો પર તો વરસાદની ઋતુમાં ફરવા જવાનો એક અલગ જ આનંદ હોય છે. તેવું જ એક સ્થળ છે ગુજરાતનું સાપુતારા. તે ખાસ કરીને તેના આકર્ષક હવામાન માટે જાણીતું છે. તે ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું છે. તે પશ્ચિમી ઘાટમાં સ્થિત એક પર્યટન સ્થળ છે.
સાપુતારા ગુજરાતનું એક એવુ હિલ સ્ટેશન છે જ્યાં ફરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જવું જોઈએ. આકર્ષક હવામાન ઉપરાંત સાપુતારા તેના મોન્સૂન ફેસ્ટિવલ માટે પ્રખ્યાત છે. આ હિલ સ્ટેશન પર તમે ગુજરાતની સંસ્કૃતિને ખૂબ નજીકથી જોઈ શકો છો. વરસાદમાં અહીંનું વાતાવરણ ખુબજ મનમોહક હોય છે. સાપુતારાનો અર્થ છે સાપનું ઘર. અહીં બગીચામાં મોટા મોટા સિમેન્ટના સાપ બનાવવામાં આવ્યા છે. અહીંના જંગલોમાં સાપોની વિવિધ પ્રજાતિઓ પણ જોવા મળે છે.
તમને જણાવી દઇએ કે આ વર્ષે અહીં મોન્સૂન ફેસ્ટિવલ ૧૨ ઓગસ્ટથી શરૂ થયો છે જે ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. વરસાદની ઋતુમાં આ હિલ સ્ટેશન વધુ સુંદર લાગે છે. આ ઋતુમાં અહીં ચારે તરફ હરિયાળી અને ધોધ જોવા મળે છે. અહીં તમે ઘોડે સવારી, ઊંટ સવારી, રોક કલાઇમ્બિંગની મજા માણી શકો છો. આ ફેસ્ટિવલમાં સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
ધાર્મિક દ્રષ્ટિએ પણ સાપુતારાને એક શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન તેમના ૧૧ વર્ષ અહી વિતાવ્યા હતા. તહેવાર ઉપરાંત તમે શહેરની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમે ઇકો પોઇન્ટ, ગંધર્વપુર આર્ટિસ્ટ ગામ, ગીરા વોટરફોલ્સ, નાગેશ્વર મહાદેવ મંદિર, રોઝ ગાર્ડન, સાપુતારા લેક, સાપુતારા ટ્રાઈબલ મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન, સનરાઇજ પોઇન્ટ, સનસેટ પોઈન્ટ અને નેશનલ પાર્ક જેવા સ્થળો પર ઘણો સમય વિતાવી શકો છો..
સાપુતારાની આબોહવા ખુબજ સ્વચ્છ અને સુંદર માનવામાં આવે છે. અહીં ઘણા લોકો શુદ્ધ અને ખુલ્લા વાતાવરણની મજા માણવા માટે આવે છે. પ્રવાસી અહીં બોટ રાઇડિંગ અને રોપવેનો પણ આંનદ માણી શકે છે. સાપુતારાની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વધઈ છે જે આ વિસ્તારથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલું છે. અહીં પહોંચવા માટે નજીકનું સ્થળ વડોદરા છે. અહીંથી સાપુતારા ૨૮૦ કિલોમીટર દૂર આવેલું છે. તેમજ સુરતથી અહી રસ્તા માર્ગે તમે સરળતાથી આવી શકો છો. સુરત અહીથી ૧૬૪ કિલોમીટર દૂરી પર આવેલું છે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જાણો ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારા વિશે, જે તેના ખુશનુમા હવામાનને લીધે આકર્ષક છે”