જોધપુરના પાલી જિલ્લામાં આવેલું ઓમ બન્ના મંદિર વિચિત્ર મંદિરોમાંનું એક છે. આ મંદિર સાથે જોડાયેલી કથા ખૂબ જ રસપ્રદ છે.
ભારતમાં ઘણા એવા વિચિત્ર મંદિરો છે, જે લોકોમાં પ્રખ્યાત છે. આ મંદિર વર્ષો જૂનું હોવાની સાથે લોકો તેને ચમત્કારિક પણ માને છે. તેમાંનું એક રાજસ્થાનનું ઓમ બન્ના મંદિર છે, જ્યાં કોઈ ભગવાનની પૂજા કરવામાં આવતી નથી પરંતુ મોટરસાયકલ ની પૂજા કરવામાં આવે છે. જી હા, સાંભળવામાં ભલે તમને વિચિત્ર લાગે, પરંતુ આ સત્ય છે. લોકો ઘણા વર્ષોથી આ મંદિરમાં મોટરસાયકલની પૂજા કરવા આવે છે.
ભલે રાજસ્થાન કિલ્લાઓ અને મહેલોના રાજ્ય તરીકે પ્રખ્યાત છે, પરંતુ સાથે જ આ વિચિત્ર મંદીરોની ભૂમિ કહેવું પણ કંઈ ખોટું નથી. આ રાજ્યમાં રહસ્યમય સ્થળો ઉપરાંત, ઘણા રહસ્યમય મંદિરો પણ છે. આ જ યાદીમાં રાજસ્થાનના ઓમ બન્ના મંદિર ને પણ સમાવેશ કરવામાં આવ્યું છે. જો તમે રાજસ્થાન જવાની યોજના કરી રહ્યા છો, તો એકવાર આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા અને રસપ્રદ વાતો.
ઓમ બન્ના મંદિર સામાન્ય મંદિરોથી જુદું છે:
ઓમ બન્ના મંદિર રસ્તાની એકદમ નજીક બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં કોઈ દેવી-દેવતાઓની નહીં પરંતુ મોટરસાયકલ ની પૂજા કરવામાં આવે છે. સ્થાનિક લોકોની સાથે સાથે પોલીસવાળા પણ આ મંદિરની પૂજા કરવા આવે છે. જો તમે જોધપુર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સમયનું ધ્યાન રાખવું, કારણ કે ઉનાળામાં ત્યાં તાપમાન ખૂબ વધારે હોય છે. જેના લીધે મુસાફરી કરવાનું મુશ્કેલ બની જાય છે. ત્યાં જવા માટે શિયાળાની ઋતુ ઉત્તમ છે. સપ્ટેમ્બર થી માર્ચ સુધીનો સમય સૌથી યોગ્ય છે, આ દરમિયાન ત્યાંનું તાપમાન સારું હોય છે.
ઓમ બન્ના મંદિર નો ઇતિહાસ:
રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું ઓમ બન્ના મંદિર ઠાકુર ઓમસિંહ રાઠોડને સમર્પિત છે. જે 350cc રોયલ એનફિલ્ડ બુલેટ ની આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે તે તેમનું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એકવાર ઓમસિંહ રાઠોડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામા નિયંત્રણ ગુમાવતાં તે નજીકના ઝાડ સાથે અથડાયા હતા. તે જ સમયે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પછી જ્યારે પોલીસ ઘટનાની તપાસ માટે આવી ત્યારે તેઓ આ બુલેટ પણ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા, પરંતુ પાછળથી આ બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ હતી. તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે બાઇક તે જ સ્થળે હતી જ્યાં આ ઘટના બની હતી. પોલીસે તે બાઇક ફરીથી તેમની સાથે લઈ ગયા અને આ વખતે તેઓએ તેને સાંકળથી બાંધી તેની બળતણની ટાંકી ખાલી કરી દીધી, પરંતુ બીજા જ દિવસે તે ફરીથી ગાયબ થઈ ગઈ અને તે જ સ્થળે જઈને ઉભી રહી જ્યાં અકસ્માત થયો હતો. જ્યારે સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ ઓમ બન્નાને સમર્પિત મંદિરનું નિર્માણ કર્યું અને બાઇકની પૂજા કરવાનું શરૂ કર્યું. આ કારણે જ આ મંદિર બુલેટ બાબા મંદિર તરીકે પણ ઓળખાય છે. લોકોનું માનવું છે કે જે કોઈ પણ આ મંદિરમાં આવીને ઓમ બન્નાના આશીર્વાદ લે છે, તેના જીવનમાં ક્યારેય જીવલેણ અકસ્માત થતો નથી.
ઓમ બન્ના મંદિરમાં કેમ આવવું જોઈએ:
જો તમને આ વિચિત્ર મંદિરમાં રુચિ ન હોય, તો આવી ઘણી જગ્યાઓ છે, જેનું તમને અન્વેષણ કરવાનું ગમશે. ખરેખર આ સ્થળે તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણી શકો છો. ઓમ બન્ના મંદિરની આસપાસ આવા ઘણા પર્યટક સ્થળો છે જ્યાં તમે જોઈ શકો છો. તેમાં જોધપુરના ઐતિહાસિક સ્મારકો અને પાણીના અન્ય મંદિરો શામેલ છે. પરશુરામ મહાદેવ મંદિર અને જવાઈ ડેમ વગેરે પણ શામેલ છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને શેર ચોક્કસપણે કરો તેમજ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team