દ્વિમુખી વાળ શું છે?
જ્યારે વાળ નીચેથી બે ભાગમાં વહેંચાઈ જાય છે ત્યારે તેને દ્વિમુખી વાળ કહેવાય છે અને દ્વિમુખી વાળને કારણે વાળ નીચેથી નિર્જીવ અને રફ થઈ જાય છે. મોટાભાગની સ્ત્રીઓને દ્વિમુખી વાળ હોવાની સમસ્યા રહે છે અને દ્વિમુખી વાળ હોવાને લીધે વાળ વધતા પણ નથી. જોકે, ઘણા પ્રકારના ઘરેલુ ઉપાયથી દ્વિમુખીવાળ દૂર થઇ શકે છે.
દ્વિમુખી વાળ હોવાના કારણો:
ગરમી-
દ્વિમુખી વાળ ઘણાં કારણોસર થાય છે અને આ કારણોમાંનું એક ગરમી છે. ગરમ સાધનો જેવા કે હેર કલર, સ્ટ્રેટનર્સ અને હેર ડ્રાયર વાળને નુકસાન પહોંચાડે છે અને તેમાંથી નીકળતી ગરમી વાળને નિર્જીવ બનાવે છે અને દ્વિમુખી વાળ થઇ જાય છે. તેથી કહેવામાં આવે છે કે હેર કલર અને સ્ટ્રેટનર જેવી ચીજોનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.
રસાયણનો ઉપયોગ:
વાળ પર રસાયણ યુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી તેને નુકશાન પહોંચે છે અને આ ઉત્પાદનો દ્વિમુખી વાળનું પણ કારણ બને છે. તેથી વાળ પર કોઈપણ ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે તે જાણી લેવું જોઈએ કે તેને બનાવવામાં કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વખત વાળ ધોવા-
વાળને વધારે વખત ધોવાથી પણ દ્રીમુખી વાળની સમસ્યા થઈ શકે છે. તેથી અઠવાડિયામાં વધુમાં વધુ ત્રણ વખત વાળ ધોવા જોઈએ.
વાળમાં તેલ ન લગાવવું-
વાળ માટે તેલ ખૂબ જરૂરી હોય છે. તેથી જો તેલ લગાવવામાં ન આવે તો વાળમાં શુષ્કતા આવી જાય છે જેના કારણે દ્વિમુખી વાળ થઇ જાય છે.
વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવો-
વાળ પર એક કરતા વધારે શેમ્પૂનો ઉપયોગ કરવાથી તેમના પર પણ ખરાબ અસર પડે છે અને તે તૂટવા લાગે છે અને દ્વિમુખી વાળ થાય છે.
નકામા રબર બેન્ડ્સનો ઉપયોગ કરવો-
પાતળી અને નકામી રબર બેન્ડ્સનો ઉપયોગ કરવાથી પણ વાળ પર ખરાબ અસર પડે છે અને જ્યારે તમે તેને વાળમાથી કાઢો છો ત્યારે ઘણા વાળ તેમાં ફસાઈ જાય છે અને તૂટી જાય છે અને પછી તે વધતા પણ નથી, જેના કારણે ત્યા દ્વિમુખી વાળ થઇ જાય છે.
ઘરેલુ ઉપચાર દ્વારા મેળવો દ્વિમુખી વાળમાં રાહત:
તેલથી માલિશ કરવું-
વાળ પર નાળિયેર તેલ લગાવવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે અને આ વાત સંશોધનમાં પણ સાચી સાબિત થઈ છે. તેથી, જે સ્ત્રીઓને આ સમસ્યા છે, તેઓએ આ તેલને આખા વાળ પર સરખી રીતે લગાવવું જોઈએ અને પિસ્તાલીસ મિનિટ પછી માથું ધોવું જોઈએ. નિયમિત રીતે આમ કરવાથી દ્વિમુખી વાળ થશે નહિ.
હેર માસ્ક-
જો વાળને યોગ્ય રીતે ભેજ મળે તો દ્રીમુખી વાળની સમસ્યા થતી નથી અને તમે હેર માસ્ક દ્વારા વાળને ભેજ આપવાનું કાર્ય કરી શકો છો. તમે અમુક વસ્તુઓ ભેળવીને આ હેર માસ્ક તૈયાર કરી શકો છો અને વાળ પર તેને લગાવી શકો છો. તમે વાળ માટે ઘણા માસ્ક બનાવી શકો છો જેમ કે ઈંડા અને કેળાનું હેર માસ્ક.
કેળાનું માસ્ક-
કેળાનું માસ્ક બનાવવા માટે કેળાને સરખી રીતે પીસવું પડશે અને પછી તેમાં બે મોટી ચમચી મધ અને લગભગ ત્રણ ચમચી જૈતુન કે નારિયેળનું તેલ ભેળવવું પડશે. આ દરેક વસ્તુને સરખી રીતે ભેળવ્યા પછી તમે આ મિશ્રણને વાળ પર ઘસો અને થોડા સમય પછી તેને સાફ કરી લો.
પપૈયાનું માસ્ક-
પપૈયામાં વીટામીન, એન્ટિઓક્સિડન્ટ્સ અને એમિનો એસિડ હોય છે જે દ્વિમુખી વાળને દૂર કરવા માટે મદદ કરે છે. તેથી તમે પપૈયાનું માસ્ક બનાવીને પણ વાળ પર લગાવી શકો છો. આ ફળનું માસ્ક બનાવવા માટે તમારે તેમાં અડધો કપ દહીં નાખીને આ બંને વસ્તુઓને ત્યાં સુધી ભેળવવી પડશે જ્યાં સુધી તે મુલાયમ ન બની જાય. તેમજ જ્યારે આ મિશ્રણ બની જાય પછી તમે તેને વાળ પર ધસીને સુકાયા પછી તેને ધોઈ લો.
યોગ્ય ખોરાક લો:
જો તમે દરરોજ સારો ખોરાક લેશો, તો તે વાળને મજબુત બનાવશે અને દ્વિમુખી વાળની કોઈ સમસ્યા નહીં થાય. તેથી, તમારે તમારા ખોરાકમાં તે બધી વસ્તુઓ ઉમેરવી જોઈએ, જે વાળના સ્વાસ્થ્ય માટે સારી છે, જેમ કે ફળો અને પાલકની શાકભાજી.
કુંવારપાઠું-
કુંવારપાઠા જેલને વાળ પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે અને દ્વિમુખી વાળ દૂર થઈ શકે છે. તેનું જેલ બજારમાં વેચાય છે અને તમે તે જેલને ખરીદીને વાળ પર લગાવી શકો છો અથવા આ છોડને ઘરે લગાવીને પણ તેનું જેલ મેળવી શકાય છે. તેવું કરવા માટે, તમારે ફક્ત કુંવારપાઠું ને ઘસીને તેનું જેલ કાઢવું પડશે અને પછી તેને થોડા સમય માટે વાળ પર લગાવી લો અને સુકાઈ જાય પછી વાળ ધોઇ લો.
તેમજ, તમે તેના જેલને બદલે કુંવારપાઠાનો રસ પીવાથી વાળને મજબૂત બનાવી શકો છો, બજારના તેના જેલની જેમ તૈયાર કરેલો તેનો રસ પણ વેચાય છે.
કેમોલી ચા અને તેલ-
બબુને ને અંગ્રેજીમાં કેમોલી કહેવામાં આવે છે અને આ છોડની ચા અને તેલ વાળ માટે ઉતમ હોય છે. તમે તમારા વાળ પર કેમોલીના તેલથી માલિશ કરી લો અને આખી રાત તેને વાળમાં લગાવેલું રહેવા દો. સવારે વાળ ધોયા પહેલા એક વાસણમાં પાણી ભરી લો અને તેમાં કેમોલીની ચા નાખીને તેને ઉકાળી લો. ત્યારબાદ કેમોલીના પાણીને ઠંડુ કરીને તેનાથી વાળ ધોઈ લો.
મેથી અને કાળી મસૂર દાળ-
જે લોકોના દ્વિમુખી વાળ હોય છે, તેઓ વાળમાં મેથી અને કાળી મસૂર ની દાળ
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team