મીઠાનો ઉપયોગ આપણા દરેકના ઘરમાં ખાવા માટે કરવામાં આવે છે. આ મીઠામાં આપણી કિસ્મત બદલવાના ગુણ પણ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘણા એવા ઉપાય છે, જે મીઠાથી કરવામાં આવે છે અને તેની આપણા જીવન પર ઘણી અસર પડે છે.
આપણે દરેકે આપણા ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો ઉપયોગ જરૂર કર્યો છે, પરંતુ શું તમે જાણો છો કે મીઠું ફક્ત ભોજનનો સ્વાદ જ વધારતો નથી, પરંતુ તે તમને નકારાત્મક શક્તિઓથી પણ દૂર રાખે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, મીઠાથી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને તે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે પણ મદદરૂપ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, મીઠાને ક્યારેય પણ ધાતુના કોઈ વાસણમાં રાખશો નહીં. મીઠાને હંમેશા કાચની બરણીમાં જ રાખવું જોઈએ તેમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાય રહે છે અને ઘરમાં ક્યારેય પણ ધનની ઉપણ થતી નથી. તો ચાલો જાણીએ વાસ્તશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાય વિશે.
નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે :
દરેક ઘરમાં મીઠાનો ઉપયોગ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે. તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે તમારે તમારા બાથરૂમમાં કાંચની વાટકીમાં સમુદ્રી મીઠુ નાખીને રાખવું જોઈએ. તેમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાઓ દૂર રહેશે અને સકારાત્મક ઉર્જાનો સંપૂર્ણ ઘરમાં સંચાર વધશે.
ધનના અભાવને દૂર કરે છે :
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આર્થિક તંગી માથી પસાર થઇ રહ્યો છે, તો આવી સ્થિતિમાં મીઠું એક મદદરૂપ ઉપાય છે. તેના માટે તમારે કાંચની બાટલીમાં બે ચમચી મીઠું અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને ઘરના કોઈ એવા ખૂણામાં રાખો જ્યાં કોઈ બીજાની નજર પડે નહિ. તેમ કરવાથી ઘરમાં ધનનું આગમન સુચારૂ રૂપે શરૂ થઈ જાય છે અને આર્થિક તંગી દૂર થાય છે.
તણાવ દૂર કરવામાં મદદરૂપ છે :
જો કોઈ વ્યક્તિ તણાવમાથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ તે વ્યક્તિને સવારે સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં એક ચપટી મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. તેમ કરવાથી વ્યક્તિનો તણાવ દૂર થશે, સાથેજ વ્યક્તિની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર પણ વધશે.
પરિવારની ખુશી માટે :
જો કોઈ પરિવારમાં લોકોની વચ્ચે દરરોજ કોઈને કોઈ વાતનો ઝઘડો થતો હોય છે, ત્યારે આ સ્થિતિમાં તે વ્યક્તિએ પોતા મારવાના પાણીમાં એક ચપટી કાળું મીઠું ઉમેરીને ઘરમાં સફાઇ કરવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર મુજબ તેમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. આમતો આ ઉપાયને દરરોજ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કોઈ કારણસર દરરોજ આ ઉપાય ના કરી શકો તો મંગળવારના દિવસે આ ઉપાય જરૂર કરો.
સ્વાસ્થ્ય સુધારવા માટે :
જો તમારા પરિવારના સભ્યોમાંથી કોઈ વ્યક્તિ વારંવાર બિમાર રહે છે, અથવા તો લાંબા સમયથી બીમારી ચાલી આવે છે. તો તેની પથારી પાસે કાચની બોટલમાં મીઠું ભરીને રાખો અને દર મહિને તેને બદલતા રહો. વાસ્તુશાસ્ત્ર કહે છે કે તેમ કરવાથી બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. એવું ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team