જાણો એક એવા ઘર વિશે જેના મંદિરમાં રોજ થાય છે લતા મંગેશકર ની પૂજા, લતાજી પ્રત્યે ખાસ લગાવનું જાણો કારણ…


Image Source

ઇન્દોર શહેરમાં એક એવું ઘર આવેલું છે. જે ઘરના મંદિરમાં રોજ લતા મંગેશકર ની પૂજા થાય છે. સ્વર કોકિલા લતા મંગેશકરની અવાજના સામાન્ય વ્યક્તિથી લઈને પ્રધાનમંત્રી પણ દિવાના છે. એમના મીઠા અવાજના પ્રશંસકોની સંખ્યા અઢળક છે. પરંતુ આજે એક એવી પ્રશંસક વિશે જાણીશું, જેણેે લતા મંગેશકર ને ભગવાન માનીને પોતાના ઘરમાં એમનું મંદિર બનાવ્યું છે. એ રોજ લતાજીની પૂજા કરે છે.

અહીં વાત કરવામાં આવી રહી છે ઇન્દોરના રેડિયો ગાયિકા વર્ષા ઝાલાની વિશે. જેમણે પોતાના ઘરમાં લતાજી નું મંદિર બનાવ્યું છે. વર્ષા ઝાલાની ના કહેવા પ્રમાણે, ‘ લતાજી એ સંગીતની દેવી છે. મારા માટે તેઓ ભગવાનથી ઓછા નથી. પહેલા અમે ઘરના મંદિરમાં એમની તસવીર લગાવી હતી. પરંતુ કોઈપણ વ્યક્તિની આસ્થાને ઠેસ ન પહોંચે એ જ કારણથી અમે એમની તસવીર મા સરસ્વતીની સાથે રાખી. કેમકે લતાજી મા સરસ્વતીનું બીજું રૂપ છે. ”


Image Source

તેમણે આગળ ચલાવ્યું હતું કે, ‘  હું તો તે સંગીત કલાકાર છું. મા સરસ્વતીની ઉપાસના કરું છું. આપણી ભગવાન રામને જોયા નથી પરંતુ તેમની પૂજા-અર્ચના કરીએ છે. આપણી સરસ્વતી માતાની પૂજા કરીએ છીએ. આપણે એમને પણ નથી જોયા પરંતુ, હું જે યુગમાં જન્મી અને મેં જે અવાજ સાંભળ્યો. એ માં સરસ્વતી નું સ્વરૂપ છે. આ મારી આસ્થા છે. મને સંગીત પ્રત્યે અનેરો પ્રેમ છે. હું સંગીતની દુનિયા સાથે સંકળાયેલી વ્યક્તિ છું અને મારા દેવી લતાજી છે. જેમને પ્રેમથી આઈ બોલાવું છું. ”

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “જાણો એક એવા ઘર વિશે જેના મંદિરમાં રોજ થાય છે લતા મંગેશકર ની પૂજા, લતાજી પ્રત્યે ખાસ લગાવનું જાણો કારણ…”

Leave a Comment