હોટ એર બલૂન રાઇડ પર્યટકો માટે સૌથી રોમાંચક પ્રવૃત્તિઓમાંની એક છે. હોટ એર બલૂન રાઇડમાં ઉપરથી પ્રકૃતિકના અવિશ્વસનીય દૃશ્યો જોવા, આકાશમાં લઈ જતી ટોકરી ને જોવી એ કોઈ કલ્પનાથી ઓછું નથી જે પ્રવાસીઓ માટે પસંદગી ની સવારી બની છે. આ મનોરંજક ગતિવિધિ એ લોકોમાં ઉત્તેજના અને ઉત્સુકતા પેદા કરી છે અને ઘણીવાર પ્રવાસીઓ રોજ ની ભાગ દોડવાળી જીંદગીથી દૂર રહેવા માટે હોટ એર બલૂન ના રાઈડ જેવી વસ્તુઓ શોધે છે. જો તમે પણ ભારતમાં તમારા પરિવાર સાથે હોટ એર બલૂન રાઇડ માટે શ્રેષ્ઠ જગ્યાઓ શોધી રહ્યા છો, તો તમારે આ લેખ સંપૂર્ણ વાંચવો જ જોઇએ.
આ લેખમાં અમે તમારા માટે હોટ એર બલૂન સવારી માટેના પ્રખ્યાત સ્થળોની એક લિસ્ટ તૈયાર કરી છે જ્યાં પર્યટક મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણી શકે છે અને રોમાંચનો અનુભવ કરી શકે છે.
ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશ એ હોટ એર બલૂન સવારી માટેનું સૌથી લોકપ્રિય અને આકર્ષક સ્થળ છે. ઉત્તર પ્રદેશ હોટ એર બલૂન સવારી માટે કેટલાક કુદરતી સૌંદર્યથી ભરેલા સ્થળો પણ પ્રદાન કરે છે વિશ્વાસ કરો કે તમે ઉપરથી આ મનમોહનીય દૃશ્યો જોઈને ખૂબ ફ્રેશ અનુભવશો અને વારે વારે આ સફરની કલ્પના કરશો. વળી, આ સવારીમાં, તમે ઉત્તર પ્રદેશના ભવ્ય મોગલ સ્મારકોના અદભૂત દૃશ્યો પણ જોઈ શકશો. તમને જણાવી દઉં કે , અહીંની સવારી થોડી અલગ છે. આ બલૂન લગભગ 500 મીટરની ઉંચાઈએ ઉડે છે. જેથી ભવ્ય રચનાઓ જોઈ શકો. ઉત્તરપ્રદેશની હોટ એર બલૂન રાઇડ, હનીમૂન કપલ, પ્રવાસીઓ, કપલ અને રોમાંચ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થાન છે જે મોટી સંખ્યામાં આ રોમાંચિત સવારી તરફ આકર્ષિત થાય છે.
ઉત્તર પ્રદેશમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- ઓક્ટોબરથી માર્ચ
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 15 – 20 મિનિટ
લોનાવાલા મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં લોનાવાલા એ મુંબઇ અને આસપાસના લોકો માટે એક આદર્શ પ્રવેશદ્વાર છે. અહી લોનાવાલા નજીક કામશેત થી હોટ એર બલૂન ની સવારી થાય છે જે મુંબઇથી 100 કિલોમીટર દૂર આવેલ છે. લોનાવાલા અને તેની આસપાસનો વિસ્તાર ગાઢ લીલોતરી, મજબૂત જંગલો, ગુફાઓ, તળાવો અને બંધ થી ભરેલો છે જે આ મનોરંજક પ્રવૃત્તિમાં જોડાવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. અહીં બલૂન સવારી લગભગ 60 મિનિટ સુધી ચાલે છે, જે તમને મહત્તમ 4000 ફૂટ ની ઉંચાઈ પર લઈ જાય છે. આ સવારીમાં, તમે લોનાવાલાની આજુબાજુની હરિયાળી અને કુદરતી સૌંદર્યના વલણવાળું દૃશ્યો જોઈ શકો છો, જે સ્વર્ગીય યાત્રા થી ઓછું નથી.
લોનાવાલામાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- ઓક્ટોબરથી મધ્ય મે સુધી
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 60 મિનિટ
ગોવા
ભારતની સમુદ્ર તટ ની રાજધાની ગોવા, તેની રોમાંચક સંસ્કૃતિ અને જીવંત સમુદ્ર તટ ની સાથે સ્થાનિય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રિય સ્થળ છે. ગોવા માત્ર સનસેટ, સમુદ્ર અને રેતીના આ પરિપૂર્ણ સંયોજન સુધી સીમિત નથી, પરંતુ ત્યાં એન્જોય કરવા માટે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ છે. હોટ એર બલૂન રાઇડ એ ગોવામાં રોમાંચક ગતિવિધિ ઓ માની એક પ્રવૃત્તિ છે, જેના વગર ગોવાની સફર અધૂરી માનવામાં આવે છે. આ આશ્ચર્યજનક બલૂન સવારી તમને ગોવાના ભવ્ય પરીદ્રશ્ય પ્રદાન કરે છે જ્યાં તમે સમુદ્ર પરના તમામ ભવ્ય નજારા ની સાથે સાથે સમુદ્ર ની અસીમ સીમાઓ જોવી એ એક અસાધારણ અનુભવ છે. આ સિવાય તમે સમુદ્રના દૂરના ક્ષિતિજથી સૂર્યોદય અથવા સૂર્યાસ્તના દૃશ્ય પણ જોઈ શકો છો જે નિશ્ચિત રુપે યાદગાર રહેશે.
ગોવા હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- ઓક્ટોબરથી માર્ચ
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 60 મિનિટ
જયપુર, રાજસ્થાન
પિંક સિટીની જયપુરમાં હોટ એર બલૂન રાઇડ ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદનું સ્થળ બન્યું છે. આકાશ માં તરતા રાજસ્થાનના ગામઠી અને રીગલ નો આનંદ માણવા માંટે આના થી સારો બીજો કયો રસ્તો હોઈ શકે. ! જયપુરમાં હોટ એર બલૂન ની રાઇડ કરતી વખતે તમે અલંકૃત મહેલો, ઐતિહાસિક કિલ્લાઓ અને ઘણા સુંદર સરોવર જોઈ શકો છો. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેરના મનોરમ પ્રસાવ પર થી સુંદર અને આકર્ષક મહેલો, હવેલીઓ, ઇમારતો અને કિલ્લાઓ ને જોવા એ એક અદભૂત અને અવિશ્વસનીય અનુભવ છે. આ સવારી લગભગ 60 મિનિટ ચાલે છે, જે તમને મહત્તમ 4000 ફૂટની ઉંચાઈ પર લઈ જાય છે. હોટ એર બલૂન રાઇડ્સ રાજસ્થાનના પુષ્કર અને જયપુરમાં કરવામાં આવે છે તમે આ બંને સ્થળોએ આ આકર્ષક સવારીનો આનંદ માણી શકો છો.
જયપુરમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- સપ્ટેમ્બરથી મધ્ય જૂન
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 60 મિનિટ
હમ્પી કર્ણાટક
હમ્પી એ હોટ એર બલૂન સવારી માટેનું ભારતનું સૌથી ટોચનું સ્થાન છે હમ્પીમાં સેંકડો મીટર ની ઊંચાઈ થી સ્મારકો અને ગુફા જોવાની વધુ સારી રીત આનાથી બીજી કઈ હોઈ શકે છે! ભારતના પશ્ચિમ કાંઠે સ્થિત, કર્ણાટક એક વિચિત્ર અને શાંતિપૂર્ણ સમય માટે આદર્શ સ્થાન પ્રદાન કરે છે કે જેને તમે તમારી હોટ એર બલૂન સવારીને વધુ આકર્ષક અને મોહક બનાવી શકો. હમ્પીમાં હોટ એર બલૂન સવારી તમને 500 મીટર સુધી લઈ જશે.
હોટ એર બલૂનિંગ એ કર્ણાટક માં તમામ ઉંમરના લોકો માટે એક લોકપ્રિય અને પસંદગી નું અતીત સાહસિક મનોરંજક રમત છે, જે મોટી સંખ્યામાં શૈલાણીઓ ને આકર્ષે છે. જો તમે પણ આ સવારીનો આનંદ માણવા માટે કોઈ આદર્શ સ્થળ શોધી રહ્યા છો, તો પછી તમારો સમય બગાડો નહીં અને જલ્દી હમ્પી કર્ણાટકની સફરની યોજના કરો.
હમ્પીમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- ઓક્ટોબરથી મધ્ય મે સુધી
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 60-80 મિનિટ
દિલ્હી એનસીઆર
ભારતની રાજધાની, દિલ્હી હોટ એર બલૂન રાઇડ માંટે ની એક પર્ફેક્ટ જગ્યા છે જ્યાં પર્યટકો આકાશમાં ઉડતા દિલ્હીના સુંદર પરિદ્રશ્ય ને જોઈ શકે છે. આ રાઇડ દિલ્લી ની આજુ બાજુ ના દમદમા તળાવ, સોહના, નીમરાણાથી આયોજિત કરવામાં આવે છે અને મોસમના આધારે ઉડાન સવારે 6 વાગે અથવા સાંજે 4 વાગે અને સાંજે સાત વાગ્યે ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે છે. દિલ્હીમાં બલૂન રાઈડ સપ્ટેમ્બરથી માર્ચ મહિના દરમિયાન થાય છે. આશરે 5000 ફૂટની ઉંચાઇથી ઉડતા પક્ષીના નજરેથી હોટ એર બલૂન રાઇડમાં દિલ્હી જોવું એ સ્વપ્નથી ઓછું નથી, જે તમે તમારી સવારીમાં જોઈ શકશો.
દિલ્હી એનસીઆરમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- સપ્ટેમ્બરથી મધ્ય માર્ચ
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 60 મિનિટ
મનાલી
ભારતમાં સાહસિક રમત નો અનુભવ કરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે મનાલી. જ્યાં તમે હોટ એર બલૂન રાઇડ્સ સાથે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો. મનાલીની હોટ એર બલૂન રાઇડ એક ખૂબ જ રોમાંચક અને અકલ્પનીય છે. વિશાળ ભૂસ્ખલન, અદભૂત બરફથી ઢંકાયેલ પર્વતો અને ખૂબસૂરત વહેતી નદીઓ એ મનાલીની હોટ એર બલૂન રાઇડનું મુખ્ય આકર્ષણ છે, જે દર વર્ષે હજારો પ્રવાસીઓને તેના અતુલ્ય અને આકર્ષક દૃષ્ટિકોણથી આકર્ષિત કરે છે. આકાશમાં તરતા પર્વતોની સુંદરતા અને મનાલીની હોટ એર બલૂન રાઇડમાં ઠંડા પવનનો અનુભવ કરવો એ અદભૂત છે.
મનાલીમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- ઓક્ટોબરથી ડિસેમ્બર અને મેથી જુલાઈ
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- 60 મિનિટ
દાર્જિલિંગ
પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર પૂર્વમાં આવેલ દાર્જિલિંગ હિમાલયની તળેટીઓ, વિવિધ બૌદ્ધ મઠો થી ઘેરાયેલા છે અને જે હિમાલયના શિખરોને આકર્ષિત કરે છે. જેને તમે હોટ એર બલૂન રાઇડથી અનુભવી શકો છો. દાર્જિલિંગમાં હોટ એર બલૂનિંગ, અન્ય સાહસિક રમતોની સાથે, એક ઉભરતું આકર્ષણ છે જેણે વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ મોહિત કર્યા છે. દાર્જિલિંગમાં હોટ એર બલૂનિંગ ઓક્ટોબર થી મે મહિના સુધી સાંજે 4 થી 6 દરમિયાન રાખવામાં આવે છે. ઓક્ટોબરથી મે મહિનામાં હવામાન અને દૃશ્યતા ખૂબ જ સ્પષ્ટ હોય છે, જેને તમે આકાશમાં ઉડતા દાર્જિલિંગના સુંદર દૃશ્યો જોઈ શકો છો. આ આકર્ષક સવારી લઈને તમે દાર્જિલિંગની યાત્રાને હજી વધુ મનોરંજક અને રોમાંચક બનાવી શકો છો.
દાર્જિલિંગમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- ઓક્ટોબરથી મધ્ય મે સુધી
ભોપાલ
સરોવરો ના શહેર તરીકે ઓળખાતા ભોપાલની હોટ એર બલૂન રાઇડ, નવા આકર્ષણોમાંનું એક છે આ સવારી ભોપાલમાં તેના પ્રથમ તબક્કામાં છે, જેને પર્યટકો ની લોકપ્રિયતાને કારણે તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. ભોપાલથી જીત સ્ટેડિયમ સુધીની બલૂન રાઈડ પૂર્ણ થવા માટે લગભગ બે કલાકનો સમય લાગે છે. ભોપાલમાં આનંદ માટે હોટ એર બલૂનિંગ એ એક ખૂબ જ આકર્ષક અને એડ્રેનાલિન થમ્પિંગ પ્રવૃત્તિઓ છે.
ભોપાલમાં હોટ એર બલૂન રાઇડ માટેનો શ્રેષ્ઠ સમય
- સપ્ટેમ્બરથી મધ્ય માર્ચ
હોટ એર બલૂન રાઇડ નો સમયગાળો
- લગભગ 2 કલાક
ખાસ નોંધ : દરેક ને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્લાન કરતાં પેહલા એક વાર પૂરતી જાણકારી મેળવી લેજો કોલ કરી ને અને ત્યારબાદ જ કોઈ પ્લાનિંગ કરજો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team