આજ કાલ માર્કેટ માં ઘણા બધા પ્રકાર ના ફોન આવી રહ્યા છે. અને હા બધા જ ફોન પોતાના માં એક આગવું જ સ્થાન ધરાવે છે. દરેક ફોન માં કઈ ને કઈ વિશેષતા જોવા મળે છે જેમ કે, કોઈ ફોન એક દમ સ્લિમ હો તો કોઈ ફોન ની બેટરી ની ક્ષમતા વધુ હોય.
તો આજે અમે તમારી માટે એક આવો જ ફોન લઈ ને આવ્યા છે જેની એક પોતાની આગવી વિશેષતા છે . ચાલો જાણીએ કે ફોન માં નવું શું છે.
વાત છે લાવા ફોન ની
લાવા એ ભારતીય કંપની છે. આ કંપની એ હાલ માં જ એક નવો અને ખૂબ જ આકર્ષિત એવા ફોન લોન્ચ કર્યો છે. આ ફોન માં પણ તમને ઘણા ફીચર્સ જોવા મળશે. ફોન સાઇઝ માં ઘણો નાનો છે પણ સાથે કમ્ફર્ટેબલ પણ એટલો જ છે.
ફોન મોડેલ – Lava Pulse
લાવા નો નવો લોન્ચ થયેલ ફોન નો કલર ગોલ્ડન છે જે દેખાવ માં ખૂબ આકર્ષિત કરે એવો છે. સાથે જ આ ફોન માં હેલ્થ ને લગતા ઘણા ફીચર્સ પણ છે. આ ફોન ની બેટરી ની ક્ષમતા 1750 mah ની છે. સાથે એક ચાર્જર પણ આપવામાં આવ્યું છે. ચાર્જર માઇક્રો યુએસબી પિન સાથે આપેલ છે. ફોન ની સાથે જ તમને એક મિનિ guidance માટે એક manual પણ આપવામાં આવે છે. જેથી તમે સરળતા થી ફોન ને કેવી રીતે વાપરવો તે પણ ખબર પડી જશે.
ખાસિયતો
આ ફોન ભલે નાનો છે પણ તેમા 2 સીમ કાર્ડ નાખી શકશે સાથે જ તેમાં મેમરી કાર્ડ પણ નાખી શકાશે. આ ઉપરાંત તેમા વાયરલેસ રેડિયો પણ છે અને તેનો અવાજ પણ ખૂબ જ સુંદર છે. આ ફોન માં તમારું હાર્ટ રેટ અને પ્રેશર ને સેન્સ કરે તેવી સીસ્ટમ પણ છે. સાથે ફોન માં એક કેમેરો પણ છે. હાર્ટ રેટ અને પ્રેશર માટે તેના સેંસેર પર 5 મિનિટ માટે આંગળી રાખી મુકશો તો તે સ્ક્રીન પર તમારી હાર્ટ રેટ અને પ્રેશર બંને બતાવી દેશે. આ ફોન માં ગેમ માટે સારા એવા Option આપેલ છે.
કિમત
આ ફોન ની કિમત ફક્ત 1595 રૂપિયા છે. ખાસ તો આ ફોન વૃદ્ધ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે કારણકે તેમા હાર્ટ રેટ અને પ્રેશર ને સેન્સ કરે તેવા સારા ઉપયોગી ફિચેર્સ આપેલ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team