દિવાળી એ તહેવાર ભારતભરમાં મનાવાય છે, એથી વિશેષ દિવાળીને પરિસ્થિતિ બદલાવવા માટેનો દિવસ પણ કહેવાય છે. તમને એમ થતું હશે કે પરિસ્થિતિ બદલાવવા માટેનો દિવસ એટલે શું? હા, કોઇપણ પરિસ્થિતિ લાંબા સમય સુધી છે એમ જ ટકી શકે નહીં. એટલે વ્યક્તિની બગડેલી કે દુર્દશાની સ્થિતિને સુધારવા માટેનો દિવસ છે દિવાળીનો તહેવાર.
દિવાળી તહેવારનું નામ સંભાળીને પણ મનમાં ખુશીના તરંગો ઉઠવા લાગે છે. લોકો ખુશીના કારણો ગોતવા લાગે છે. કારણ કે આ તહેવાર દરેક ઘરને આંગણે ખુશીની ચાદર પાથરે છે. લોકો નવા કપડા, મકાનને રંગ રોગન કે કોઈ નવી ચીજ ખરીદે છે. તેમજ આખા વર્ષ દરમિયાનની મુખ્ય ખરીદી દિવાળી આવતાની સાથે થવા લાગે છે. એટલે દિવાળી પ્રગતિ આપનાર તહેવાર છે અને માણસના જીવનને નવા મુકામ સુધી લઇ જવામાં મદદ કરે છે.
આટલું જાણ્યા પછી તમને આજના આર્ટીકલ દ્વારા સૌથી અગત્યની માહિતી જણાવીએ : ઘણા લોકો માને છે કે દિવાળી દરમિયાન ખર્ચ કરવો પડે છે અને દિવાળી એ ખર્ચાળું તહેવાર છે પણ એ તદ્દન ખોટું છે. ખર્ચ તો આપણી કેપેસિટી મુજબનો કરી શકાય છે. સૌથી અગત્યની વાત એ છે કે દિવાળી આવતાની સાથે ખુશીઓ ઘર – આંગણે આવે છે અને ધાર્મિક વાત કરીએ તો દિવાળીના થોડા દિવસ બાકી હોય ત્યારે આ ચોક્કસ દિવસે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીની પૂજા અને વ્રત કરીએ તો આખું વર્ષ નહીં પણ આખો ભવ સુધરી શકે.
ક્યાં કારણને લીઘે વિષ્ણુજી અને લક્ષ્મી માતાજીનું વ્રત કરવું જોઈએ ?
પદ્મ પુરાણ જણાવે છે કે રમાં એકાદશીના વ્રત કરવાથી કોઇપણ વ્યક્તિને કર્મના પાપમાંથી રાહત થાય છે. માણસ પોતાની ભૂલને કારણે પણ અમુક પરિસ્થિતિ ભોગવતો હોય છે અથવા તો પૂર્વજન્મના પાપ કઠીન સ્થિતિનું નિર્માણ કરતા હોય છે. આ બધી તકલીફમાંથી બચવા માટે રમા એકાદશીના વ્રત અને ભગવાનની પૂજા બધી જ પ્રકારના પાપમાંથી છુટકારો આપે છે.
આ વ્રત ક્યારે કરવાનું હોય છે?
ગુજરાતી મહિના મુજબ કાર્તિક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે અગિયારસના દિવસે આ વ્રત કરવાનું હોય છે. દિવાળીના ચાર દિવસ પહેલા જે અગિયારસ આવે એ દિવસે આ વ્રત કરીને ભગવાનના સાક્ષાત આશીર્વાદ મેળવી શકો છો. ભલે ભગવાન રૂબરૂ આવીને દેખાતા નથી પણ ભગવાન કોઈ ને કોઈ રૂપમાં આંગણે પધારીને મદદ કરી જાય છે. એવા ઉચ્ચ ભાગ્યની પ્રાપ્તિ કરાવે છે રમા એકાદશીનું વ્રત.
આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે?
માણસનું મન એકસરખું હોતું નથી અને આખા દિવસ દરમિયાન જાણતા કે અજાણતા કોઈ ભૂલ અથવા પાપ સર્જિત કાર્ય કરી ચુક્યું હોય છે. આ પાપ માનવજીવનમાં દુઃખ અને કઠીન પરિસ્થિતિ કે વિઘ્ન સર્જે છે. તો આવા તમામ પાપમાંથી છુટકારો મેળવવા માટે રમા એકાદશીની વ્રત ખુબ જ સારું ગણાય છે. આ વ્રતનો પ્રભાવ એટલો પ્રબળ છે કે બધા જ પાપને નષ્ટ કરી શકે છે.
આ વ્રત ક્યાં ભગવાનનું કરવાનું હોય છે?
૧૧ નવેમ્બરના દિવસે આ વ્રત કરવાનું હોય છે. જો આ વર્ષે તમે વ્રત કરવાનું ચુકી ગયા હોય તો આવતા વર્ષે આ વ્રત કરવાનું ભૂલતા નહીં. ભગવાન વિષ્ણુને રાજી કરવા માટે આ વ્રત કરવાનું હોય છે અને સાથે લક્ષ્મી માતાના આશીર્વાદ પણ આ વ્રતથી મળે છે. આ વ્રતમાં લક્ષ્મીની પૂજા કરવાની હોય છે, જે તમને ધનલાભ આપે છે અને ઉત્તરોત્તર પ્રગતિ આપે છે.
આ વ્રતનું મહત્વ શું છે?
પદ્મ પુરાણ એવું કહે છે કે જે વ્યક્તિ સમૃદ્ધિ ઈચ્છે છે તેને સમૃદ્ધિ મળી શકે છે પણ એ માટે તેને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા પડે. એટલે એ માટે રમા એકાદશી વ્રતનો મહિમા વધી જાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીજીની પણ સેવા-પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુરાણો એવું પણ કહે છે કે આ વ્રતનું ફળ કામધેનુ અને ચિંતામણી જેટલું ફળ મળે છે. સુખી કેમ થવું એ દ્વાર ખોલવાનું કારણ બની શકે છે આ વ્રત. પદ્મ પુરાણ કહે છે આ વ્રત જે વ્યક્તિ શુદ્ધ મનભાવ દ્વારા કરે છે તેને અવશ્ય ભગવાનની કૃપા દ્રષ્ટિ મળે જ છે. આ વ્રતના પ્રભાવથી માણસના તમામ પાપ અને કષ્ટ દૂર થાય છે. અને મૃત્યુ પછી પણ વિષ્ણુલોકમાં સ્થાન મળે છે.
રમા એકાદશી વ્રત કરવાની પૂજા વિધિ :
- સવારમાં સૂરજ ઉગતા પહેલા ઉઠી જાઓ. અને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો.અ દિવસે ઉપવાસ કરી અથવા કાઈ પણ જમ્યા વગર કરી શકાય છે. તેમજ એક સમયનું ફળાહાર કરીને કરી શકાય છે.
- ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો. પૂજા કરવા માટે આપ ધાર્મિક બુકમાંથી પૂજા વિધિ જાણી શકો છો અથવા જાતે જ મનના શુદ્ધ ભાવથી પૂજા કરી શકાય છે.
- ભગવાનની પૂજા કરતી વખતે યથાશક્તિ મુજબનો પ્રસાદ ધરો. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ થાળ આરતી ગાઈને ભગવાનને ભોગ ધરાવી પ્રસન્ન કરો.
- ત્યારબાદ પ્રસાદને આસપાસના લોકોમાં વહેંચી દો. અને નાના બાળકોને રાજી કરો. આપ ચોકલેટ કે દૂધ પીવડાવી નાના બાળકોને રાજી શકો છો અથવા આપની લાગણી મુજબનું અન્ય કાર્ય કરી શકો છો.
તો આ આર્ટીકલ દ્વારા તમને રમા એકાદશીના વ્રતની તમામ માહિતી મળી ગઈ હશે. આ વર્ષે અથવા આવતા વર્ષે આ વ્રત કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો અવસર ચુકતા નહીં!
આશા છે કે આ આર્ટીકલ આપને પસંદ આવ્યો હશે. આપણે નજીકના મિત્ર સાથે પણ આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં. આવા જ અન્ય આર્ટીકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાઈ શકો છો.
#Author : Ravi Gohel