ભારતનું પાચમું સમૃદ્ધ રાજ્ય ગુજરાત દેશના ખૂણે ખૂણે જાણીતું છે. આશરે ૬ કરોડથી વધારેની ગુજરાતી લોકોની કુલ વસ્તી એ દુનિયાભરમાં એક ગુજરાતી પરિવારની છાપ બનાવી છે. આખી દુનિયામાં ફરતા ફરતા ક્યાય પણ જાઓ ત્યાં ગુજરાતી એક પરિવાર તો હશે જ!
આખા ગુજરાતની વાત કરીએ તો અહીં સ્વચ્છતાનો એવોર્ડ વિજેતા સુરત શહેર આવેલ છે, તો મીની ફિલ્મ ઇન્ડ. અમદાવાદ છે, એ સાથે ગાયકવાડનું જાણીતું શહેર વડોદરા આવેલ છે, અને ભારતની સૌથી વધુ ચા રસિયાઓ જે શહેરમાં વસે છે એ રાજકોટ શહેર પણ ગુજરાત રાજ્યનો એક ભાગ છે. આમ તો ગુજરાતના નાના-મોટા બધા જ શહેરો પોતપોતાની અલગ એક ઓળખાણ માટે જાણીતા છે. દેશ-વિદેશ ફરો પણ ગુજરાતની મુલાકાત ન લો તો આપની બધી જ ટુર નકામી ગણાય છે. શું કહેવું આપનું…??
એવું જ એક શહેર ગુજરાતનું મોસ્ટ એક્ટ્રેટીવ પ્લેસ છે કચ્છનું રણ…જ્યારે પણ આપ ગુજરાત પ્રવાસ કરવાનો પ્લાન કરો ત્યારે કચ્છના રણને નિહાળવાનું ભૂલશો નહીં કારણ કે અહીં છે….વેઇટ…કચ્છ વિષેની બધી જ માહિતી આજના આર્ટિકલમાં લખવામાં આવી છે તો આ અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
કચ્છ ક્યાં રાજ્યમાં આવેલું છે?
ગુજરાતમાં કુલ ૩૩ ડીસ્ટ્રીકટ આવેલી છે. એમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર પણ સામેલ છે. જેમાં કચ્છની વાત જ કૈંક અલગ છે. અહીં ખુબસુરતીનો ખજાનો છે અને બહારના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કચ્છ પણ નાનો વિસ્તાર નથી! કચ્છમાં ૧૦ તાલુકા, ૯૩૯ ગામ અને ૬ મ્યુનિસિપાલટીઝ છે. તો તમે આ અદ્દભુત કચ્છને જોવાનું કઇ રીતે બાકી રાખી શકો!
કચ્છનો જોવાલાયક નજારો :
ગુજરાતમાં કચ્છ ઉત્તર તથા પૂર્વના વિસ્તારમાં ફેલાયેલ છે. મૂળ અરબ સાગરનો વિસ્તાર કચ્છના રણને ગણવામાં આવે છે. પૂર્વ સમયથી લઈને આજ સુધીમાં કુદરતી ફેરફારો થવાને કારણે આખરે અહીં રણ વિસ્તાર બનેલ છે. સિકંદરના સમયનું કચ્છ આજે તો બહુ વિકસિત બન્યું છે અને સાથે ગુજરાતનું એક પર્યટન સ્થળ પણ…તો ચાલો જોઈએ કચ્છમાં કઇ કઇ જગ્યાઓ છે જે ખરેખર જોવાલાયક છે :
મુખ્ય આકર્ષણ :
કચ્છમાં આમ તો બધી જ જગ્યાઓ જોવાલાયક છે પણ ખાસ તો સફેદ રણ પ્રવાસીઓને વધારે પસંદ આવે છે. અહીં માંડવીનો સમુદ્રકિનારો પણ અદ્દભુત છે. ભુજ કચ્છની રાજધાની છે જેમાં આઈના મહેલ, પ્રાગ મહલ, શરદ બાગ પેલેસ તથા હમીરસર તળાવ મુખ્ય આકર્ષણ છે. માંડવીની વાત કરીએ તો વિજય વિલાસ પેલેસ જે સમુદ્રકિનારે આવેલ છે એ બહુ જ મનમોહક સ્થળ છે. અહીં ઘાર્મિક સ્થળોની પણ હારમાળા છે. ભદ્રેશ્વર જૈન તીર્થ અને કોટેશ્વરમાં મહાદેવનું મંદિર અને નારાયણ સરોવર જે એક પવિત્ર ધામ માનવામાં આવે છે એ પણ જોવાલાયક છે. મિત્રો અને ફેમેલી સાથે કચ્છ ફરવાની મજા બહુ જ છે.
કચ્છના ટોપ પ્લેસીસ :
ધોળાવીરા :
ગુજરાતનું શહેર અમદાવાદથી આશરે ૭ કલાકની દૂરી પર અને ભુજથી આશરે પાંચ કલાકના સમયમાં ધોળાવીરા પહોંચી શકાય છે. કચ્છ જીલ્લામાં ખાદીરબેટ ગામ એક જગ્યા છે. અહીં પ્રાચીન ઈંડસ સભ્યતા અને હડપ્પા સંસ્કૃતિના અવશેષ જોવા મળે છે.
વિજય વિલાસ પેલેસ :
૧૯૨૯માં રાવ વિજયરાજજી દ્વારા આ પેલેસનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ પેલેસ સ્થાનીય કચ્છ, રાજસ્થાન અને બંગાળની સ્થાપત્ય કલાનું બેનમુન ઉદાહરણ છે. ૨ એકરમાં સમુદ્ર કિનારાની સાથે ૪૫૦ એકરમાં હરિયાળી સાથે આ પેલેસ વસાવવામાં આવ્યો હતો.
કાલા ડુંગર :
કચ્છનું સૌથી ઊંચું સ્થાન કાલા ડુંગર છે. જયારે પણ આપ કચ્છ ફરવાનું વિચારી રહ્યાં હોય ત્યારે કચ્છની આ જગ્યાને જોવાનું ભૂલતા નહીં. ભુજથી આશરે ૯૫ કિલોમીટર કાલા ડુંગર છે. અહીં સન પોઈન્ટ જોવાલાયક છે.
માંડવી બીચ :
માંડવી બીચ એ ગુજરાત તટ પાસે સ્થિત સુંદર કિનારો છે. આ એક બહુ જ શાંત અને રમણીય જગ્યા છે. રુકમાવન્તી નદીના કિનારે આ કચ્છની ખાડીમાં અરબ સાગરથી ૧ કિમી દૂર આવેલ છે. આ હનીમૂન પ્લેસ પણ છે અને પરીવાર સાથે પણ ફરવાની એક અલગ જ મજા છે.
કચ્છ સંગ્રહાલય :
ગુજરાતનું સૌથી જુનું સંગ્રહાલય કચ્છનું છે, જેની સ્થાપના ૧૮૭૭ માં મહારાવ ખેંગરજી દ્વારા કરવામાં આવી હતી. અહીં ક્ષત્રપના શિલાલેખોનો સૌથી મોટો ખજાનો છે. આ સંગ્રહાલયની મુલાકાતથી ઈતિહાસ વિષે ઘણું જાણવા મળશે.
કચ્છનું રણ(વન્યજીવ અભયારણ્ય) :
લગભગ ૭૫૦૫ વર્ગ કિમીમાં આ વન્યજીવ અભયારણ્ય ફેલાયેલું છે. અહીં સરીસૃપ અને વન્યજીવની અનેક જાતિઓ જોવા મળે છે. આ અભયારણ્યની મુલાકાત લેવાથી લઘુ ભારતીય કીવેટ, ભારતીય સાહી અને ભારતીય લોમડીની વિભિન્ન પ્રજાતિઓ જોવા મળે છે.
નારાયણ સરોવર :
હિંદુ ધાર્મિક સ્થળમાં આ સરોવરનું નામ સામેલ છે. અહીં ૫ પવિત્ર ઝીલ છે, જેમાં માન સરોવર, પમ્પા સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર અને પુષ્કર સરોવરનું સંયોજન છે. અહીં ભગવાન વિષ્ણુ નારાયણના રૂપમાં પ્રગટ થયા હતા ત્યારથી આ સરોવરનો મહિમા રહ્યો છે. અહીં આસપાસ અનેક મંદિરની શ્રેણીઓ આવેલી છે. નવેમ્બર અને ડીસેમ્બર દરમિયાન અહીં વાર્ષિકોત્સવ મેળાનું આયોજન થાય છે, જેમાં પણ અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને આ જગ્યાની મુલાકાત લે છે.
લખપત કિલ્લા :
રન ઓફ કચ્છથી આશરે ૧૪૨ કિમીના આંતરે આ કિલ્લાનું સ્થાન છે. આ એક નાનો એવો કસ્બા વિસ્તાર છે. આ કિલ્લાના નામ પરથી જ જણાય છે કે એક સમયમાં આ લખપતિ લોકોનું ગામ હશે. ૧૮૦૧ની સાલમાં ફતેહ મોહમ્મદ દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
કચ્છમાં હજુ પણ અહીં જણાવેલ સિવાય ઘણી એવી જગ્યાઓ છે, જે તેની ખુબસુરતી માટે પ્રખ્યાત છે. અહીં રણ વિસ્તારમાં અનેક ઈવેન્ટ્સનું આયોજન પણ થાય છે, જેને રણોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું સફેદ રણ પ્રતીતિમાં વધારો કરે છે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપ પણ કચ્છની ટ્રીપ સેટ કરવાનું ભૂલતા નહીં.
આવી જ અન્ય રસપ્રદ માહિતી જાણવા માટે ગુજરાતી લોકોનું પ્રિય ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરજો…
#Author : Ravi Gohel