દુનિયામાં બહુ ઓછા લોકો એવા હોય છે, જેમને અન્ય લોકોની સેવા કરીને આનંદ મળે છે. પોતાના લોકો માટે તો બધા જ બધું જ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા હોય છે, જે બીજા માટે એક ડગલું આગળ વધતા હોય છે, અને એવા જ એક વ્યક્તિ છે કલકત્તાના પાર્થકર ચૌધરી.
કલકત્તાના હોસ્પિટલ મેન –
50 વર્ષીય પાર્થ ચૌધરી વ્યવસાય ડ્રાઇવર છે. પરંતુ તેઓ કલકત્તામાં ઘણા બધા લોકો માટે કોઈ ફરીસ્તા થી ઓછા નથી. ઇન્ડિયા ટુડે ના લેખ પ્રમાણે પાર્થકર ચૌધરી ને લોકો હોસ્પિટલ મેન તરીકે ઓળખે છે. શહેરના અલગ-અલગ સરકારી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓના સંબંધીઓને તેઓ ફ્રીમાં ભોજન કરાવે છે.
પાંચ વર્ષથી ગરીબોને ભોજન કરાવે છે –
પાર્થ ચૌધરી 2016 થી ગરીબો માટે ભગવાનના દૂત બનીને ભોજન કરાવે છે. જ્યારે આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હતું, ત્યારે પણ પાર્થકર ચૌધરી ની સેવામાં લોકડાઉન લાગ્યું નહીં. તેઓ ગરીબોની મદદ કરતા રહ્યા. પોતાની ડ્રાઇવરની ડ્યુટીનો સમય પૂરો થયા બાદ તેઓ ભોજન બનાવે છે, ત્યારબાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચે છે.
સરકારી હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે સેવા ભાવના જાગી –
પાર્થકર ચૌધરીએ જણાવ્યું કે, એમને ફેફસાની સમસ્યા હતી માટે તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે , મેં ત્યારે દર્દીઓના સંબંધીઓ ની હાલત જોઈ, અને મારું હૃદય હચમચી ગયું. ત્યારથી જ મેં એ બધાને ભોજન કરાવવાનો નિર્ણય કર્યો.
પાર્થકર ચૌધરી એ પહેલા તો પેપર પેકેટમાં મમરા ભરી ને 20 થી 25 લોકો ને આપ્યા. એમને લાગ્યું કે આનાથી કામ નહીં બને. ત્યારે એમણે હોસ્પિટલ મેન બનવાનો નિર્ણય લીધો. તેઓ ભોજન બનાવતા અને લઈ જતા અને દિવસમાં ત્રણ વાર 150 લોકોને ખવડાવે છે. એમના ટી-શર્ટ પર પણ હોસ્પિટલ મેન લખેલું હોય છે. જે એમને ભીડથી અલગ પાડે છે.
ફ્રી માં મેડિકલ કેમ્પ ચલાવે છે –
પાર્કર ચૌધરી ચાર સરકારી હોસ્પિટલમાં જમવાનું આપે છે અને રવિવારે ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરે છે. સમય વિતતા લોકો એમને ઓળખવા લાગ્યા, અને લોકો એમને ચોખા દાળ વગેરે દાન કરવા લાગ્યા.
પાર્થકર ચૌધરીની હિંમતને સલામ !
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team