શું ગરમ દૂધ પીવાથી ખરેખર સારી ઊંઘ આવે છે ? આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, એ જાણીએ.
ઘણા બધા લોકો રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવે છે પરંતુ , આવું કેમ કરવામાં આવે છે ? એવું તમે ક્યારેય વિચાર્યું છે? ઘણા લોકો કહે છે કે રાત્રે ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે. તો ઘણા લોકો કહે છે કે એનાથી પેટ સાફ રહે છે.ઘણા બધા દેશોમાં રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવાની પરંપરા છે. દુનિયાભરમાં વધી રહેલાં અનિંદ્રા ના કેસ વચ્ચે આ બાબત પણ સમજવી જરૂરી છે. ગરમ દૂધ અને સારી ઊંઘ વચ્ચે કઈ સંબંધ છે કે નહીં. જો છે તો કઈ રીતે એ કામ કરે છે ?
બીબીસી ના મેગેઝિન સાયન્સ ફોક્સ ના રિપોર્ટ પ્રમાણે, ગરમ દૂધમાં ઘણા પ્રકારની ખાસિયતો રહેલી છે. એમાં એક પ્રકારનું પ્રોટીન રહેલું છે. એમાં રહેલું એમીનો એસિડ ટ્રીફટોફેન નો સોર્સ હોય છે. જે શરીરમાં પહોંચીને સેરોરોટીન નામના ન્યુરોટ્રાન્સ મીટર ને તૈયાર કરે છે. આ ન્યુરોટ્રાન્સમીટર વ્યક્તિના મૂડ અને ઊંઘ ને કંટ્રોલ કરે છે.
ગરમ દૂધ પીવાથી એમિનો એસીડ ટ્રીફટો ફેનની માત્રા વધે છે. એ પોતાની અસર દેખાડવા લાગે છે. અને ઊંઘ પહેલાથી પણ સારી બની જાય છે. ઉપરાંત દૂધમાં એવા તત્વો પણ સામેલ હોય છે જેનાથી તણાવ પણ ઘટે છે. જેના કારણે વ્યક્તિ ત્રણ તણાવ મુક્ત રહી શકે છે.
ગરમ દૂધ કઈ રીતે કામ કરે છે એ જાણવા માટે નેધરલેન્ડ માં 15 મહિલાઓ પર પરીક્ષણ કરાયું હતું. કે અનિંદ્રા ની સમસ્યા થી પીડાતી હતી. રિસર્ચ માં સામે આવ્યું કે, દૂધ પીવાથી એમની ઊંઘ માં સુધાર આવ્યો. રિપોર્ટ્સ પ્રમાણે દૂધ માં પ્રોટીન, મગ્નેશિયમની માત્રા પર્યાપ્ત હોય તો ઉંઘ સારી આવે છે. હેલ્થલાઈન ની રિપોર્ટ પ્રરાણે ગરમ દૂધ નું સેવન કરતી મહિલાઓમાં મોટાપા નો ભય ઓછો હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team