ઓછું પાણી પીવું શરીરમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. તો ચાલો જાણીએ શરીરમાં પાણીની ઉણપથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.
તંદુરસ્ત શરીર માટે યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી હોય છે. પાણી ન પીવાને કારણે શરીરમા ડીહાઈડ્રેશન થઈ જાય છે. આપણા શરીરમાં 60 ટકા ફક્ત પાણીની માત્રા હોય છે. શરીરના બધા અંગો યોગ્ય રીતે કાર્ય કરે, તેના માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી હોય છે. એક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી જરૂર પીવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી પીવાથી આપણું શરીર ઘણી બીમારીઓથી બચે છે. ઓછું પાણી પીવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓનું જોખમ રહે છે. તો ચાલો જાણીએ શરીરમાં પાણીની ઉણપ કઈ કઈ બીમારીઓને જન્મ આપી શકે છે.
સ્થૂળતાની સમસ્યા
સ્થૂળતાની સમસ્યા તમારી સાથે ઘણી બીમારી લઈને આવે છે. આવી સ્થિતિમાં ઓછું પાણી પીવું સ્થૂળતા મા વધારો કરે છે. ઘણી વાર આપણે યોગ્ય માત્રામાં ભોજન તો કરીએ છીએ, પરંતુ પાણી પીતા નથી, જેના કારણે દરેક વાર ભૂખનો અનુભવ થાય છે. આ કારણે આપણે ઘણીવાર વધારે ખાઈ લઈએ છીએ અને મોટાપણાનો શિકાર થાય છે. શરીરમાં પાણીની પૂરતી માત્રા ન હોવાને કારણે મેદસ્વિતા વધે છે.
પેટની સમસ્યા
ઓછું પાણી પીવાથી કબજિયાત, અપચો અને પેટમાં ગડબડ જેવી સમસ્યાઓ થાય છે. જ્યારે આપણે પાણી બરાબર પીતા નથી, ત્યારે કબજિયાતની ફરિયાદ ખૂબ વધી જાય છે, કારણ કે પાણી મળને નરમ કરવાનું પણ કામ કરે છે. તે જ સમયે, પાણીની અછતને કારણે, એસિડ બનવાની ગતિ વધી જાય છે, જેના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે. આ ઉપરાંત ઓછું પાણી પીવાથી છાતીમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે.
યુટીઆઈનું જોખમ
શરીરમાં પાણીની ઉણપથી યુટીઆઈનો જોખમ વધી જાય છે, કારણ કે જો તમે ઓછું પાણી પીશો તો કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી અને શરીરમાં રહેલા બેક્ટેરિયા અને ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી શકતા નથી. જો કિડની યોગ્ય રીતે કાર્ય ન કરે તો યુરિન ઈન્ફેક્શનનું જોખમ રહે છે. ડિહાઇડ્રેટેડ હોવાને કારણે પીળો પેશાબ અથવા જનનાંગોમાં ખંજવાળ આવી શકે છે.
મોઢામાંથી દુર્ગંધ
પાણીની ઉણપથી દુર્ગંધ આવવાની સમસ્યા ઘણી વધી શકે છે. ઓછું પાણી પીવાથી મોઢું લાગે છે, જેના કારણે મોઢામાં બેકટેરિયા ઉત્પન્ન થાય છે. આ કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. મોઢાની દુર્ગંધ બચાવવા માટે પૂરતી માત્રામાં પાણી પીઓ. પાણી પીવા વચ્ચે વધારે અંતર રાખશો નહિ.
ચેહરાની સમસ્યા
દરેક લોકોનો ચેહરો બેદાગ અને ચમકદાર પસંદ હોય છે. પરંતુ ઓછું પાણી પીવાને કારણે ચેહરાની ચમક ગુમાવી શકીએ છીએ. ડીહાઈડ્રેશનના કારણે ચેહરા પર ખીલની સમસ્યા ઘણી વધી જાય છે. ચેહરાની ચમક બનાવી રાખવા માટે સરખી માત્રામાં પાણી પીવું જરૂરી હોય છે. ઓછું પાણી પીવાથી ચેહરો થાકેલો પણ લાગે છે. પાણી ત્વચાને હાઈડ્રેટ કરે છે, જેનાથી ત્વચાની ચમક બની રહે છે. તેથી સુંદર ચમકદાર ત્વચા જોઈએ, તો દિવસમાં 2-3 લીટર પાણી જરૂર પીઓ.
ધ્યાન રહે, તમારા શરીરને પાણીની જરૂરી માત્રા તે વાત પર પણ નિર્ભર કરે છે જે તમે ક્યાં રહો છો. ગરમ વિસ્તારમાં રહેતા લોકોએ વધારે પાણી પીવાની જરૂર હોય છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી આપણે શરીરની ઘણી બિમારીઓને બચવું શકીએ છીએ. તરસ લાગવા પર ભરપૂર માત્રામાં પાણી પીઓ. તે તમને તંદુરસ્ત રાખશે અને શરીર સ્વસ્થ રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “અપૂરતું પાણી પીવાથી શરીરને કઈ કઈ બીમારીઓ થાય છે તે જાણો”