એકથી વધુ બાળકોને જન્મ આપવા માટે માતા-પિતાએ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. અમુક લોકો બે બાળકો વચ્ચે ગેપ વધુ રાખવા માંગતા નથી અને તેની પાછળનું કારણ એ છે કે બંને બાળકો એક સાથે મોટા થઈ જાય અને બંનેની પરવરીશ પણ એકસાથે થઈ જાય અને આગળ જતા કોઈપણ મુશ્કેલી આવે નહીં. અને બન્નેને એકસાથે સાચવી લેવાથી માતા-પિતાની મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે. અને બીજી બાજુ અમુક માતા પિતા એવા હોય છે જે બાળકો વચ્ચે વધુ ગેપ રાખવા માંગે છે કારણ કે તે દરેક બાળકની સાથે તેમનું બાળપણ એંજોય કરી શકે.
પોતાના પરિવારને કેવી રીતે વધારવો છે અથવા બે બાળક વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ તેનો નિર્ણય પૂરેપૂરી રીતે માતા-પિતા ઉપર હોય છે. આમ તો ઉંમરની ગેપ વધુ હોય અથવા ઓછી હોય તો ફાયદા અને નુકસાન બંને થાય છે. તો પણ તમે બે બાળક વચ્ચેના ગેપ કેટલી રાખવી તે બાબતમાં પરેશાની હોય તો મેડિકલ એક્સપર્ટ ની અમુક સલાહ તમને કામ લાગી શકે છે.
જલ્દી પ્રેગ્નન્સીના જોખમો
જો તમારી અને તમારા પાર્ટનરની ઉંમર ઓછી હોય અને તમે તમારી ફેમિલી જલ્દી વધારવા માંગતા હોવ તો પ્રેગ્નન્સીની સુરક્ષામાં વધુ ધ્યાન રાખવું જોઈએ.બીજી વખતની પ્રેગ્નન્સી રાખવા માટે તમે તમારા ડોક્ટરની સલાહ લઇ શકો છો 2018ની એક સ્ટડી અનુસાર બે પ્રેગનેન્સી વચ્ચે ૧૨ મહિનાથી ઓછો સમયગાળો હોય તો તેના લીધે બીમારી, સમયની પહેલાં ડીલીવરી અને તદુપરાંત માતાનો જીવ પણ જઈ શકે છે.
સ્ટડી અનુસાર બે પ્રેગ્નન્સી વચ્ચે ઓછામાં ઓછું 18 મહિના નું અંતર હોવું જોઈએ. અને હેલ્થ એક્સપર્ટ બે પ્રેગનેન્સી વચ્ચે 18 થી 24 મહિના નું અંતર રાખવાની સલાહ આપે છે. ડોક્ટરનું કહેવું છે કે 18 મહિનાથી ઓછા સમયમાં જો તમને પ્રેગનેન્સી છે તો તમારું બાળક સમય પહેલા જન્મ લે છે અથવા ઓછા વજન વાળું પણ આવી શકે છે.
ખાસ કરીને જ્યારે પહેલા બાળકનો જન્મ ઓપરેશનથી થયો હોય તો બીજા બાળક માટે જલ્દી પ્લાન કરવાથી માતાના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બે પ્રેગનેન્સી વચ્ચે સમય ન રહેવાથી ઓપરેશન ના ટાંકા યોગ્ય રીતે સુકાતા હોતા નથી તેથી તે બીજી પ્રેગ્નન્સી દરમિયાન જલ્દી તૂટી જવાની શક્યતા રહે છે.
ડીલીવરી સમયે પડતી તકલીફ અને તે સિવાય જલ્દી પ્રેગનેન્સીમાં બીજી ઘણી બધી તકલીફો પડી શકે છે, જેમ કે પહેલી પ્રેગ્નન્સી વખતે વધેલું વજન ઓછું ન થવું, શરીરમાં પોષક તત્વોની કમી તથા માતાની માનસિક સ્થિતિમાં બદલાવ તથા બાળકોની દેખભાળ ને લઈને બીજી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.
ડોક્ટરનું કહેવું છે કે બે બાળકો વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તે માતા પિતાની ઉંમર સિવાય તેમની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક સ્થિતિ પર પણ નિર્ભર કરે છે. ૧૮ મહિનાથી ઓછા સમયમાં જો તમે પ્રેગનેન્સી રાખો છો તો બંને બાળકનું ધ્યાન રાખવું માતા-પિતા માટે એક પડકારજનક કામ છે. ખરેખર તો સમય બચાવવા માટે માતા-પિતા બંને બાળકોના જન્મ વખતે પડતી તકલીફ એકસાથે ઉઠાવવા માંગે છે. ત્યાં અમુક માતા-પિતા એક બાળકના દબાણ અને તણાવમાંથી સંપૂર્ણપણે બહાર નીકળ્યા બાદ બીજા બાળક વિશે વિચાર કરે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર છ વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરનો હોય તો બીજી પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો બંને બાળક વચ્ચે એવું કનેક્શન નથી બેસતું જેવું સરખી ઉંમરના ભાઈ બહેન માં હોય છે. અમુક એક્સપર્ટ બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનો સમયગાળો યોગ્ય ગણે છે. આમ કરવાથી પહેલું બાળક પોતાનું કામ પોતાની જાતે કરતું થઈ જાય છે અને માતા-પિતા બીજા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન પણ આપી શકે છે.
પહેલા બાળકના જન્મ થયા બાદ જ અમુક લોકો બીજા બાળક વિશે પૂછતાછ કરવાનું શરૂ કરે છે.એક્સપર્ટના જણાવ્યા અનુસાર માતા-પિતાએ કોઈપણ વ્યક્તિના અથવા તો સામાજિક દબાણમાં આવવું જોઈએ નહીં, દરેક માતાપિતાએ પોતાની શારીરિક માનસિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બીજી પ્રેગ્નન્સી વિશે વિચારવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team