ચોમાસુ એટલે ઋતુ ફેરફારની સાથે ઘણા પ્રકારની બિમારીઓ જેમકે ડેન્ગ્યુ, મલેરિયા, તાવ વગેરે થવાની શકયતા વધે છે. તેમજ, આ મહામારી દરમિયાન લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે ઘણા પરેશાન રહે છે કે કેવી રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ?
બધા લોકોએ કંઈક એવી ટિપ્સ અપનાવી જોઇએ જેનાથી એ બીમારીઓથી બચી શકાય. સાથે જ તેમણે તે કહ્યું છે કે હવે લોકડાઉન ખુલી રહ્યું છે અને લોકો વેક્સિન પણ લગાવવા જઈ રહ્યા છે. તેનો અર્થ એ નથી કે તમે કારણ વગર ઘરની બહાર નીકળો. જે લોકોને કોવીડ-19 થયો નથી અથવા જે લોકો કોવીડ-19 થી સાજા થયા છે, તે બધા લોકોએ પણ ચોમાસામાં પોતાના સ્વાસ્થયનું ખૂબ ધ્યાન રાખવાનું છે અને પોતાની રોગપ્રતિકારક શક્તિ પર પણ ધ્યાન આપવાનું છે. આ ઉપરાંત અહીં કેટલીક ટીપ્સ શેર કરી છે જેનું તમે પણ જરૂર અનુસરણ કરો.
Image Source
રોગપ્રિકારક શક્તિનું ધ્યાન રાખો:
એક સારી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને સ્વસ્થ રાખે છે, પરંતુ આ રોગચાળા દરમિયાન તે શક્ય નથી,કેમકે જે લોકોને કોવીડ-19થઈ ચૂક્યો છે અથવા જે લોકોને કોવીડ-19 થવાનું જોખમ છે તેને પણ સમસ્યા છે. તેવી પરિસ્થિતિમાં તમારી રોગપ્રિકારક શક્તિને મજબૂત બનાવો. તમારા ભોજનમાં વિટામિન સી અથવા જે પણ મોસમી ફળ છે જેમકે જાંબુ, કારેલા વગેરેનો સમાવેશ કરો. તેની સાથેજ, જો તમને વિટામિન સી ની વધારે જરૂર છે તો કરમદા , લિચીનું નિયમિત રૂપે સેવન કરો.
Image Source
પ્રોબાયોટીક્સ ખાદ્ય પદાર્થો લો:
ઋતુ બદલાવને કારણે પેટને લગતી ઘણી સમસ્યાઓ પણ થવા લાગે છે, આ સમસ્યાથી રાહત મેળવવા માટે જરૂરી છે તમે તમારા ભોજનમાં પ્રોબાયોટીક્સની માત્રાનો સમાવેશ કરો. તમને જણાવી દઈએ કે પ્રોબાયોટીક્સ એક પ્રકારના સારા બેક્ટેરિયા હોય છે જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.તમે લસ્સી અથવા છાશનું નિયમિત રૂપે સેવન કરી શકો છો અથવા બાફેલા ચોખામાં પાણી નાખીને થોડીવાર માટે રહેવા દો અને તેનું સેવન કરો. તે સ્વાસ્થ્ય અને પેટ માટે ખૂબ ફાયદાકારક છે.
Image Source
વાળ ખરવા પર શું કરવું:
વરસાદની ઋતુમાં વાળ ખરવા ખૂબ જ સામાન્ય સમસ્યા છે પરંતુ જરૂરીયાત કરતા વધારે વાળ ખરવા પણ સારું નથી. આ ઋતુમાં વાળનું ધ્યાન રાખવા માટે તમે પ્રોટીન અને વિટામિન સીની માત્રા થોડી વધારી શકો છો, કેમકે તે પદાર્થ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે ઈંડા અથવા ચિકન ખાઇ રહ્યા છો તો ધ્યાન રાખો કે તે સારી રીતે ધોયેલા અને પકવેલા હોય. આ ઋતુમાં તમે પ્રાણીઓથી મળતા અથવા તેનાથી બનેલી બધી વસ્તુઓ જેમ કે ઈંડા, માસ વગેરેથી થોડા દૂર રહો. જો તમે તે ખાદ્ય પદાર્થ લઈ રહ્યા છો જેમકે ચિકન, ઈંડા વગેરે, તો તેને પહેલા સારી રીતે પકાવી લો પછી તેનો ઉપયોગ કરો કેમકે તેમ કરવાથી તેમાં રહેલ બેકટેરિયા મરી જાય છે.
Image Source
પાંદડા વાળી શાકભાજીનું સેવન ન કરવું:
ચોમાસામાં લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ નહીં કેમ કે આ ઋતુમાં તેમાં કીડા થવાનું જોખમ વધારે વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેથી આ ઋતુમાં પાલક, કોબી વગેરે શાકભાજી ખાવી નહિ. જો તમે પાલક અથવા કોઈ બીજી શાકભાજી લેવા ઇચ્છો છો અને તમને તાજી ન મળે તો તેનો વિકલ્પ લઈ શકો છો જેમકે પાલક નો પાઉડર અથવા સૂકી મેથીનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. તેની સાથે જ તમે ઈચ્છો તો ઘરમાં પણ મેથી ઉગાડી તેનો ઉપયોગ ભોજનમાં કરી શકો છો.
Image Source
બહારની વસ્તુને ટાળો:
આ ઋતુમાં તમારે બહારની વસ્તુ બિલકુલ ખાવી નહીં કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તમે ચોમાસાની ઋતુમાં તેને સંપૂર્ણ રીતે ટાળો. બહારની વસ્તુનું સેવન તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે, કેમકે તમને જાણ નથી કે દુકાનદાર તેને કઈ રીતે બનાવે છે અને તે કેટલું આરોગ્યપ્રદ છે. પ્રયત્ન કરો કે ઘરમાં બનેલી વસ્તુને જ ખાવી અને બહારની વસ્તુઓ જેમકે ફાસ્ટ ફૂડ વગેરે બિલકુલ પણ ન ખાઓ.
Image Source
સ્નાન કરતી વખતે લીમડાના પાનનું સેવન કરવું:
ચોમાસામાં સ્કિન ઇન્ફેક્શન અથવા ખંજવાળની સમસ્યા ખૂબ વધવા લાગે છે. ઘણા લોકોને ફંગલ ઇન્ફેક્શન પણ થઈ જાય છે. તો તમે પરેશાન થશો નહિ કેમકે તેનાથી બચવા માટે તમે દરરોજ લીમડાના પાણીથી સ્નાન કરી શકો છો. લીમડાનું પાણી તેના પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ, એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ફંગલ ગુણો માટે ઓળખવામાં આવે છે. તે ત્વચા અને વાળ સાથે જોડાયેલ સમસ્યાઓ માટે રામબાણ ઉપચાર છે.
આ ઉપરાંત તમે ભોજનમાં કડવી વસ્તુ જેમ કે કારેલા, લીમડાના પાન વગેરેનો પણ સમાવેશ કરી શકો છો. તેનાથી તમારુ પેટ પણ સાફ રેહશે.
પાણી ભેગું થવા દેવું નહિ:
હંમેશા ઘર અથવા ધાબા પર વરસાદનું પાણી ભેગું થવા લાગે છે જેનાથી ઘણી બીમારીઓનું જોખમ વધે છે. ડેન્ગ્યુ, મલેરિયાના મચ્છર આ પાણીમાં ઉત્પન્ન થાય છે તેથી તે વાતનું જરૂર ધ્યાન રાખો કે કોઈ જગ્યાએ પાણી ભરાયેલું રહે નહિ.
તેની સાથે જ બાળકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને તેને વધારે બહારની વસ્તુઓ ખાવા દો નહિ, કેમકે આ ઋતુ બાળકોને વધારે અસર કરે છે. કોરોનાવાયરસની સાથે સાથે ચોમાસામાં થતી બીમારીઓથી પણ પોતાને સુરક્ષિત રાખો.
જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને ફેસબુક પર શેર કરો અને અન્ય આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team