આયુર્વેદ મુજબ ચોમાસાની ઋતુમાં મધનું સેવન કઈ રીતે ફાયદાકારક છે તે જાણો

મધને એક આયુર્વેદિક ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. તેનો વિવિધ રીતે સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ઉપયોગ કરવામાં આવે છે. મધનો ઉપયોગ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગયો છે. લોકો ખાંડના બદલે મધ પસંદ કરી રહ્યા છે. જેથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે નહિ. તેના એક નહિ અનેક ફાયદાઓ છે. વરસાદની ઋતુમાં હંમેશા પેટને લગતી સમસ્યાઓ વધે છે. ભોજનનું ખૂબ વધારે ધ્યાન રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં વરસાદની ઋતુમાં તમે મધનું સેવન કરી સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.

જોકે બજારમાં મધની માંગ ખૂબ વધારે વધી છે. પરંતુ આ વચ્ચે મધ નકલી અને અસલી બંને મળે છે. ત્યારે સાચી ઓળખ કરીને જ મધનો ઉપયોગ કરવો. મધ એકદમ ઘાટું હોય છે. તે પાણીમાં નાખ્યા પછી એકદમ ભળતું નથી. પરંતુ ઘાટું હોવા પર તે ઝડપથી નીચે બેચી જાય છે. જોકે મધની ઓળખવાની આ સુનિશ્ચિત રીત નથી. પરંતુ નિષ્ણાંત તેને એક રીત માને છે. તો ચાલો જાણીએ મધના સેવનથી થતા ફાયદાઓ

મધના ગુણ

મધ પ્રાકૃતિક રૂપે મીઠું હોય છે. તેમાં ચરબી, ફાઈબર અને પ્રોટીન હોતુ નથી. તેમાં ગ્લુકોઝ, સુક્રોઝ અને માલટોજ હોય છે. વિટામિન 6 બી, વિટામિન સી, એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ મુખ્ય રૂપે જોવા મળે છે. સાથેજ મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ પણ જોવા મળે છે. તે ઇજા થવા પર તેને ભરવામાં ઘણી મદદ કરે છે.

તો ચાલો જાણીએ મધના ફાયદાઓ

મધ એક ઈમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ હદય માટે ફાયદાકારક છે. તેમજ જો રોગ પ્રતિરોધક ક્ષમતા સારી હશે તો સંક્રમિત બીમારીથી બચી શકાશે. દરરોજ દૂધમાં એક ચમચી મધ ઉમેરીને પીઓ. ધ્યાન રહે મધ ઉમેર્યા પછી દૂધને ઘોળવાનું નથી. દૂધ ગરમ થયા પછી મધ નાખો.

વરસાદની ઋતુમાં ગરમા ગરમ વસ્તુઓ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. વધારે ખાવાથી વજન વધવા લાગે છે. પરંતુ આવી સ્થિતિમાં મધનું સેવન ચોક્કસ કરવું જોઈએ. જેથી વજન એકદમ ઝડપથી વધે નહિ. તેના માટે રોજ સવારે હુફાળા પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરો. જો વજન વધી રહ્યું હોય તો ઓછું થઈ જશે, નહિતર સામાન્ય રહેશે.

તેલવાળી વધારે વસ્તુ ખાવાથી ગળામાં ખરાશ થવા લાગે છે. સાથેજ શરદી-ઉધરસમાં પણ આરામ આપે છે. ગળાની ખરાશ દૂર કરવા માટે બે ચમચી મધ અને એક ચમચી આદુનો રસ નાખો. બંનેને સરખી રીતે મિક્સ કરો. તમે દિવસમાં બે વાર તેનું સેવન કરી શકો છો.

વરસાદની ઋતુમાં થોડું પણ ગંદુ પાણી પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. કબજિયાતની સમસ્યા થાય છે. પરંતુ મધમાં રહેલ પોષક તત્વ કબજિયાત દૂર કરવામાં ઘણા મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં રાત્રે હુફાળા દૂધમાં એક ચમચી મધ ઉમેરીને પીઓ. તેનાથી આરામ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment