આ દુનિયામાં જેટલા માણસો છે એ બધાનો સ્વભાવ અલગ-અલગ છે, વ્યક્તિની પસંદ-નાપસંદ જુદી હોય છે, એ બધું સાથે મળીને વ્યક્તિના સ્વભાવ વિશેની જાણકારી આપે છે. એમ, વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ પર આધાર રાખે છે. વ્યક્તિની રાશિના આધારે તેના સ્વભાવ અને તેના ધમંડ વિશેની જાણકારી મેળવી શકાય છે. આજના લેખમાં આ માહિતી અમે જણાવવાના છીએ તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.
મેષ :
આ રાશિના લોકોને તેના વૈભવનો અહંકાર વધારે હોય છે. પરિવારને વધારે મહત્વ આપવું અને તેનું ધ્યાન રાખવું એ આ રાશિવાળા લોકો બહુ ઓછું માને છે. અહંકારને કારણે સંતાનપક્ષની સમસ્યા હોય શકે છે.
વૃષભ :
પોતાના કામનું અભિમાન હોય તેવો દેખાડો કરતા આ રાશિના જાતકો અંદરથી તૂટેલા હોય છે. ભૂલથી કામ કાર્ય પછી તેના પર જ લાંબા સમય સુધી પસ્તાવો કરવો એ આ રાશિ લોકોના સ્વભાવમાં હોય છે. અહંકારને કારણે સ્વાસ્થ્યની તકલીફ હોય છે.
મિથુન :
સ્વભાવ ભોળો હોવાને કારણે વધુ લોકો છેતરી જતા હોય છે ત્યારે પોતાની ભલાઈ ઉપર અહંકાર આવે છે. આ સ્વભાવને કારણે નોકરી-ધંધા કે લાઈફમાં સ્થાઈત્વ આવી શકતું નથી.
કર્ક :
આ રાશિના લોકોને તેના સૌંદર્ય અને ક્લાસનું વધારે અભિમાન હોય છે. સુંદરતાનો અહંકાર ચડ્યો હોય કે બીજાને માન આપવામાં આ લોકો માનતા નથી. આ અહંકાર તેને હંમેશા પરેશાન કરે છે અને વિચાર કરતા ઉલટું પરિણામ આપે છે.
સિંહ :
આ રાશિના લોકોને બુદ્ધિનું અભિમાન હોય છે અને મોટી વાતો કરવામાં બહુ આગળ હોય છે. આ રાશિના લોકો પાસે કઈ હોતું નથી પણ જે છે તેનું વધુ ઘમંડ આવે છે. અહંકારને કારણે તેના સંબંધમાં વધુ તકલીફ હોય છે.
કન્યા :
ઉચ્ચ શિક્ષા અને પૈસાનું વધુ ધમંડ હોય છે. પૈસાના અહમને કારણે સંબંધને ભૂલી જવામાં માને છે. આ અહંકારને કારણે તેને પૈસાનું જ નુકસાન ભોગવવું પડે છે.
તુલા :
આ રાશિના લોકોમાં રૂપ-સૌન્દર્ય અને શાન-ઔકાતનો અહંકાર હોય છે. આ અહંકારને કારણે આ રાશિવાળા વ્યક્તિઓ ઘનની બર્બાદી કરતા હોય છે. અચાનક ઘન હાની થતી હોય છે.
વૃશ્વિક :
આ રાશિના લોકોને તેની કામ કરવાની રીત-ભાત અને કાબિલિયત પર ઘમંડ હોય છે. અહંકારને કારણે તેના કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે. મનમાં વાતને બદાવી રાખવાને કારણે આ રાશિવાળાને ખુદની હોશિયારી વધુ સારી લાગે છે.
ધન :
આ રાશિના જાતકને તેના પદનું અભિમાન હોય છે. આ અહંકાર તેને ક્યારેક ખોટી જગ્યાએ ફસાવી દે છે. ઘમંડ વધુ આવે ત્યારે અપયનો સામનો કરવો પડે છે. કોઈ વધુ જાણકારી દેવામાં માહિતી લીક થઇ જાય એવી બીક લઈને ફરતા હોય છે જેથી આ લોકોનો અહંકાર દિવસે-દિવસે વધતો જાય છે.
મકર :
આ રાશિના લોકો અક્કડ સ્વભાવના હોય છે તેથી બીજાની વાતને સમજવામાં માનતા નથી. અહંકારના કારણે જીભનો કંટ્રોલ ઓછો હોય છે. આ કારણે સંતાનપક્ષની સમસ્યા પરેશાન કરતી હોય છે.
કુંભ :
આ રાશિના લોકોને ઈશ્વરથી મળેલી કૃપાનો અહંકાર હોય છે. આ રાશિના વ્યક્તિઓ એવું માને છે કે તે ગમે તે કરી શકે પણ તેને ખુદથી ડર લાગતો હોય છે. આ અહંકાર તેને કરિયરમાં ઉતાર-ચડાવ આપે છે.
મીન :
આ રાશિના લોકોને તેને સંપતિનું ધમંડ હોય છે. અહંકારને કારણે જાતક તેના ધનના સુખને નાશ કરી નાખે છે. કોઇપણ વસ્તુ આજીવન નથી હોતી એ વાત આ રાશિના લોકોને ક્યારેય સમજાતી નથી.
અવનવી માહિતીનો ખજાનો અમે અહીં લઈને આવીએ છીએ. તો “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel