નામ વ્યક્તિની ઓળખનું માધ્યમ છે, આજે અમે તમને જણાવીશું કે P,N,K,A,R અને S નામથી શરૂ થતા વ્યક્તિઓ વિશે….
જ્યોતિષ શાસ્ત્રમાં તેમ માનવામાં આવે છે કે મનુષ્યનો જન્મ ગૃહ, નક્ષત્રોના આધાર પર થાય છે અને જે નક્ષત્રમાં વ્યક્તિ જન્મ લે છે તે નક્ષત્ર તેના સ્વભાવ અને આગળના જીવન પર તેની અસર જરૂર કરે છે અને નામકરણથી પેહલા ગૃહ, નક્ષત્રો ગણના કરવામાં આવે છે. નામ માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અથવા કહો કે નામ એ માનવીની ઓળખ છે. આજે અમે તમને જણાવીશું કે આ 6 નામના પહેલા અક્ષર પરથી જાણી લો કે તેમનો સ્વભાવ કેવો હશે.
P નામ વાળા વ્યક્તિ
P થી શરૂ થતા નામના લોકો હંમેશા સમસ્યામાં ફસાયેલા હોય છે. તેમનું કામ સફાઈ અને ઈમાનદારીથી કરે છે. તે લોકો ખુલ્લા વિચારણા હોય છે. તે પોતાની આસપાસના દરેક લોકોનું ધ્યાન રાખે છે અને બધાને સાથે લઈને ચાલે છે. ક્યારેક પોતાના વિચારો બીજા સાથે શેર કરવાથી નુકશાન પણ ભોગવવું પડે છે. પ્રેમ બાબતે તેમનું કોઈ મૂલ્ય નથી, દરેક કાર્યની જેમ પ્રેમ પણ સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે.
N નામ વાળા વ્યક્તિ
N નામ વાળા વ્યક્તિ ખુલ્લા વિચારોના હોય છે. તે ક્યારે શું કરે છે તેના વિશે તેમને પોતાને પણ જાણ હોતી નથી. તેઓ ખૂબ જ મહત્વકાંક્ષી હોય છે તેમજ સબંધો વિશે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમનો સ્વભાવ ખૂબ શાંત અને સરળ હોય છે. આ લોકો તેમની ફરજ પ્રત્યે ખૂબ જ જવાબદાર હોય છે. મિત્રતા પ્રત્યે સમર્પણ ભાવ રાખે છે. એકવાર જો કોઈ સાથે મિત્રતા કરી લે તો પછી તેને જીવનભર નિભાવે છે.
K નામ વાળા વ્યક્તિ
K નામથી શરૂ થતાં લોકો થોડા જિદ્દી અને દયાળુ હોય છે. તેઓને દરેક વસ્તુઓમાં પરફેક્શન જોઈએ છે. તેઓને બીજાથી ચડિયાતું હોય તેવું ગમે છે. પૈસા પણ ખૂબ કમાય છે અને ખર્ચાની બાબતે પણ હંમેશા આગળ રહે છે. સ્વભાવે તેઓ રોમેન્ટિક હોય છે. પોતાના પ્રેમનો એકરાર ખુલ્લેઆમ કરવો તેઓને સારો આવડે છે. બીજાની મદદ માટે તેઓ હંમેશા ઉભા રહે છે પછી ભલે તે મિત્ર હોય કે દ્દુશ્મન.
A નામવાળા વ્યક્તિ
A નામવાળા વ્યક્તિ દયાળુ હોય છે, તેઓને ક્યારેક મહેનતી અને ધૈર્યવાન પણ માનવામાં આવે છે. આ લોકોની અંદર આત્મવિશ્વાસ કુટી કૂટીને ભરેલો હોય છે. આ લોકો પોતાની જાતને કોઈપણ પરિસ્થિતિમાં ઢાળવાની ગજબ ક્ષમતા રાખે છે. તે લોકો ભીડથી પોતાને અલગ દર્શાવે છે. તેઓ પોતાના કરિયર અને કામને અંજામ આપવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે અને પોતાનું લક્ષ્ય મેળવીને રહે છે. આ લોકો પ્રેમ અને નજીકના સબંધીઓને મહત્વ આપે છે.
R નામવાળા વ્યક્તિ
R અક્ષરના નામ વાળા લોકો જિદ્દી અને નિષ્ઠાવાન હોય છે,કોઈપણ વસ્તુ કરી બતાવવાનો દ્રઢ સંકલ્પ લઈને આગળ વધે છે. તેઓ એ કામ કરવા ઈચ્છે છે જે કોઈ નથી કરી શકતું. પરિવાર તેમના માટે ખૂબ જ મહત્વનો છે. આ નામના અક્ષરવાળા લોકો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરે છે અને ધન સંપતિની કોઈ ઉણપ રહેતી નથી.
S નામવાળા વ્યક્તિ
S અક્ષર ના નામ વાળા લોકો સ્વભાવે થોડા ક્રોધી હોય છે. આ લોકો પોતાની મહેનતના બળે બધું જ પ્રાપ્ત કરી લે છે. તેઓ વાતોના એટલા ધની હોય છે કે સામેવાળા વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. મગજથી તેજસ્વી તેમજ બધું જ વિચારીને કાર્ય કરે છે. દિલના ખરાબ નથી હોતા પરંતુ ક્યારેક વાતચીત કરવાનો અંદાજ તેમને લોકો સામે ખરાબ બનાવે છે. પ્રેમની બાબતે તેઓ શરમાળ હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team