ભારતનું જન્નત ગણાતું કાશ્મીર🌲જેમાં ઉપસ્થિત છે ભૂતિયા સ્થળો👇

કાશ્મીરની ખૂબ જ સુંદર જગ્યા કોઈ પણ વ્યક્તિનું મન મોહી લે છે પરંતુ આ હસીન અને સુંદર જગ્યામાં અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં જતા લોકો ડરે છે.

કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે અને અહીં ઉપસ્થિત પર્યટક સ્થળ સંપૂર્ણ વિશ્વમાં ખૂબ જ જાણીતા છે, અને એ જ કારણ છે કે અહીં આવનાર સહેલાણીઓ નો મેળો લાગેલો રહે છે. અહીં શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગ જેવી સુંદર જગ્યાઓ આવેલી છે પરંતુ આ સુંદર જગ્યાઓ ની વચ્ચે અહીં અમુક એવી જગ્યાઓ પણ ઉપસ્થિત છે જેને કાશ્મીરને સૌથી ડરાવની જગ્યાઓમાં ગણવામાં આવે છે. કાશ્મીરની આ જગ્યા ઉપર અમુક એવા બનાવો બની ગયા છે જેના કારણે હવે તે જગ્યા સંપૂર્ણ રીતે ઉજ્જવળ હેરાન થઈ ગઈ છે. આ જગ્યા ઉપર લગભગ લોકો જતાં બચે છે પરંતુ જો કોઈ ત્યાં જતું પણ રહેતો તેમને અસામાન્ય અનુભવ જરૂર થાય છે.

આજના આર્ટિકલમાં અમે તમને કાશ્મીરના સૌથી ભૂતવાળી જગ્યાઓ વિશે જણાવીશું જેને આ રાજ્યની સૌથી ખતરનાક જગ્યાઓ માં ગણવામાં આવે છે.

Image Source

ભૂતિયા વૃક્ષ

તમે દુનિયાભરમાં ભૂતિયા વૃક્ષ ની કહાની તો જરૂરથી સાંભળી હશે. અને એવું જ એક વૃક્ષ શ્રીનગરના ગુરેજ ઘાટીના રસ્તા વચ્ચે ઉપસ્થિત છે તમને જણાવી દઈએ છે સ્થાનિક લોકો આ ઝાડને ભૂતિયા ઝાડ પણ બોલાવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ આ વૃક્ષને અમાસના દિવસે અડવાની કોશિશ કરે છે તેને ઝાડ ઉપર ઉપસ્થિત આત્મા જકડી લે છે.

આમ તો આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તેનું કોઈ પણ પુરાવો નથી, ડરના કારણે કોઈ પણ સ્થાનિક નિવાસે આ ઝાડની આસપાસ ભટકતું નથી.

Image Source

ભટકતો જિન

જિન નું નામ પહેલા તમે વાર્તામાં જરૂરથી સાંભળ્યું હશે પરંતુ આ બનાવ બિલકુલ અલગ છે સ્થાનિક લોકો અનુસાર શ્રીનગરમાં એક જિન પરિણીત મહિલાના પ્રેમમાં પડી ગયો હતો તેના કારણે જ તેજીને મહિલાને પોતાના વશમાં કરી લીધી તેના લીધે મહિલા પોતાના પતિ થી નફરત કરવા લાગી, અને તેને પોતાને થી દૂર કરવા માંગતી હતી મહિલાની આ અજીબોગરીબ હરકતો જોઈને તેનો પતિ તેને સારી કરવા માટે તાંત્રિક ની પાસે લઈને જાય છે, જ્યારે દિલ ને બહાર કાઢવાની કોશિશ કરે છે ત્યારે તે મહિલાના શરીરમાંથી બહાર નીકળવાની ના કહે છે, આમ તો આ વાત સાચી છે કે નહીં તે વાત ના કોઈ જ પુરાવા નથી.

ઉધમપુર આર્મી ક્વોટર

શ્રીનગરના એક ભૂતિયા આર્મી કોટર્સ ખૂબ જ ચર્ચા થાય છે. લોકોએ આ જગ્યા ઉપર ઘણા બધા ભૂતિયા તત્વોને હોવાની ફરિયાદ પણ કરી છે અને અમુક લોકોનું એવું માનવું છે કે આ જગ્યાએ ભૂલ રાત્રે એકથી ત્રણ વાગ્યા સુધી જોવા મળે છે, એટલું જ નહીં એ માનવામાં પણ આવે છે કે અહીં ઉપસ્થિત ભૂત રાત્રે મોટે મોટેથી અવાજ પણ કરે છે.

Image Source

કુનન પોશપોરા, જોડિયા ગામ

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કુનાન અને પોશપોરા નામના જોડિયા ગામો છે. અને એવું માનવામાં આવે છે કે અમુક વર્ષો પહેલા અહીં રહેનારા એક છોકરી સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે છોકરી નું મૃત્યુ થઈ ગયું હતું ત્યારથી જ એવું માનવામાં આવે છે કે આ બંને ગામમાં છોકરી ની આત્મા ભટકતી રહે છે, અને ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે કે તેમને ઘણી બધી વખત છોકરી ની આત્માને અનુભવો પણ છે, અને તે જ કારણે આ ગામ પોતાના ભૂતિયા અનુભવના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.

Image Source

ગાવકદલ પુલ

આ પુલ કાશ્મીર રાજ્યના ભૂતિયા સ્થાનમાંથી એક છે તેની પાછળ માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા અહીં કોની હત્યાકાંડ થયું હતું સીઆરપીએફના જવાનોએ પોતાની માંગને પૂરી કરવા માટે પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીઓ નો વરસાદ કર્યો હતો, અને સ્થાનિક લોકોએ એવું જણાવ્યું કે તેમને અહીં મરેલા લોકોની ચીસો પણ સંભળાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ભારતનું જન્નત ગણાતું કાશ્મીર🌲જેમાં ઉપસ્થિત છે ભૂતિયા સ્થળો👇”

Leave a Comment