ટેસ્ટ મા બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ એવી 4 ફ્લોર ઢોસાની સરળ રેસિપી જાણો

એક અનોખા ઢોસા, જેને પલાળો અને પીસેલ અડદ દાળના ખીરા વાળા મિશ્રણને 4 તૈયાર લોટની પૂરતી માત્રા સાથે ઉમેરીને બનાવવામાં આવ્યા છે, આ 4 પ્રકારના ઢોસાની રેસિપી ખૂબજ સ્વાદિષ્ટ અને ભરપુર વાનગી છે.

હાઈ ગ્લાઇસમિક ચોખાને બદલે, આ સ્વાદિષ્ટ મિક્સ લોટના ઢોસાને ભરપૂર લોટ જેમકે ઘઉંનો લોટ, બાજરો, જુવાર અને નાચણી લોટથી બનાવવામાં આવેલ છે. જોકે તેનું ખીરું આથાવાળું છે, તે પચવામાં સરળ હોય છે અને સાથેજ કડક અને નરમ બે પ્રકારના હોય છે.

આ 4 ફ્લોર ઢોસા ડાયાબિટીસ માટે એક યોગ્ય પસંદગી છે, પરંતુ અમે સલાહ આપીએ છીએ તેનું સેવન ઓછામાં ઓછી માત્રાના સંભાર સાથે કરો, જેનાથી નારિયેળની ચટણીથી ચરબી દૂર થઈ શકે છે.

  • આથો આવવાનો સમય – આખીરાત
  • તૈયાર થવાનો સમય – 10 મિનિટ
  • પાકવાનો સમય – 30 મિનિટ
  • પલાળવાનો સમય – 2 કલાક
  • ટોટલ સમય – 10 કલાક 40 મિનિટ

સામગ્રી

  • 1/2 કપ અડદ દાળ
  • 1 ચમચી મેથીના દાણા
  • 1/2 કપ બાજરાનો લોટ
  • 1/2 કપ નાચનીનો લોટ
  • 1/2 કપ જુવારનો લોટ
  • 1/2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચી તેલ, પકાવવા માટે
  • પીરસવા માટે સંભાર

બનાવવાની રીત

1. અડદની દાળ અને મેથીના દાણાને એક ઊંડા બાઉલમાં ઉમેરી, 2 કલાક માટે થોડા પાણીમાં પલાળી દો.

2. સરખી રીતે ગાળી, મિક્સરમાં 3/4 કપ પાણી નાખો પીસી લો.

3. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લો, બાજરાનો લોટ, જુવારનો લોટ, નાચનીનો લોટ, ઘઉંનો લોટ, મીઠું અને લગભગ 1 3/4 કપ પાણી નાખી સરખી રીતે ઉમેરી લો. ઢાંકણથી ઢાંકી આખી રાત આથો આવવા માટે મૂકી દો.

4. બીજા દિવસે ફરીવાર સરખી રીતે મિક્સ કરો.

5. એક નોન સ્ટીક તવો ગરમ કરો, પછી થોડું પાણી છાંટી સુતરાઉ કાપડથી હળવા હાથે લૂછી લો.

6. ચમચી ભરી આથા વાળુ મિશ્રણ નાખો અને ગોળ હલાવતા 200 મિમી (8″) આકારના પાતળા ઢોસા બનાવો.

7. 1/4 ચમચી તેલને ઉપર અને કિનારે નાખો અને ધીમા ગેસ પર, બંને તરફથી કડક અને હળવો ભૂરું થવા સુધી પકાવો.

8. ચંદ્રાકારમાં વાળી લો અને રોલ કરી લો.

9. વધેલા મિશ્રણનો ઉપયોગ કરી 11 વધુ ઢોસા બનાવી લો.

10. ત્યારબાદ ગરમા ગરમ પીરસો.

ઢોસામાંથી મળતા પોષક તત્વો –

  • ઊર્જા – 108 કેલેરી
  • પ્રોટીન – 4.1 ગ્રામ
  • કાર્બોહાઈડ્રેટ -19.1 ગ્રામ
  • ફાઈબર – 3.2 ગ્રામ
  • ચરબી – 1.8 ગ્રામ
  • કોલેસ્ટ્રોલ – 0 મીલિગ્રામ
  • સોડિયમ – 6 મિલિગ્રામ

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ટેસ્ટ મા બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ એવી 4 ફ્લોર ઢોસાની સરળ રેસિપી જાણો”

Leave a Comment