સામાન્ય રીતે તેનો ઉપયોગ ભરેલા પરાઠા, દહી આલુ, આલુ ચાટ, રાસિદાર આલુ, આલુ ટિક્કી અને અચારી આલુ બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે બટાકા બાફવાની વાત આવે છે, તો તેની ઘણી રીત છે.
બટાકાને જો શાકભાજીનો રાજા કહેવામાં આવે તો તે વાત ખોટી નથી. તેમજ બાફેલા બટાકા તો સામાન્ય રીતે દરેક રેસીપીની જાન હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભરેલા પરોઠા, દહી આલુ, આલુ ચાટ, રસિદાર આલુ, આલુ ટિક્કી અને અચારી આલુ બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે બટાકા બાફવાની વાત આવે છે, તો તેની ઘણી રીત છે. જો તમે આજે પણ માઇક્રોવેવમાં પોલીથીન બેગમાં બટાકા બાફી રહ્યા છો, તો તે આદતને છોડવાનો સમય આવી ગયો છે. માઇક્રોવેવની વધારે ગરમીના સંપર્કમાં આવવા પર પોલીથીન હાનિકારક ટોકસિક છોડે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબજ ખરાબ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ બટાકા બાફવાની સલામત રીત
•કુકરમાં બાફવાની રીત : બટાકાને સરખી રીતે પ્રેશર કૂકરમાં નાખો. હવે કુકરમાં પાણી નાખો. પાણી બટાકા ડૂબે તેટલું પર્યાપ્ત હોવું જોઈએ. ખૂબ વધારે અથવા ખૂબ ઓછું પાણી નાખવું નહિ. કુકરને ઢાંકણ થી ઢાંકીને ઝડપી ગેસ પર રાખો. એક સીટી થયા પછી ગેસ ધીમો કરી દો. 6 મિનિટ વધારે પકાવો અને ગેસ બંધ કરી દો. પ્રેશરને તેની જાતે નીકળવા દો. હવે બાફેલા બટાકાને કાઢી લો, છાલ કાઢી લો અને તમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરો.
•માઇક્રોવેવમાં બાફવાની રીત ( પાણી વગર ) : બધી ગંદકીને દૂર કરવા માટે બટાકા ધોઈ લો. એક ચાકુ લઈ અને દરેક બટાકાને ઓછામાં ઓછી 6-7 વાર ભોકો. બધા કાપેલા બટાકાને એક ડિશમાં રાખો. ડિશને માઇક્રોવેવમાં 2 મિનિટ 30 સેકન્ડ માટે રાખો. જો તમે તમારા બટાકાને મુલાયમ પસંદ કરો છો, તો 30 સેકન્ડ માટે વધારે માઇક્રોવેવ કરો. બટાકાને માઇક્રોવેવમાંથી બહાર કાઢી અને ઠંડા થવા દો. હવે બટાકાની છાલ કાઢીને તમારા મુજબ ઉપયોગ કરો.
•માઇક્રોવેવમાં બાફવાની રીત ( પાણી સાથે ) : ચાર બટાકા લો અને તેને વહેતા પાણી નીચે સાફ કરો. હવે ચપ્પુની મદદથી તેને સરખી રીતે કાપી લો. એક માઇક્રોવેવ આકારનું બાઉલ લો અને તેમાં 1.5 કપ પાણી નાખો. બટાકાને પ્યાલામાં રાખો અને પ્યલાને માઇક્રોવેવમાં રાખો. આઠ મિનિટ માટે ટાઇમર સેટ કરો. આઠ મિનિટ પછી પ્યાલાને માઇક્રોવેવમાંથી બહાર કાઢી લો અને તેમાંથી બાફેલા બટાકાને કાઢી લો. એકવાર જ્યારે આલુ ઠંડા થઈ જાય, ત્યારે તેની છાલ કાઢી અને તેનો ઉપયોગ કરો.
•કડાઈમાં બાફવાની રીત : એક કડાઈમાં અડધું પાણી ભરીને ગેસ પર ગરમ કરો. પાણીમાં ઉફાળો આવવા દો અને ગેસને ધીમો કરો. હવે બે બટાકા લઈ અને તેની છાલ કાઢો. છાલ કાઢેલા બટાકાને ધોઈને ઉકળતા પાણીની કડાઈમાં નાખો. કડાઈને ઢાંકણ થી ઢાંકીને બટાકાને લગભગ 15-20 મિનિટ સુધી ઉકળવા દો. બટાકા સરખી રીતે બફાયા છે કે નહિ, તે જોવા માટે બટાકાને ચપ્પુથી કાપો. બાફેલા બટાકાને કડાઈમાંથી કાઢી અને તમારી મનપસંદ રેસીપીમાં ઉપયોગ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આ ટ્રીક અપનાવશો તો ફક્ત મિનિટો માં બફાઈ જશે બટાકા”