હિન્દી તથા મરાઠીના અભિનેતા અને જબ વી મેટ તથા લાગે રહો મુન્નાભાઈ સહીત ઘણી હિન્દી ફિલ્મો માં કામ કરનાર કિશોર પ્રધાનનું શનિવારે નિધન થયું હતું. તેમની ઉંમર ૮૩ વર્ષની હતી.
ગજબનો અભિનય અને કોમેડીની માસુમિયત થી રંગમનચ અને પરદા પર ફેમસ કિશોર પ્રધાને અંગ્રેજી નાટકોમાં પણ ઘણું કામ કર્યું છે. આ મંજાયેલા કલાકાર યુવાન પેઢીમાં તેમના જબ વી મેટના નાનકડા રોલ માટે જાણીતા છે.
તેમણે જબ વી મેટમાં સ્ટેશન માસ્ટરની ભૂમિકા ભજવી હતી. તેમનો ડાયલોગ ‘લડકિયાં ખુલી હુઈ તિજોરી કી તરહ હોતી હૈ’ ખાસ્સો પોપ્યુલર હતો. કરીના જ્યારે અડધી રાત્રે પોતાની ટ્રેન મિસ કરી દે છે ત્યારે સ્ટેશન માસ્ટર કરીનાને આ સલાહ આપે છે.
તે 100થી વધુ મરાઠી થિયેટર નાટકોમાં કામ કરી ચૂક્યા હતા. આ ઉપરાંત 18 જેટલા અંગ્રેજી નાટકોમાં પણ તેમણે પોતાની અભિનયક્ષમતાનો પરચો આપ્યો હતો. સ્કૂલના સમયથી જ તેમણે એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. ધીમે ધીમે તે જાણીતા થિયેટર આર્ટિસ્ટ બની ગયા હતા.
તેમની સાથે ફિલ્મમાં કામ કરનારા કો-સ્ટાર સુબોધ ભાવેએ જણાવ્યું કે ફિલ્મમાં કામ કર્યા બાદ તેમનો સંપર્ક છૂટી ગયો હતો. તેમના મૃત્યુનું અસલી કારણ તો નથી જાણવા મળ્યું પરંતુ તેમનો પરિવાર અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો છે. તેમણે શુભ લગ્ન સાવધાનમાં પણ કામ કર્યું હતું.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Aditi Nandargi.