ભારત હાલ કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા પર પણ આની માઠી અસર પડી રહી છે. એવામાં સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સ આ લડાઈમાં સાથ આપી રહ્યા છે. બોલિવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાન પોતાના મિર ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદોની મદદ કરતો રહે છે. હવે તેણે એક એવા બાળકની મદદ કરી છે જે મૃત માતા પાસે બેસીને પોતાની માતાને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયો ઉત્તર પ્રદેશના મુઝફ્ફર સ્ટેશનનો હતો. પ્રવાસી મજૂરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. મિર ફાઉન્ડેશન હવે આ બાળકની મદદ કરી રહ્યું છે. આ બાળકના દાદા-દાદી સાથેનો ફોટો શેર કરીને મિર ફાઉન્ડેશને લખ્યું છે કે ફાઉન્ડેશન એ તમામનું આભારી છે જેમણે આ બાળકને શોધી કાઢ્યું અને અમને ત્યાં સુધી પહોંચવામાં મદદ કરી છે.
बिहार के मुजफ्फरपुर का ये वीडियो हैं जहां एक बच्चा रेलवे स्टेशन पर मां से खेल रहा, उसे जगा रहा
उसे नही पता उसकी मां हमेशा के लिए सो चुकी है, भीषण गर्मी में चार दिन से ट्रेन में भूखी प्यासी मां की मौत हो गयी pic.twitter.com/RdI2N4OYvZ— Brijwa SRK FAN (@BrijwaSrk) June 1, 2020
વીડિયોમાં એક બાળક તેની માતાને જગાડી રહ્યું છે પરંતુ હકીકત એ હતી કે તેની માતાનું નિધન થઈ ગયું હતું. આ વીડિયો ભલભલાના હૃદયને કંપાવી નાખે તેવો હતો. શાહરુખ ખાન પણ તે જોઇને દ્વવી ઉઠ્યો હતો. તેનું ફાઉન્ડેશન હવે તે બાળકના દાદાને શોધીને તેમની દેખભાળ કરી રહ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે પેરેન્ટસને ખોઈ દેવાના આ દુઃખને સહન કરવા માટેની શક્તિ બાળકને મળે. મને ખબર છે, પેરેન્ટ્સ ખોઈ દેવાનું દુઃખ શું છે. હું સમજુ છું કેવું ફીલ થાય છે. અમારો પ્રેમ અને સપોર્ટ તારી સાથે છે બાળક.
શાહરૂખના પિતા મીર તાજ મોહમમ્દ તે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે માતા લતીફ ફાતિમા ખાનનું મૃત્યુ શાહરૂખ 30 વર્ષનો હતો ત્યારે થયું હતું.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
good job