ભારત ધર્મ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે સાથે અહીં ઘણા બધા એવા મંદિરો છે જે જગવિખ્યાત છે. આજે આપણે એક એવા અચરજ પમાડે એવા ભવાની મંદિર કુંડની માહિતી જાણવાના છીએ. આ મંદિરમાં આવેલ કુંડ રંગ બદલે છે. કાશ્મીરના આ મંદિરના હજારો લોકોની દર્શનાર્થે ભીડ જામે છે. આવી છે આ મંદિરની કહાની…,
ઉતર કાશ્મીરના ગાંદરબલ જીલ્લામાં આવેલું ‘તુલમુલ’ ગામમાં રાગ્નિ માતા ક્ષીર ભવાની મંદિરમાં આ ઘટના બની રહી છે. અહીં એક કુંડ આવેલ છે, જે અચરજ પમાડે એવી ઘટનાથી લોકોનું આકર્ષણ ખેંચે છે. અહીંના કુંડમાં પાણી જાતે જ રંગ બદલે છે. કાશ્મીરમાં વસતા પંડિતો માટે આ મંદિર આસ્થાનું સ્થાન છે. અહીં કાશ્મીરના પંડિતોનો જમાવડો થાય છે અને આ મંદિરના દર્શન કરવા પણ ઘણા ભક્તો આવે છે. કદાચ આજ સુધી તમે ઈતિહાસમાં આવું કોઈ મંદિર નહીં જોયું હોય.
આ મંદિરે વાર્ષિકોત્સવ થાય છે ત્યારે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરને લઈને ઘણી એવી પૌરાણિક કથાઓ છે કે, અહીં રાવણના ભક્તિ ભાવથી મા ભવાની પ્રસન્ન થઇ હતી. એ સમયમાં રાવણે માતા ક્ષીર ભવાનીની સ્થાપના કુળદેવી રૂપે કરી હતી. પૌરાણિક સમયની ચર્ચા એ પણ જણાવે છે કે, માતા ક્ષીર ભવાનીની સ્થાપના બાદ રાવણના કુકર્મ અને રાવણના ખરાબ વ્યવહારથી માતાજી નારાજ થયા હતા પરિણામે દેવીશક્તિ આ નગરી છોડીને ચાલ્યા ગયા હતા.
એ પછી જયારે રામ દ્વારા રાવણનો વધ થયો ત્યારે રામે, હનુમાને કહેવામાં આવ્યું હતું કે, ક્ષીર ભવાની માતાનું મંદિર ફરીથી યોગ્ય જગ્યાએ સ્થાપન કરો. એ સમયે હનુમાનની મદદથી કાશ્મીરના તુલમમુલમાં ફરીથી દેવીની સ્થાપના કરવામાં આવી.
અમરનાથ ગુફાને કારણે કાશ્મીર બધાના હૈયે અને હોઠે રહે છે. એ જ કાશ્મીરમાં આ ક્ષીર ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અમરનાથ ગુફા પછી બીજા નંબરે આ પવિત્ર મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. ૧૯૮૯માં આંતકી ઘટના બની હતી ત્યારે અહીં વસતા કાશ્મીરી પંડિતની વસ્તી લુપ્ત થઇ ગઈ હતી. જેને કારણે આ મંદિરનો મહિમા લુપ્ત થતો જતો હતો. ફરીથી સર્વે પંડિતો માતાજીને અચાનક માનવા લાગ્યા અને માતાએ પણ ભક્તિથી રાજી થઈને સઘળા કામ પાર પાડ્યા.
એ પછી ૨૦૦૭ની સાલમાં ભક્તો ફરીથી આ મંદિરના દર્શનાર્થે આવવા લાગ્યા. એ સમયથી આ મંદિરની મુલાકાત લેતા માણસોની સંખ્યામાં વધારો થઇ ગયો. આ મંદિર વિશે એવું માનવામાં પણ આવે છે કે, પ્રાચીન સમયમાં કાશ્મીરી પંડિતોને સપનામાં માતાએ જણાવ્યું હતું કે, મંદિરનું નામ “ક્ષીર ભવાની” રાખવામાં આવે. કદાચ એ બાબતને કારણે જ આ મંદિરનું નામ એ જ રાખવામાં આવ્યું અને દર વર્ષે અહીં યોજાતા મેળા દરમિયાન કુંડમાં દૂધ અને ખીરની આહુતિ આપવામાં આવે છે. એક એવી માન્યતા પણ છે કે, અહીં કુંડમાં રહેલું પાણી રંગ બદલે છે. આ એક એવું કારણ છે કે જેને લીધે આ મંદિરને જગવિખ્યાતી મળી છે.
કાશ્મીરમાં ફરવા માટે જાવ અથવા અમરનાથ યાત્રા માટે જાવ ત્યારે તમે પણ આ ક્ષીર ભવાનીના પવિત્ર મંદિરે જવાનું ભૂલતા નહીં. અહીં મંદિરમાં માતાજીની સાક્ષાત્ શક્તિનો અનુભવ થાય છે.
દેશ-વિદેશની રોચક માહિતીનો ખજાનો તમારી સમક્ષ લાવતા રહીશું. એ માટે તમારે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલવાનું નથી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel