મિત્રો, હાલ થોડા સમય પહેલા સરદારવલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિના અવસર પર આપણા માનનીય વડાપ્રધાન દ્વારા
સી-પ્લેન નુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ, જે આજે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.પી.એમ. પછી અમદાવાદ ના
નવ લોકોએ આ પ્લેનની મુસાફરી કરવાનો લ્હાવો માન્યો હતો. જો કે, ૩ નવેમ્બર ના રોજ એસ.ઓ.યુ. ના તમામ પ્રોજેક્ટ
ફરીથી કાર્યરત થશે. તેથી, સામાન્ય નાગરિકો માટે આ પ્લેનની મુસાફરી કરશે. રવિવારે પ્રથમ ફેરીમા ક્રરુ મેમ્બર સહિત ૬ લોકો
આવ્યા હતા.
એક જ રૂટ પર આ પ્લેને ઉડાન ભરી હતી. અમદાવાદ થી એસ.ઓ.યુ. માટે આવતા લોકો ને કેવડિયા સ્થિત એરોડ્રામ ની બહાર
ના બસસ્ટોપ પર દર ૧૫ મિનિટે એ.સી. બસ ઉપલબ્ધ હશે પરંતુ, હાલ એરોડ્રામથી એસઓયુ સુધી પહોચવા કોઇ ઓફિસિયલ
વાહનની વ્યવસ્થા કરવામાં આવી નથી.
એરોડ્રામ થી એસ.ઓ.યુ. ના દસ કિ.મી. જેટલા રૂટ પર ખલવાણીથી એસ.ઓ.યુ. તરફ જતી બસોની સુવિધાનો લાભ લઇ
શકશે.વડાપ્રધાન ના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ના નવ યાત્રીઓ એસ.ઓ.યુ. ની મુલાકાતે આવ્યા હતા પરંતુ, એસ.ઓ.યુ.
ના તમામ પ્રોજેક્ટ બંધ હોવાથી તે લોકો રવિવાર ના રોજ આ સી-પ્લેન મારફતે અમદાવાદ પહોચ્યા હતા.
હાલ આ પ્લેનની સંખ્યા ઓછી છે પરંતુ, ત્રણ નવેમ્બર થી તમામ પ્રવાસન સ્થળો ખુલી રહ્યા છે એટલે ત્યારથી પ્રવાસીઓ નો
ધસારો પણ વધુ પડતો જોવા મળશે. રવિવાર ના રોજ પ્રથમ ફેરીમા ૬ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જયારે કેવડિયા થી
અમદાવાદ પાછા ફરતા નવ પેસેંજરો એ પ્રથમ ઉડાન ભરી હતી.
અમિત ગુપ્તા એ આ સી-પ્લેનમા કેવડિયા થી અમદાવાદ જનાર પ્રથમ યાત્રી હતા તેમણે જણાવ્યુ કે, અમે શનિવારે અમદાવાદ
થી કેવડિયા કારમાં આવ્યા હતા. ટેન્ટ સિટીમાં રોકાયા અને સી-પ્લેન ની સફરની વાત સાંભળી એટલે ડ્રાઇવર ને અમદાવદ
મોકલી દીધી અને અમે આ પ્લેન ના સફરની મઝા માણી અમદાવાદ પહોચ્યા. બધા પ્રોજેક્ટો બંધ હતા પરંતુ, સી-પ્લેનથી
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લ્હાવો લીધો. આ સેવાથી પ્રવાસન ક્ષેત્રે વિકાસમાં વધારો થશે.
૩ નવેમ્બરથી ઓફિસિયલી બધા માટે આ પ્લેન સર્વિસ શરૂ થઇ જશે. ઓનલાઇન ની સાથે રૂબરૂ જઇને ટિકીટ ખરીદવાનુ
વિકલ્પ પણ છે. બાળકો માટે અડધી ટિકિટ જેવું હાલ પુરતુ કોઇ ઓપ્શન નથી. ૧૫૦૦ રૂપિયા ટિકિટ દર રહેશે. કેવડિયા થી
અમદાવાદ શરૂ થયેલા આ પ્લેનના બેઠક વ્યવસ્થા અનુસાર બુકિંગ કરાવી શકાશે. એક ફેરીમા ૧૪ લોકો મુસાફરી કરી શકશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળ
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team