શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને સૌ કોઈએ હવે ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દીધું છે. શીયાળામાં ખાસ કરીને શરદીની સમસ્યા રહેતી હોય છે. પરંતુ તેની સાથે સાથે ઘણા લોકો શીયાળામાં વાળ ખરવાની સમસ્યા તેમજ ખોડોની સમસ્યાથી હેરાન થતા હોય છે. ત્યારે આઝે અમે તમને જણાવીશું કે કેવી રીતે શીયાળામાં પણ તમારા વાળને સ્મૂથ અને સીલ્કી રાખી શકશો. અને કેવી રીતે તમે તમારા વાળને આકર્ષણનું કેન્દ્ર બનાવશો..
હેર માસ્ક લગાવો
શીયાળામાં ઠંડીને કારણે તમારા વાળ ડ્રાય થઈ જતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે તેના માટે પણ એક ખાસ ઉપાય છે. તમારા વાળમાં તમે એલોવેરા તેમજ માખણ લગાવીને તમારા વાળને જરૂરી પોષણ આપી શકો છો. સાથેજ રેગ્યુલર અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ લગાવાનું રાખજો જેના કારણે તમારા વાળને પોષણ મળી રહે.
વાળમાં કન્ડીશનર લગાવાનું રાખો
ઘણા લોકો વાળમાં કંડીશનર લગાવાનું ભૂલી જતા હોય છે, જેના કારણે તેમના વાળ ખુબજ રફ થઈ જાય છે. તો ઘણા લોકોને કન્ડીશનર લગાવામાં આળસ આવતી હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે કન્ડીશનર આપણા વાળ માટે ખુબજ ફાયદાકારક છે. અને શીયાળામાં જો તમે તમારા વાળમાં કન્ડીશનર લગાવાનું રાખશો તો તમે તમારા વાળ પહેલા કરતા વધારે સ્મૂથ અને સીલ્કી અનુભવશો.
વધું પ્રમાણમાં ગરમ પાણીનો ઉપયોગ ન કરશો
વાળને ગરમ પાણીથી ધોવામાં કોઈ ખરાબી નથી. પરંતુ વધુ પ્રમાણમાં જો તમે વાળને ગરમ પાણીથી ધોવાનું રાખશો તો તેના કારણે તમારા માથાની સ્કીન પર ખરાબ અસર થઈ શકે છે. અને સાથેજ તમારા વાળમાં ખોડોની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જેથી જો તમે વધું પડતા ગરમ પાણીથી વાળને ધોવાનું રાખો છો. તો આજેજ તમારી આદતબંધ કરો. અને હુંફાળા પાણીથી વાળ ધોવાનું રાખો.
તેલ લગાવું ખુબ જરૂરી
વાળને સ્વસ્થ રાખવા માટેનો એકમાત્ર દેશી ઈલાજ છે કે તમે રેગ્યુલર અઠવાડિયામાં બે વખત તેલ લગાવાનું રાખો. કારણકે તેલ લગાવાથી તામારા વાળને જરૂરી પોષણ મળી રહે છે. સાથેજ ખરતા વાળોની સમસ્યાથી પણ તમને રાહત મળી રહેશે. અને તમારા વાળ ધોયા પછી ખુબજ સીલ્કી અન સ્મૂથ જોવા મળશે.
એલોવેરા અને નારીયેળ તેલ લગાવાનું રાખો
ઠંડીમાં ખોડોની સમસ્યા સામાન્ય વાત કહી શકાય. કારણકે મોટા ભાગના લોકોને ઠંડીમાં ખોડોની સમસ્યા થતી હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ખોડોની સમસ્યાથી બચવા માટે તમે તમારા માથામાં નારીયેળ તેલ લગાવી શકો છો સાથેજ એલોવેરા લગાવીને પણ તમે ખોડોની સમસ્યાથી રાહત મેળવી શકો છો. કારણકે નારીયેળ અને એલોવેરા લગાવાથી આપણા વાળને ભરપૂર પોષક તત્વો મળી રહેતા હોય છે.
વધું પ્રમાણા હેર ડ્રાયરનો ઉપયોગ ન કરશો
વાળને ધોયા પછી કે નાહ્યા પછી વાળને સુકાવા માટે વધું પ્રમાણમાં હેર ડ્રાયરનો ઉપયોગ ન કરશો કારણકે તેના કારણે તમારા વાળ વધારે બગડી શકે છે. આ ઉપરાંત તમે હેર સ્ટ્રેટનરનો પણ વધું પ્રમાણમાં ઉપયોગ ન કરો. કારણકે તેના કારણે પણ તમારા વાળને નુકશાન થઈ શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team