દરેક ઘરમાં પૂજાસ્થાન કે મંદિરની એક ખાસ જગ્યા હોય છે. આ જગ્યાએ બેસીને આપણે આપણા બધા દુ: ખ અને મુશ્કેલીઓ ભૂલી જઈએ છીએ. અહીંથી ભગવાનની કૃપા આખા ઘર ઉપર વરશે છે. પૂજા સ્થળે અમુક ખાસ વસ્તુઓ રાખવાથી હંમેશાં લક્ષ્મીજીનાં આશીર્વાદ જળવાઈ રહે છે. ચાલો જાણીએ તે વસ્તુઓ કઈ છે.
મોરનાં પીંછા-
તમારા પૂજા સ્થળે મોરનાં પીંછા ચોક્કસ રાખો. માનવામાં આવે છે કે મોરના પીંછા રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને મોરનાં પીંછા ખૂબ પસંદ છે. જે લોકો પોતાના ઘરે મોરના પીંછા રાખે છે, તેના પર ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે મોરના પીંછા રાખવાથી જીવ જંતુઓ અને ગરોળી ઘરમાં આવતી નથી.
ગંગાજળ–
હિન્દુ ધર્મમાં ગંગાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. લગભગ દરેક ઘરમાં પૂજા સ્થળે ગંગાજળ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં ગંગા જળ રાખવાથી માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળે છે. ગંગાજળને ચાંદીના અથવા પિત્તળના વાસણમાં ઘરના મંદિરમાં રાખો. તેના કારણે, ઘરમાં સુખ શાંતિ જળવાય રહેશે.
શંખ –
ઘરના મંદિરમાં શંખ ચોક્કસ રાખવો જોઇએ. એવું કહેવામાં આવે છે કે શંખને ઘરના મંદિરમાં રાખવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને સકારાત્મકતા જળવાઈ રહે છે. મંદિરમાં શંખ ફૂંકવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાય રહે છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણમાં શંખ રાખવાથી શુભ પરિણામ મળે છે.
શાલીગ્રામ-
સામાન્ય રીતે જે લોકો તુલસીને પોતાના ઘરે રાખે છે, તેમના ઘરે શાલીગ્રામ પણ હોય છે. પૂજા સ્થળે શાલીગ્રામ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શાલિગ્રામ રાખવાથી ભગવાન લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ મળે છે અને જીવનમાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓ આવતી નથી.
ગૌમૂત્ર-
હિન્દુ ધર્મમાં ગૌમૂત્ર ને પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગૌમૂત્રને ઘરમાં રાખવાથી ઘરના સભ્યો પર દેવી દેવતાઓના આશીર્વાદ જળવાઈ રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team