બિહારના કટિહાર જિલ્લાનો રફીક તેની મેદસ્વિતાને કારણે ચર્ચામાં છે. રફીકની ઉંમર 30 વર્ષ છે અને તેનું વજન બે ક્વિન્ટલ એટલે 200 કિલો છે. મેદસ્વિતાને કારણે રફીક વધારે ચાલી શકતો નથી. રફીકના ડાયેટની વાત કરીએ તો એક વારમાં 3 કિલો ચોખા, 2 કિલો લોટની રોટલી અને 2 લીટર દૂધ એક વખતનું ભોજન કરે છે. રફીકે બે લગ્ન કર્યા છે, પરંતુ મેદસ્વિતાને કારણે બાળકો થયા નહિ.
સિંગર અદનાન સામી અને રાજનીતિજ્ઞ પપ્પુ યાદવ જેવા ભારે શરીર વાળા લોકોને તો તમે જોયા જ હશે, પરંતુ કટિહારના રફીકને જોઈને તમે દંગ રહી જશો. 30 વર્ષના રફીકનું વજન બે ક્વિન્ટલ એટલે 200 કિલો આજુબાજુ છે. આ ઉપરાંત તેના ભોજન વિશે પૂછશો નહિ. રફીકના એક સમયના આહાર મા 3 કિલો ચોખા, 2 કિલો લોટની રોટલી અને 2 લીટર દૂધનો સમાવેશ થાય છે.
બિહારના કટિહાર જિલ્લાનો રફીક એક ખેડૂત છે. સ્થાનીય લોકપ્રતિનિધિ, આગેવાનો, કાઉન્સિલર અને ગામના લોકોનું કહેવું છે કે જો કોઈ તેહવાર પર રફીકને મટન અને ચોખાની મિજબાની આપવામાં આવે તો તે સરળતાથી 3 કિલો ચોખા અને બે કિલો મટન ખાઈ શકે છે.
રફીક પગપાળા ઘણું ઓછું ચાલી શકે છે, હંમેશા તેની બાઈક બુલેટ સાથે છે. ક્યારેક એવું બને છે કે રફીકના એટલા વજનને કારણે બુલેટ પણ રસ્તામાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો દ્વારા બુકેટને ધક્કો મારીને ચાલુ કરવામાં આવે છે. પરિવારની વાત કરીએ તો રફીકે બે લગ્ન કર્યા છે અને તેને કોઈ બાળક નથી. ઘરમાં બંને પત્ની મળીને તેના માટે ભોજન બનાવે છે.
રફીક વિશે ડોકટર શું કહે છે – આ વિશે ડોકટર મૃણાલ રંજનનું કેહવુ છે કે બુલીમિયા નર્વોસા નામની બીમારીમાં વ્યકિતનું વજન ખૂબ વધારે વધે છે. આ ઉપરાંત હાર્મોનલ બીમારી વિશે પણ તપાસ કરવી જોઈએ. આ વિશે જ્યાં સુધી સરખી રીતે તપાસ નહી થાય ત્યાં સુધી કઈ કેહવુ મુશ્કેલ છે.
તેમજ લોક પ્રતિનિધિઓનું કેહવુ છે કે કટિહારનો રફીક બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ છે. આવી સ્થિતિમાં તેનું વધારે વજન તેના માટે સમસ્યા બની છે. લોકોનું કહેવું છે કે મેદસ્વિતાને ઓછુ કરવા માટે જો રફિકને યોગ્ય સારવાર મળશે તો તેના માટે સારું રહેશે. તેની મેદસ્વિતા ના કારણે બિહારના કટિહાર જિલ્લાના રેહવાસી રફીક હવે ચર્ચાનો વિષય બનતો જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team