આજના દિવસે ૯૩,૦૦૦ સૈનિકો સાથે પાકિસ્તાને ભારતની સામે ઘુંટણ ટેકવ્યા હતાં –
૧૬ ડિસેમ્બરને “વિજય દિવસ” તરીકે ઓળખાય છે.આ દિવસની યાદમાં પ્રત્યેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઇ જાય છે…!ભારતે આજે પાકિસ્તાન સામે અપૂર્વ વિજય મેળવ્યો હતો.વિશ્વના સૌથી ઓછા સમય માટે ચાલેલા યુધ્ધ એવા એકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ હાર આપી હતી.
૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના દિવસે આ બનાવ બનેલો કે જ્યારે ૩ ડિસેમ્બરથી પાકિસ્તાન સામે શરૂ થયેલા યુધ્ધના માત્ર તેર દિવસમાં અંત આવ્યો હતો…!અને બાંગ્લાદેશના ઢાંકામાં ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું !એ પણ એક રેકોર્ડ છે કે,ભારતીય સેનાએ ૯૩,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા...!
આ યુધ્ધ પહેલાં બાંગ્લાદેશ પાકિસ્તાનનો જ એક ભાગ હતું અને “પૂર્વ પાકિસ્તાન” તરીકે ઓળખાતું.અહિંના અમુક ક્રાંતિકારી મિજાજ ધરાવતા લોકો “મુક્તિવાહી” નામક સંગઠન ચલાવી પાકિસ્તાનની સરકારનો વિરોધ કરતા અને સ્વતંત્રતાની માંગ કરતા હતાં.આ ક્રાંતિને દબાવી ધેવા પાકિસ્તાને “ઓપરેશન સર્ચલાઇટ” હાથ ધર્યું, જેમાં અનેક પૂર્વ પાકિસ્તાનીઓ રહેંસાઇ ગયાં.આ બાજુ પાકિસ્તાનની હરકતોથી નાજ આવેલ ભારતે આ મુક્તિવાહિનીને ગુપ્ત રીતે હથિયાર અને પૈસાની મદદ કરવા માંડી.ઇંદિરા ગાંધીની આ દુરંદેશી નજર દાદ દેવા લાયક હતી.પાકિસ્તાનને આ વાતની ખબર પડતાં તેણે ૩ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ ઢળતી સાંજે”ઓપરેશન ચંગીઝખાન” હેઠળ ભારતના પઠાણકોટ સહિતના ૧૧ હવાઇમથકો પર વિમાની આક્રમણ કર્યું.અને આ સાથે જ યુધ્ધનો આરંભ થયો.પશ્વિમી મોરચો તૈયાર થયો.
આ બાજુ પૂર્વીય મોરચે મુક્તિવાહિનીએ અને ભારતીય સેનાએ પૂર્ણ રીતે પાકિસ્તાનને ભીંસમાં લીધું.બધી દિશાએથી પાકિસ્તાનને મરણતોલ ફટકાઓ પડવા માંડ્યા.સરમુખત્યાર યાહ્યાખાનની મેલી મુરાદો દબાઇ જવા લાગી.અને આખરે ૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ પાકિસ્તાને ભારતની શરણાગતી સ્વીકારી.પાકિસ્તાનની હવાઇ તાકતને મોટો ફટકો પડ્યો હતો.કરાંચી બંદરને ભારતીય સેનાએ ફોલી ખાધું હતું અને ૯,૦૦૦ પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા હતા તો ૨૫,૦૦૦ ઘાયલ થયાં હતાં.
ભારતીય સેનાએ અપ્રતિમ પરાક્રમ દાખવ્યુ હતું.એટલું જ નહિ,વિશ્વ આખું આ જાંબાજ પરાક્રમ અને ધડાકા ભેગો ફેંસલો જોઇને આશ્વર્યચકિત થઇ ગયેલું.૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું અને એ સાથે જ પૂર્વ પાકિસ્તાન હવે પશ્વિમી પાકિસ્તાનથી સંપૂર્ણ સ્વતંત્ર હતું…!આ યુધ્ધથી પાકિસ્તાનના બે ભાગ પડ્યાં અને “બાંગ્લાદેશ” નાને એક નવા રાષ્ટ્રનો જન્મ થયો.
ઢાકામાં ૯૩,૦૦૦ પાકિસ્તાની સેનિકોને ભારતીય સેનાએ બંદી બનાવ્યાં.ભારતીય સેનાના જાંબાજ લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડાની આગેવાનીમાં પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે.નિયાઝિએ શરણાગતી સ્વીકારતા “ઢાકા-સંધિ” પર હસ્તાક્ષર કર્યાં.
ભારત માટે આ સૌથી મોટી ફતેહ હતી.જો કે,આ યુધ્ધની અસરરૂપે લાખો બાંગ્લાદેશી નિરાશ્રિતો ભારતમાં આવવા શરૂ થઇ ગયેલા,જે હજી પૂર્ણરીતે અટક્યા નથી.અને પશ્વિમ બંગાળમાં આ નિરાશ્રિતોને ગેરકાયદે રાજકીય રોટલા શેકનારાઓએ મતોની રમત માટે મંજૂરી આપી છે.આજે પણ બંગાળમાં આ રાજરમત ચાલું જ છે…!
બાય ધ વે,આજના દિવસને “વિજયદિવસ” તરીકે ઉજવીને આપણે આપણી સૈન્યશક્તિ માટે ગૌરવ લઇ શકીએ છીએ.સલામ છે ભારતીય આર્મીને જેણે ધડાધડ અને ત્વરિત જવાબ આપીને વિરોધીઓને શાન ઠેકાણે લાવી દીધેલી…!